________________
૧પ૧
પરિશિષ્ટ પાંચ કચ્છ જિલ્લાના દોલતપુર ગામેથી પ્રાપ્ત શિલાલેખ વર્ષ નો છે, જે શક સંવતના પ્રવર્તકના નામ વાસ્તે વિશેષ ઉપયોગી બની રહે છે. વર્ષ ૬ અને ૧૧ના લેખો ઈસ્વી ૮૪ અને ૮૯ બરોબર આવે છે. જો કે દોલતપુરનો વર્ષ જુનો યષ્ટિપ્લેખ ચાખનનો નથી. પણ એના સમયનો હોવાનું જણાય છે. લેખની પ્રથમ પંક્તિઓ ખંડિત છે છતાં કોઈ આભીર રાજાએ ચાષ્ટનના સમયમાં આ સ્મૃતિલેખ ખોડાવ્યો હતો. આથી, ચાષ્ટનના વર્ષ ૧૧ના આંધ લેખના સંદર્ભે વર્ષ દુનો લેખ એનો હોવા બાબતે શંકા રહેતી નથી. આમ સ્પષ્ટત: શક સંવતનો પ્રવર્તક ચાન્ટન હોવાના અનુમાનને આ કારણે પુષ્ટી મળે છે :
(૧) આપણા પશ્ચિમી ક્ષત્રપો શક જાતિના હતા એ વિશે હવે કોઈ શંકાને સ્થાન નથી. તેથી પશ્ચિમી ક્ષત્રપવંશોના બીજા કુળનો બીજો પુરુષ અને પ્રથમ શાસક ચાન્ટન પણ શક જાતિનો હતો એમ ખસૂસ કહી શકાય.
(૨) ઈસ્વીસન ૭૮માં શરૂ થયેલો સંવત એ શક સંવત હોવાનો સર્વસ્વીકૃત મત છે.
(૩) પશ્ચિમી ક્ષત્રપો સ્વતંત્ર સત્તાધીશ હતા એ આપણે પુરવાર કર્યું". એટલે ચાષ્ટન પણ સ્વતંત્ર સમ્રાટ હોઈ એણે સ્વતંત્ર સંવત ચલાવ્યો હોવાનું મંતવ્ય વ્યાજબી છે અને તે વાસ્તુનું કારણ એણે પુરોગામી નહપાને ગુમાવેલા વિસ્તારો સાતવાહન રાજા પાસેથી જીતીને પરત મેળવ્યા હતા તે છે.
(૪) જો પશ્ચિમી ક્ષત્રપો કણિષ્કના ઉપરાજ હતા અને એમણે કરિષ્ય શરૂ કરેલો સંવત ઉપયોગ્યો હતો તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તો પછી પશ્ચિમી ક્ષત્રપોએ કણિષ્કના સિક્કાઓનું અનુકરણ કેમ કર્યું ન હતું ? પશ્ચિમી ક્ષત્રપોના સિક્કાઓ કણિષ્કના સિક્કાઓ સાથે જરાય સરખું સામ્ય ધરાવતા નથી. હકીકતે એમના સિક્કાઓ અનેક રીતે વિલક્ષણ છે. ખાસ તો સિક્કા તૈયાર કરનાર સત્તાધીશ રાજા પોતાના પિતાનું નામ હોદ્દા સાથે પોતાના સિક્કા ઉપર
અંક્તિ કરે છે; જે બાબત કે આ પ્રથા કુષાણ સિક્કાઓમાં અને મુખ્યત્વે તો કણિષ્કના સિક્કાઓમાં જોવી પ્રાપ્ત થતી નથી. આથી કણિક્કે સંવત ચલાવ્યો હોય અને પશ્ચિમી ક્ષત્રપોએ એને અપનાવ્યો હોવાનો મત હવે સ્વીકાર્ય બનતો નથી.
(૫) નહપાન ચાષ્ટનનો સીધો પુરોગામી હતો તે આપણે આ ગ્રંથમાં પ્રકરણ છે અને સાતમાં અવલોક્યું છે. આ નહપાનને સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ હરાવેલો અને નહપાનની સત્તા હેઠળના દક્ષિણ તરફના વિસ્તારો શાતકર્ણિએ જીતી લીધેલા. આ પ્રદેશો તરત જ ચાણને પોતાના સામર્થ્યથી પાછા જીતી લીધા હતા. શક્તિશાળી સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકણિ ઉપર પ્રાપ્ત કરેલા વિજયની યાદમાં ચાષ્ટને સંવત પ્રવર્તાવ્યો હોવાનું અનુમાન અસંદિગ્ધપણે સૂચિત થાય છે અને તે સંવત એની જાતિના નામ ઉપરથી અનુકાલમાં શક સંવતના નામે વિખ્યાત થયો.
(૬) સંભવ છે ભવિષ્યમાં શક સંવત ૬ અને ૧૧ના વર્ષ પૂર્વેના વર્ષના નિર્દેશ કરતા લેખ મળી આવે અને ત્યારે આપણું અનુમાન વધુ સુદઢ બનશે કે શક સંવતનો પ્રારંભક ચાષ્ટન હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org