________________
પ્રકરણ બાવીસ
363
ધર્મ-સહિષ્ણુતા
ધર્મ ક્ષેત્રે સહિષ્ણુતા દર્શાવવી એ એક દષ્ટિએ, કહો કે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં, અશક્ય નહીં તો મુશ્કેલ કાર્ય જરૂર છે. જો કે ભારતની સાંસ્કૃતિક પરંપરામાં ધાર્મિક સહિષ્ણુતા હકીકતે તાણાવાણાની જેમ માનવજીવનમાં ગૂંથાયેલી છે. આ બાબતેય ક્ષત્રપ રાજાઓ અને તત્કાલીન ગુર્જર પ્રજા મૂઠી ઊંચેરું કાઠું ઉપસાવી શક્યા છે. ક્ષત્રપ શાસકોના રાજ્ય-અમલ દરમ્યાન ગુજરાતમાં એક સાથે બૌદ્ધ, જૈન અને હિન્દુ ધર્મો (ખાસ કરીને પાશુપત શૈવ સંપ્રદાય) પ્રવર્તમાન અને પ્રચારિત હતા તેમ જ પ્રત્યેકનું પોતાનું આગવું વ્યક્તિત્વ પણ સુચારુ રીતે સુદઢ હતું. અલબત્ત, આ ત્રણેય ધર્મ વચ્ચે તાત્ત્વિક કક્ષાના વાદવિવાદ થતા રહેલા હોવા છતાંય એકંદરે કડવાશનાં વાતાવરણ અને પર્યાવરણ ખાસ ક્યાંય જોવા મળતાં નથી તેમ જ તે મિષે કોઈ હિંસક અથડામણ પણ નોંધાઈ નથી. આમ, ધાર્મિક સહિષ્ણુતા ક્ષેત્રેય ગુજરાત ઉન્નત મસ્તકે ગતિમાન હતું અને આપણે ક્ષત્રપકાલનું મહત્ત્વનું લક્ષણ ગણાવી શકીએ. પાશુપત શૈવપંથનું ઉદ્દભવસ્થાન વડોદરા જિલ્લામાં સ્થિત હાલના કારવણ (તત્કાળે કાયાવરોહણ)માં છે. આ પંથના પ્રવર્તક નકુલીશ-લકુલીશનો અવતાર આ સ્થળે થયો હોવાનું સ્પષ્ટ છે. આ રીતે, પાશુપત સંપ્રદાય મારફતે ગુજરાત અને ક્ષત્રપોએ શૈવસંપ્રદાયના વિકાસમાં પોતાનો પ્રશસ્ય ફાળો બક્યો છે. જૈનધર્મના શ્વેતાંબર અને દિગંબર પંથના વિભેદ પણ ગુજરાતમાં ક્ષત્રપકાલ દરમ્યાન થયેલા એમ એક જૈન અનુશ્રુતિથી સૂચવાય છે. દેવેન્દ્રસૂરિનાં તર્જનસર (શ્લોક ૧૧) અને મવસંપ્રદ (શ્લોક પ૨-૭૫) પુસ્તકોમાં જણાવેલી વિક્રમ સંવત ૧૩૬માં વલભીમાં થયેલી સેવ (જેતપટશ્વેતાંબર) સંપ્રદાયની ઉત્પત્તિ તેમ જ દિગંબર સંપ્રદાયમાં જણાવેલી વીર સંવત ૬૦૯ (વિક્રમ સંવત ૧૩૯)માં વલભીપુરમાં થયેલી તિ (વસ્ત્રધારી) સંપ્રદાયની ઉત્પત્તિને લગતી અનુશ્રુતિ વિગતે ઐતિહાસિક ન હોય તો પણ જૈન ધર્મના આ બે પેટા સંપ્રદાય ગુજરાત સાથે સંલગ્નિત હોવાનો પ્રત્યય થાય છે. આમ, ક્ષત્રપકાલીન ગુજરાતનો જૈન ધર્મના અભ્યદયમાં અને ધાર્મિક સહિષ્ણુતામાં પ્રશંસાઈ ફાળો હોવાનું ગણાવી શકાય. વેપારવણજ ક્ષેત્રે '
ગુજરાતે આ ક્ષેત્રે પણ પાછી પાની કરી નથી; બલકે એમ કહેવું જોઈએ કે વેપારવણજના ક્ષેત્રે ગુજરાતનું યોગદાન ધ્યાના સ્વરૂપનું હતું. વિદેશો સાથેના વેપારમાં ક્ષત્રપકાલ દરમ્યાન સમગ્ર દેશનું મહત્ત્વનું વેપારી મથક અને બંદર હતું ભરુકચ્છ; જે ક્ષત્રપોના પ્રારંભિક અમલ દરમ્યાન એટલે કે ક્ષહરાત રાજા નહપાની તે રાજધાની હતી. છેક માલવા અને રાજસ્થાન તેમ જ દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાંથી આ બંદરે કાચો માલ અને તૈયાર ચીજવસ્તુઓ આવતાં અને અહીંથી તેની નિકાસ વિદેશમાં થતી હતી. તેમ વિદેશથી આવતી એટલે આયાત થતી ચીજવસ્તુઓ પણ ભરૂચ બંદરે ઠલવાતી એવી નોંધ પરિપ્લસે કરી છે. ઈસુના આરંભકાળ સુધી ગ્રીક લખાણવાળા અને સિકંદરના અનુગામી રાજાઓ અપલદત્ત અને મિનેન્ટરની છાપવાળા સિક્કાઓનું-દિરામનું ચલણ બારીગાઝામાં છે અને દેશી ચલણના બદલામાં જેના ઉપર સારો વટાવ મળે છે તેવા સોનાચાંદીના સિક્કા ભરૂચમાં ઠલવાય છે એવા પેરિપ્લસના ઉલ્લેખથી સૂચિત થાય છે કે ક્ષત્રપકાલના શાસનના આરંભમાં વિદેશો સાથે, ખાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org