________________
પ્રકરણ બાવીસ
ઉપરના, લેખનાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ અદકેરાં છે. એનો આ લેખ ગિરિનગરમાં આવેલા સુદર્શન જળાશયના નિર્માણના સમારકામ અંગે ઉત્કીર્ણ કરાયો છે. આ લખાણમાં શરૂઆતમાં અતિવૃષ્ટિથી બંધના તૂટ્યાનો અને પછી તૂટેલા બંધને સમરાવીને તેને ત્રણગણો મજબૂત તેમ જ વિસ્તૃત કરાવ્યાનો નિર્દેશ છે. આમ તો આ સમારકામને સ્પર્શતી પ્રાસંગિક હકીકતી માહિતી કહેવાય. પરંતુ આ લખાણનું ખરું ઐતિહાસિક મહત્ત્વ એમાંની આઠમી-નવમી પંક્તિમાં સમાયેલું છે; કેમ કે એમાં જળાશયનો પૂર્વ ઇતિહાસ ઉલ્લેખ પામ્યો છે. તદનુસાર આ જળાશય મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય (સૂબા) પુષ્યગુપ્ત વૈશ્ય બંધાવેલું અને અનુકાલમાં તેના પૌત્ર અશોક મૌર્યના રાષ્ટ્રીય યવનરાજ તુષાફે તેમાંથી નહેરો તૈયાર કરાવી સિંચાઈની સુવિધા કરેલી તેનો રુદ્રદામાના લેખમાં થયેલો નિર્દેશ ઐતિહાસિક દૃષ્ટિનો અપ્રતિમ અને અદ્વિતીય નમૂનો તો છે જ; પણ ભારતના પૂર્વકાલીન ઇતિહાસમાં આ પ્રકારનો આભિલેખિક પુરાવો પહેલપ્રથમ છે. આમ, આ લેખમાં નિહિત મૌર્યકાલની પ્રસ્તુત હકીકત ઉપરથી ખસૂસ એટલું તો સ્પષ્ટ થાય છે કે ઘટનાઓને લગતી ઐતિહાસિક નોંધ રાખવાની કોઈ વિશિષ્ટ વ્યવસ્થા ક્ષત્રપકાલ દરમ્યાન હોવાની પ્રતીતિ થાય છે. કહો કે, દસ્તાવેજીકરણ કે દફતરવિદ્યાને સૂચવતો આભિલેખિક એવો આ પુરાવો ગિરિનગરના લખાણથી હાથવગો થાય છે. મૌર્યોના સમકાલીન કોઈ જ્ઞાપકમાં કે અનુકાલીન પણ પ્રા-ક્ષત્રપકાલીન કોઈ સાધનમાંય આ પરત્વે, કશોય ઉલ્લેખ નથી. ત્યારે રુદ્રદામાના લખાણમાંની પ્રસ્તુત વિગત આપણા દેશમાં દફતરવિદ્યાના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આમ ઐતિહાસિક દસ્તાવેજી નોંધ રાખવાની વહીવટી પ્રણાલી ક્ષત્રપકાલીન ગુજરાતે રાષ્ટ્રને ચરણે સમર્પિત કરી એમ કહી શકાય.
કાલગણનામાં પ્રથમ
આપણે અવલોકી લીધું છે કે શક સંવતની પ્રસ્થાપના ક્ષત્રપ રાજવી ચાષ્ટ્રને કરી હતી. આમ ભારતવર્ષમાં પ્રચલિત-પ્રસારિત શક સંવતની સંસ્થાપના કરીને, પશ્ચિમ ભારતમાં ચાર ચાર સદી પર્યંત તે સંવતને ચાલુ રાખીને ભારતીય સંવતોના ઇતિહાસમાં મૂઠી ઊંચેરું સ્થાન અપાવીને તેમ જ એ સંવત અનુકાલમાં એમની જાતિના નામ ઉપરથી શબ્દ સંવત તરીકે ઓળખાવ્યો તે પરથી અને જે સંવત આજેય ભારતના કેટલાક ભૂભાગમાં અમલી છે તેમ જ ભારતીય જ્યોતિષવિદ્યામાં એનું જે આગવું સ્થાન છે તે ઉપરથી અને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય સંવત તરીકે જેનું સન્માન થયું છે તે પરથી સ્પષ્ટ થાય છે. આ રીતે, ભારતીય કાલગણનાના ઇતિહાસમાંય ક્ષત્રપકાલીન ગુજરાતનો ફાળો વિશેષ ધ્યાનાર્હ ગણાય છે.
સ્થાપત્ય અને શિલ્પ
૩૬૧
જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં સ્થિત બાવાપ્યારા અને ઉપરકોટનો શૈલોત્કીર્ણ ગુફાસમૂહ, આ ગુફાઓમાં કંડારેલી અને સુરક્ષિત મનોહર શિલ્પાકૃતિઓ અને અન્ય ભૌમિતિક આકૃતિઓ, ચૈત્યગવાક્ષો અને વિશિષ્ટ ભાત-પરંપરા, સ્તંભ-નિર્માણ શૈલી-આ બધાંને કારણે ભારતની પૂર્વકાલની શૈલોત્કીર્ણ ગુફાઓમાં મહત્ત્વનું લાક્ષણિક સ્થાન આ સ્થાપત્યકળાએ સંપ્રાપ્ત ક્યું છે. આવી જ રીતે, ચારેક દાયકા પૂર્વે દેવની મોરીના મહાસ્તૂપ અને મહાવિહારે પણ આપણા દેશનાં ઈંટેરી સ્થાપત્યમાં આગવું સ્થાન અંકે કર્યું છે; ખાસ કરીને મહાતૂપના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org