________________
પ્રકરણ અગિયાર
૧૯૭
પાદનોંધ ૧. ઇતિહાસનિરૂપણમાં આભિલેખિક સામગ્રીની ઉપયોગિતા ઘણી છે. પરંતુ એની કેટલીક મર્યાદા પણ
હેય છે જે વિશે ખાસ ધ્યાન ખેંચાયું નથી (વિગત વાસ્તે જુઓ રસેશ જમીનદારના ચાર લેખ
અભિલેખ વિદ્યાનો વિકાસ ૧,૨,૩,૪', વીસમી સદીનું ભારતઃ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં, સંપાદક રામલાલ પરીખ અને રસેશ જમીનદાર, ૧૯૭૭, પૃષ્ઠ ૧થી ૬૧.) સિક્કાઓની પણ આવી કેટલીક મર્યાદાઓ છે જે વિશે બહુ ચર્ચા થઈ નથી (જુઓ રસેશ જમીનદાર, ‘ભારતીય ઇતિહાસના નિરૂપણમાં સિક્કાઓની કેટલીક મર્યાદા', સ્વાધ્યાય, પુસ્તક ૮, અંક ૩, પૃષ્ઠ ૩૫૨થી ૩પ૬ અને
ડઝ ધ ફાઈન્ડ-સ્પોટ ઑવ કૉઇન્સ રીઅલી થ્રો લાઈટ ઑન હિસ્ટોરિકલ યૉગ્રાફી’, જોઇ., પુસ્તક ૨૨, અંક ૩, ૧૯૭૩, પૃષ્ઠ ૩૬૧થી.) ૨. ક્ષત્રપોના અભિલેખોનાં પ્રાપ્તિસ્થાન વિશે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ એક. ૩. આ બધાં તીર્થોનો-સ્થળોનો અર્વાચીન પરિચય આ પ્રમાણે છે : ચિલ્બલપદ્ર : આ સ્થળ કપૂરાહારમાં આવેલું છે. નાળિયેરીના દાનના સંદર્ભમાં આ સ્થળનો નિર્દેશ હોઈ આ વિસ્તાર દરિયાકિનારાનો હોવો જોઈએ. ગુજરાતમાં ચિખલી નામનાં દોઢેક ડઝન ગામો છે; જેમાંનાં દક્ષિણ ગુજરાતમાં સ્થિત કેટલાંક દરિયા નજીક છે. આમાંનું કર્યું ચિખલી તે સૂચિત કરવું મુક્લ છે. પ્રભાસપાટણ : આજના જૂનાગઢ જિલ્લાના વેરાવળ પાસેનું સોમનાથ પાટણથી ખ્યાત સ્થળ. ભરકચ્છ : વર્તમાન ભરૂચ. દશપુર : હાલનું મંદસોર, ગ્વાલિયર જિલ્લો, મધ્યપ્રદેશ. ગોવર્ધન : મહારાષ્ટ્રમાં નાસિક શહેર નજીક આવેલું હાલનું ગોવર્ધનપુર. શૂર્પરક : અર્વાચીન સોપારા, થાણા જિલ્લો, મહારાષ્ટ્ર સુવર્ણમુખ : આ સ્થળ ઓળખવું મુશ્કેલ છે. જો કે નિર્દિષ્ટ સ્થળોના પૂર્વાપર સંબંધથી આ જગ્યા પણ મહારાષ્ટ્રમાં આવેલી હોય. ઉત્તરપદ મુરઘથી એ સ્થળ દરિયાકિનારા પાસે આવેલું હોઈ શકે. રામતીર્થ : સોપારામાં (જુઓ શૂર્પારક) આવેલું રામકુંડ નામનું તળાવ (બૉગે., પુસ્તક ૧૪, પૃષ્ઠ ૩૪૦ અને પુસ્તક ૧૬, પૃષ્ઠ ૫૭૨). નાનંગોલ : અર્વાચીન નારગોલ (ઉંબરગામ તાલુકો, વલસાડ જિલ્લો) જે સંજાણની ઉત્તર-પશ્ચિમે છે કિલોમીટરના અંતરે આવેલું છે. પુષ્કર : રાજસ્થાનના અજમેરની પશ્ચિમે નવ કિલો મીટર દૂર આવેલું પ્રસિદ્ધ તીર્થ અને તળાવ. કરજિક : મુંબઈ-પૂણે રેલવે ઉપર કરજત નામનું સ્ટેશન છે, જે સંભવતઃ આ કરજિક હોય. દાહનૂકાનગર : અર્વાચીન દહાણું, થાણા જિલ્લો, મહારાષ્ટ્ર, કેકાપુર : સ્થળ ઓળખી શકાતું નથી. ઉજ્જયિની : ક્ષિપ્રા નદીને કિનારે આવેલું વર્તમાન ઉજ્જૈન, મધ્યપ્રદેશ. ધનકાટ : મહારાષ્ટ્રની ગુફાઓના લેખોમાં આ સ્થળનો નિર્દેશ વારંવાર જોવા મળે છે. જો કે આ સ્થળ
નિશ્ચિત રીતે ઓળખી શકાતું નથી. ૪. આ બધી નદીઓનો અર્વાચીન સંદર્ભ આ મુજબ છે :
બાર્ણાશા : ચંબલને મળતી અર્વાચીન બનાસ નદી સંભવે છે. ભગવાનલાલ આ નદીને પાલનપુર નજીકની બનાસ માને છે (બૉગે., પુસ્તક ૫, પૃષ્ઠ ૨૮૩ અને પુસ્તક ૧૬, પૃષ્ઠ ૬૩૩). આ નદી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org