________________
પ્રકરણ તેર
૨૨૭
દોઢહજાર વર્ષ પૂર્વેના સિક્કાઓની વર્તમાને ઉપલબ્ધિથી એવી ધારણા દર્શાવી શકાય કે કેટલીક વાર કુદરતી આબોહવાને કારણે જમીનમાં દાટેલા હોવાથી આંતરિક રાસાયણિક પ્રક્રિયાને લીધે વજનમાં વધઘટ થવા સંભવે છે. કેટલીક વાર સિક્કાની વારંવારની હેરફેરથી થતા ઘસારાને કારણેય એના વજન કે કદમાં ઘટાડો સંભવી શકે છે. આથી, વજન અને વ્યાસમાં જોવા મળતી વધઘટથી બધી વખત આર્થિક ચડતીપડતીનું સૂચન કે અનુમાન વિચારવું યોગ્ય નથી.
ક્ષત્રપ સિકકાઓનો ગોળ આકાર ગ્રીક અસર સૂચવે છે એમ ઘણા વિદ્વાનોનું માનવું છે. પરંતુ આપણા દેશમાં ઘણા પૂર્વકાળથી વિવિધ આકારના સિક્કાઓ પ્રચારમાં હતા, જેમાં ગોળ સિક્કાઓનો સમાવેશ થતો હતો. વિશુદ્ધિ (ઈસ્વી પાંચમી સદીનો આરંભકાળ)નામના ગ્રંથમાં
એક સ્થળે બુદ્ધઘોષ વિવિધ આકારના સિક્કાઓની નોંધ દર્શાવે છે, જેમાં પરિમંત્ર (ગોળ) સિક્કાઓ પણ છે૫૪. ભાંડારકર કહે છે કે ક્ષત્રપોના ગોળ સિક્કાઓ ગ્રીક અનુકરણવાળા નથી; કેમ કે પૂર્વ સમયના કેટલાક કાર્દાપણ સિક્કાઓ ગોળ આકારના જોવા મળે છે૫. શતપથ વ્રીમમાં તો શતમાન સિક્કા ગોળ હોવાનો સ્પષ્ટ નિર્દેશ છે". સિક્કા-નિર્માણની પદ્ધતિ
આ શાસકોની સિક્કાઓનાં સૂક્ષ્મ નિરીક્ષણથી અનુમાની શકાય કે એના નિર્માણ કાજે કોઈ યંત્ર કે કોઈ સંપૂર્ણ સાધન જરૂર ઉપયોગમાં લેવાતું હશે. સાંચીમાંથી પકવેલી માટીની મુદ્રાઓ મળી છે. આ મુદ્રાઓમાં ચાંદીનો રસ(પ્રવાહી) રેડીને સિક્કા તૈયાર કરવામાં આવતાં હશે. માટીનાં બીબોની મદદથી પણ સિક્કા નિર્માણ થતા હોવાનું સૂચવાયું છે. આમાં બેવડાં બીબાં (double die)નો વિનિયોગ થતો હશે. સંભવ છે કે ક્ષત્રપોના સિક્કાય બીબોની મદદથી તૈયાર થતા હશે. ટંકશાળ
આટલી મોટી સંખ્યામાં ઉપલબ્ધ થયેલા૫૮ આ રાજાઓના સિક્કા કોઈ ટંકશાળમાં નિર્માણ પામ્યા હોવા જોઈએ. સામાન્યતઃ ટંકશાળ પાટનગર કે રાજધાનીમાં હોવાનું સૂચવાય છે. અતઃ નહપાનના સમયમાં સંભવતઃ ભરૂચમાં અને ચાખાનાદિ રાજાઓના સમયમાં ઉજ્જનમાં ટંકશાળ હોવાનો સંભવ દર્શાવી શકાય. ક્ષત્રપ શાસનના અંત ભાગમાં એમની સત્તા ગુજરાત પૂરતી સીમિત રહી હોય તો ત્યારે પ્રાયઃ જૂનાગઢમાં ટંકશાળ હોવાથી અટકળ સૂચવી શકાય. પરંતુ ભરૂચ અને ઉજ્જનમાંથી હજી સુધી ક્ષત્રપ સિક્કાઓનો કોઈ સંગ્રહ હાથ લાગ્યો નથી, જૂનાગઢમાંથી ઉપરકોટ વિસ્તારમાંથી ૧૨૦૦ સિક્કાનો એક નિધિ પ્રાપ્ત થયો છે. હમણાં જૂનાગઢ જિલ્લાના એક ગામેથી આ રાજાઓના ૫૦૦ જેટલા ચાંદીના સિક્કાનો એક નિધિ મળી આવ્યો હતો. વળી રદ્રદામાનો શૈલલેખ તથા બાવાપ્યારાની અને ઉપરકોટની ગુફાઓ પણ જૂનાગઢમાં આવેલી હોઈ. ક્ષત્રપોના સમયમાં જૂનાગઢનું વિશિષ્ટ સ્થાન હોવાનું ધ્યાનમાં લઈએ તો એવું અનુમાની શકાય કે ટંકશાળ પ્રાયઃ આરંભથી અંત પર્યત જૂનાગઢમાં હોવી જોઈએ, કેમ કે છેક સુધી આ નગર ક્ષત્રપોને હસ્તક રહ્યું હતું. ક્ષત્રપસિક્કાની અનુકાલીન અસર
આકાર અને પદ્ધતિ જોતાં શ્રી સર્વ ભટ્ટારકના સિક્કાઓ ક્ષત્રપ અસર સૂચિત કરે છે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org