________________
નવયુગને જૈન
પ્રકારનું હતું. સોળ આંક, કક્કો, બારાખડી, નામા, સવસ્તીશ્રી (કાગળ લખવાની પદ્ધતિ) અને હિસાબ. ટૂંકામાં અંગ્રેજીમાં જેને ત્રણ આર કહે છે (Reading, Writing, Arithmetic વાચન, લેખન, અંકગણિત) આ સામાન્ય ધોરણ હતું. પંચોપાખ્યાન જેણે વાંચ્યું હોય તે પાંચમાં પૂછવા લાયક ગણાય – ડાહ્યો માણસ ગણાય, સલાહ લેવા લાયક ગણાય અને લવાદ તરીકે તકરાર પતાવવાને લાયક ગણાય. આ ધારણ હતું. એને અંગે અપવાદે હોવા જોઈએ, પણ તેને પ્રકાર તદ્દન નિર્જીવ હેઈ ઉપેક્ષાને પાત્ર છે. આ આખું ધોરણ નવયુગમાં તદ્દન ફરી ગયેલું જોઈ શકાય તેવું છે.
સાધનાની વિપુલતા વિચાર કરવાનાં સાધને નવયુગમાં ઘણાં વિસ્તૃત થઈ ગયાં છે. મુદ્રણકળાથી અલભ્ય પુસ્તકે જનતા સુધી પહોંચી શક્યાં છે, રેલવેથી અંતરે ઓછાં થઈ ગયાં છે, વાયુયાનથી તેથી પણ ઓછાં અંતરે થતાં જાય છે અને પાશ્ચાત્ય પ્રજાના અને તેના વિચારોના સંગ—સંબંધમાં આવવાથી વિચારક્ષેત્રની મર્યાદા વધી છે. અત્યારે પૂર્વ અને પશ્ચિમના વિચારને સંઘર્ષણકાળ છે અને પરિવર્તન ઈચ્છાઓ કે અનિચ્છાએ પણ અનિવાર્ય છે. આ યુગે પદ્ધતિસર ઇતિહાસ જાણે, અનેક દેશની પ્રજાઓ શા માટે લડી અને કેવાં પરિણામે અનુભવી શકી એ તેના જાણવામાં આવ્યું, એણે ધર્મ નિમિત્તે થતાં યુદ્ધો અન્ય પ્રજાના સંબંધમાં જાણ્યાં, આ રીતે એને તુલના કરવાનાં પ્રબળ સાધનો સાંપડ્યાં.
આદર્શોમાં ફેરફાર અને મોટે ફેરફાર તે આદર્શો ફરવાને થયો. જ્યારે સાહિત્ય મેટા પ્રમાણમાં પ્રાપ્ત થાય, વાડ્મયપ્રવેશ એ જીવનShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com