________________
ક્ષત્રપકાલીન ગુજરાત
૩૩૬
કમરબંધ અને સુશોભિત પાટલી આ પ્રતિમાઓનો સમય ઈસુની ચોથી સદીના અંતભાગનો હોવાનું સૂચિત કરે છે૪૧.
ખેડબ્રહ્મામાંથી આશરે ૧.૩૫ સેંટીમીટ૨ ઊંચું વિશાળ એવું એકમુખી એક શિવલિંગ મળ્યું છે, જે પણ વડોદરાના સંગ્રહાલયમાં છે. શિવલિંગના ગળામાંનો હાર પુરાણો જણાય છે. એની આંખો ખુલ્લી છે, જે ક્ષત્રપકાલીન શિલ્પોની વિશેષતા છે. આ શિવમુખ મથુરાનાં કુષાણકાલીન શિલ્પોની સ્મરણયાત્રા કરાવે છે. ખેડબ્રહ્મામાંથી ક્ષત્રપ સમયની ઈંટો હાથવગી થતી હોઈ તથા તેનાં નયન વિસ્ફારિત હોઈ આ પ્રતિમા પણ ક્ષત્રપકાલની હોવાનું સૂચવી શકાયર.
શામળાજીના વિશાળ પરિસરમાંથી લિંગયુક્ત ઈંટેરી પીઠવાળાં શૈવમંદિરોના ઘણા અવશેષ મળ્યા છે. સંભવતઃ માતૃકાઓ અને નાગણોની પાષાણ-પ્રતિમાનો અહીંથી પ્રાપ્ત એક સમૂહ વડોદરાના સંગ્રહાલયમાં સ્થિત છે. એમનો સમય ઈસ્વીપૂર્વની પહેલી સદીથી ઈસુની બીજી સદી સુધીનો અંદાજી શકાય.
ડાંગ વિસ્તારના આહવામાંથી એક નાનું શિલ્પ હાથ લાગ્યું છે, જે ખંડિત છે અને જેનાં ફક્ત માથું અને ઘડના થોડા ભાગ તેમ જ જમણો હાથ અને ડાબા હાથનો થોડો ભાગ અસ્તિત્વ ધરાવે છે. શિલ્પના હાથમાં ઘણી બંગડી જોવી પ્રાપ્ત થાય છે. એના વક્ષસ્થલનો ભાગ તૂટેલો છે. એનો જમણો હાથ કોણીમાંથી ઊંચે તરફ વળેલો છે અને હાથમાં કમળ ધારણ કરેલું છે. એનું મુખારવિંદ સુંદર અને ભરાવદાર છે. કાર્લ અને અેરીનાં ક્ષત્રપકાલીન શિલ્પ સાથે સામ્ય ધરાવતાં આ શિલ્પનું સમયાંકન ઈસુની બીજી સદીનું સૂચવાયું છે. આ શિલ્પ કોઈ દેવી કે યક્ષિણીનું હોવું જોઈએ”.
સુરત જિલ્લાના તેન ગામેથી નાની અને ખંડિત એવી એક પ્રતિમા મળી છે જે દોલતપરની મુખાકૃતિ અને ભિન્નમાલની વિષ્ણુમૂર્તિ સાથે સરખાવી શકાય તેમ હોઈ ક્ષત્રપકાલની હોવાનું સ્પષ્ટ થાય છે. આ પ્રતિમાનો ટોપીઘાટનો મુકુટ વધારે ઊંચો છે. પ્રતિમાના ડાબા હાથમાં શંખ છે અને કંઠે હાંસડી છે૫.
વડનગરમાંથી આકસ્મિક રીતે હાથ લાગેલાં ત્રણ શિલ્પો અત્રે પ્રસ્તુત છે : (૧) ૧૯૯૨માં વડનગરના ઘાંસકોળ દરવાજેથી બે કિલોમીટરના અંતરે આવેલા ખેતરમાંથી એક અર્જિત મુખલિંગ હાથ લાગ્યું હતું. પારેવા પથ્થરમાંથી કંડારેલું આ મુખલિંગ થોડુંક ખંડિત છે. કેશરચના અને પદકયુક્ત માળાથી શોભિત આ મુખલિંગની સમગ્ર ઊંચાઈ ૧.૪૨ સેંટીમીટરની છે. (૨) હાટકેશ્વર મહાદેવના પ્રાંગણમાંથી સીમેન્ટથી અચલ સ્થિતિમાં રહેલું એક ખંડિત શિલ્પ જોવું પ્રાપ્ત થાય છે. પારેવા પાષાણમાંથી ઘડાયેલું આ શિલ્પ પર્યંકાસનસ્થ દેવનું છે અને ઊંચાઈ ઉપર સ્થિત છે. આ શિલ્પ સમગ્રતયા સુંદર છે. શિલ્પના બંને હસ્તની સ્થિતિનાં દર્શન સંભવતઃ તેને સૂર્યપ્રતિમા હોવાનું સૂચિત કરે છે. (૩) ઘાંસકોળ દરવાજેથી અડધો કિલોમીટરના અંતરે નૈઋત્યમાં આવેલા એક ખેત૨માંથી ૧૯૯૨માં બોધિસત્વની સલેખ પ્રતિમા હાથ લાગી હતી. રાતા પથ્થરમાંથી નિર્માયેલું આ શિલ્પ જટાધારી અને પદ્માસનસ્થ છે. પીઠિકાના પદ્માસન ઉપર લખાણ છે જે બે પંક્તિમાં અગિયાર શબ્દોથી યુક્ત છે. લિપિ બ્રાહ્મી છે અને ભાષા પાલિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org