________________
૩૫ર
ક્ષત્રપકાલીન ગુજરાત પૂર્વકાલીન ભારતના બધા પ્રદેશમાં આ સંસ્થાઓ આધુનિક બૅક જેવું કાર્ય કરતી હતી. આથી દર્શાવી શકાય છે કે વ્યાજે નાણાં ધીરવાનો કે રોકેલી મૂડીનું વ્યાજ આપવાનો રિવાજ હતો, જે આર્થિકવિકાસનું દ્યોતક ગણાય. જમીન અને ખેતીવાડી
- સાધુઓને દાન આપવા સારુ ઉષવદાજે ૪000 કાર્દાપણ આપી જમીનનો ટુકડો ખરીદ્યો હતો. નહપાનનો જમાઈ હોઈ સરકારમાં સારી લાગવગ ધરાવતો હોવો જોઈએ અને છતાંય તેનો લાભ લેવાને સ્થાને જમીન સ્વયં ખરીદે છે. આ ઉપરથી સૂચિત થાય છે કે ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં જમીનની માલિકી વ્યક્તિગત સ્વરૂપની હશે અને રાજય સરકારનું માલિકીપણું ફક્ત નકામી અને પડતર જમીન પૂરતું સીમિત હોવું જોઈએ.
જમીનના માપ અને મૂલ્ય વિશે કોઈ જાણકારી હાથવગી થતી નથી; કેમ કે ઉષવદારે ૪૦૦૦ કાર્દાપણ આપી જમીન ખરીદી હતી પણ તે જમીન કેટલી હતી અને કેટલા માપની હતી તેની કોઈ નોંધ તે લેખમાં નથી.
ખેતી આ સમયમાં ગુજરાતમાં મુખ્ય વ્યવસાય હતો. સુદર્શન તળાવનું નિર્માણ એમાંથી ખોદાવેલી નહેરો, અતિવૃષ્ટિથી બંધ તૂટતાં રાજ્યના ખર્ચે તેનું સમારકામ, ભરૂચ વગેરે બંદરેથી થતી ચીજવસ્તુઓની નિકાસ, ઉષવદારે દાનમાં આપેલી જમીન વગેરે વિગતો ઉપર્યુક્ત અનુમાનને સમર્થન આપે છે. ખેતીનો વિકાસ એ રાજયની જવાબદારી હોય એમ પણ આ વિગતોથી દર્શાવી શકાય છે. જો કે ખેતીના વિકાસની નિસબત એ રાજયના વહીવટી ક્ષેત્રમાંનું પ્રાથમિક લક્ષણ હોય એનો આભિલેખિક પુરાવો એટલે ગિરિનગરના પ્રાંગણમાં સ્થિત અને અશોકનાં ધર્મશાસન જેના ઉપર કંડારાયેલાં તે “અશોકનો શૈલલેખ”.
આ સમયના ગુજરાતમાં એના સૌરાષ્ટ્ર પ્રદેશમાં જમીન કસવાળી અને ફળદ્રુપ હોય એમ પેરિપ્લસની નોંધથી સમજાય છે : અહીં (એટલે સુરાષ્ટ્રમાં) ઘઉં, ચોખા, તલનું તેલ, તાવેલું માખણ, કપાસ અને એમાંથી જાડું કાપડ પેદા થાય છે. ઇતિ. ઉપરાંત જુવાર, બાજરી, શેરડી, મગફળીની ખેતી પણ થતી હશે. “એ મૂલક (એટલે સૌરાષ્ટ્રોમાં ઢોર ઘણું ઉછેરવામાં આવે છે'એવી પેરિપ્લસની નોંધથી સૂચવાય છે કે પશુપાલનનો વ્યવસાય ખેતીને પૂરક બન્યો હશે. ખાનપાન
આપણે અગાઉ અવલોકી ગયા કે આ સમયના ગુજરાતમાં લલિત સાહિત્યની રચના નહીંવત છે. સાહિત્યની જે કૃતિઓ ઉપલબ્ધ થઈ છે તે તો મુખ્યત્વે દાર્શનિક હોઈ એમાંથી સમાજજીવનને દર્શાવતી વિગત મળતી નથી.
પરંતુ અગાઉ નોંધ્યું તેમ ખેતપેદાશના સંદર્ભમાં એવું સૂચવી શકાય કે સામાન્યતઃ આ સમયની પ્રજા ઘઉં, બાજરી, ડાંગર, જવ વગેરેનો ખોરાકમાં ઉપયોગ કરતી હશે. પશુપાલનના વ્યવસાયના અનુસંધાને દર્શાવી શકાય કે ખોરાકમાં દૂધ-ઘીનો વપરાશ થતો હશે. સમુદ્રકાંઠાના નિવાસીઓ સંભવતઃ માછલીનો ઉપયોગ ખોરાક તરીકે કરતા હોવા જોઈએ. શક લોકો ડુંગરીના શોખીન હતા એવો નિર્દેશ વાડ્મટના છે. ટૂંકમાં છે, તો તેઓ માંસ, ઘઉં, અને માધ્વીક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org