________________
પરિશિષ્ટ ત્રણ
૪૩ જેટલા સિક્કા તપાસ માટે મળેલા અને એ બધા એમના અંગત સંગ્રહમાં સચવાયા છે : દામજદશ્રી ૧લાનો એક, રુદ્રસિંહ ૧લાના ત્રણ, રુદ્રસેન ૧લાના સાત, દામજદશ્રી રજાના બે, દામસેનના દશ, યશોદામાં ૧લાનો એક, વીરદામાના પાંચ, વિજયસેનના સુડતાલીસ, દામજદશ્રી ૩જાના ચૌદ, વિશ્વસિંહના ત્રણ, ભર્તુદામાના ત્રણ, વિશ્વસેનના નવ અને રુદ્રસેન ૩જાના વીસ. આ સિક્કાઓની માહિતી ક્યાંય પ્રસિદ્ધ થયાનું જાણમાં નથી. ફક્ત આ લેખકે આ બધા સિક્કાઓની જાત માહિતી મેળવી હતી અને જેનો નિર્દેશ આ ગ્રંથમાં પરિશિષ્ટ બેમાં કરેલો છે.
સર્વાણિયા (વાંસવાડા જિલ્લો, રાજસ્થાન) : ૨૪૦૦ સિક્કાનો ઘણો મોટો જથ્થો ૧૯૧૧માં પ્રાપ્ત થયો હતો; જેમાંથી ૨૩૯૩ સિક્કા ગિ.વ.આચાર્યને તપાસવા કાજે પ્રાપ્ત થયા હતા. એ પછી દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરે એનું પુનરીક્ષણ કરેલું. આ નિધિમાં રુદ્રસિંહ ૧લાથી રુદ્રસેન ૩જા સુધીના બધા રાજાઓના, તેમ જ ઈશ્વરદત્તના અને કેટલાક અનભિજ્ઞેય સિક્કાઓનો સમાવેશ થયો છે. [વિગતવાર વર્ણન વાતે જુઓ : ગિ.વ.આચાર્ય, રજપૂતાના મ્યુઝિયમ, એન્યુઅલ રિપૉર્ટ, ૧૯૧૨-૧૩ અને દે.રા.ભાંડારકર, આસઈરિ., ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૨૨૭થી].
સાંચી (ભોપાલ પાસે) : ૧૯૧૬-૧૭માં આ સ્થળે થયેલા ઉખનનકાર્યને કારણે ૪૧ સિક્કા ઉપલબ્ધ થયા હતા : રુદ્રસેન ૧લાનો એક, રુદ્રસેન રજાના સાત, વિશ્વસિંહના બે, ભર્તુદામાના અગિયાર, વિશ્વસનના આઠ, રુદ્રસિંહ રજાના બે, રુદ્રસેન ૩જાનો એક અને અવાચ્ય એવા નવ સિક્કા આ જથ્થામાં છે. [માહિતી માટે જુઓ : કેટલૉગ ઑવ ધ મ્યુઝિયમ ઑવ ધ આર્કિૉલજિ એટ સાંચી, પૃષ્ઠ ૬૧થી),
સોનેપુર (છિંદવાડા જિલ્લો, રાજસ્થાન) : ૬૭૦ જેટલા સિક્કાનો એક નિધિ આ સ્થળેથી ૧૯૨૫માં હાથ લાગ્યો હતો, જેમાંના ૩૭ સિક્કા ગળાઈ ગયા હતા. આ નિધિમાં સંઘદામા સિવાયના રુદ્રસેન ૧લાથી રુદ્રસેન ૩જા સુધીના બધા રાજાઓના તેમ જ ઈશ્વરદત્તના અને કેટલાક અનભિજ્ઞય સિક્કાઓ સમાવિષ્ટ હતા. [વિગતે વર્ણન માટે જુઓ : જરૉએસોબેં., ૧૯૩૭, પુસ્તક ૩, નંબર ૨, પૃષ્ઠ ૯પથી].
ઉપર્યુક્ત સિક્કાનિધિઓના સંક્ષિપ્ત વર્ણનથી એક હકીકત એ નજર સમક્ષ આવી છે કે આ બધા નિધિઓમાં જ્યાં જ્યાં ઘણા ખરા ક્ષત્રપ રાજાઓના સિક્કાનો સમાવેશ થાય છે ત્યાં ત્યાં સંઘદામાના સિક્કાની અનુપસ્થિતિ ધ્યાનાર્હ જણાય છે. હા, અપવાદરૂપ બે અલગ અલગ નિધિમાં દામજદશ્રી રજાના અને યશોદામા ૧લાના સિક્કાઓની ગેરહાજરી આશ્ચર્ય જન્માવે છે. અપ્રાપ્ય વર્ષો
ધ કાર્દમક ક્ષત્રપ્સ ઑવ વેસ્ટર્ન ઇન્ડિયા” નામક બુલિટિન ઑવ ધ પ્રિન્સ ઑવ વેલ્સ મ્યુઝિયમમાં પ્રગટ થયેલા લેખમાં (૧૯૫૩-૫૪, અંક ૪) પરમેશ્વરીલાલ ગુપ્તએ ચાખનથી વિશ્વસેન સુધીના ક્ષત્રપ શાસકો વિશે વિગતે વર્ણન કરતી વેળાએ આ રાજાઓની સાલવારીની ચર્ચા પણ કરી છે અને કયાં કયાં વર્ષોના સિક્કા મળ્યા નથી તે પણ નોંધ્યું છે. જો કે એમણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org