________________
૩૬૪
ક્ષત્રપકાલીન ગુજરાત કરીને ગ્રીસ અને રોમ સાથેનો ગુજરાતનો વેપાર ઘણા વ્યાપક પ્રમાણમાં થતો રહેતો હતો અને ભરુકચ્છ એ વેપાર-ઉદ્યોગનું ત્યારે ધીકતું વાણિજિયક મથક અને મોટું બંદર હતું. અહીં એ બાબત નોંધવા યોગ્ય છે કે પેરિપ્લસના સમયમાં ભરૂચનો રાજા નહપાન હતો અને તે કોશસમૃદ્ધ હતો. ભરૂચ ઉપરાંત કામરેજ, દ્વારકા, માંગરોળ, પ્રભાસ, ગોપનાથ, હાથબ, વલભી, નગરા, સંજાણ વગેરે સમુદ્રતટે કે સમુદ્ર પાસે આવેલાં સ્થળવિશેષ પણ વેપારવાણિજયનાં બંદરનગરો તરીકે પ્રતિષ્ઠિત હતાં. આમ, ગુપ્તકાલીન ભારતની આર્થિક સમૃદ્ધનું રહસ્ય ક્ષત્રપકાલીન ગુજરાતના વેપારવણજની પ્રવૃત્તિક પ્રક્રિયાથી સ્પષ્ટ થાય છે. સાંસ્કૃતિક યોગદાનનાં શાપક
ક્ષત્રપકાલીન ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિના વિશ્લેષણ અને નિરૂપણમાં મુખ્ય અને મહત્ત્વનાં જ્ઞાપક છે ક્ષત્રપ રાજાઓએ નિર્માણ કરાવેલા અને વર્તમાને મોટી સંખ્યામાં હાથવગા થયેલા ચાદીના સિક્કા. આ સિક્કાસાધને કેવળ ગુજરાતમાં જ નહીં, ભારતના પૂર્વકાળના સિક્કામાંય અનોખું અને અદ્વિતીય સ્થાન સંપ્રાપ્ત કર્યું છે. અલબત્ત, આ રાજાઓના ચાંદીના પ્રત્યેક સિક્કામાં સ્થાન પામેલી રાજાની મુખાકૃતિ ઉપર ગ્રીક અસર ભલે સૂચવાય; પરંતુ આ રીતે સિક્કા ઉપર તેના નિર્માણકર્તા રાજાની મુખાકૃતિને સ્થાન આપવાની ક્ષત્રપોની પ્રણાલિકા અનુકાળમાં પ્રવર્તમાન રહી તેનો ખરો યશ પ્રાયઃ ક્ષત્રપ સિક્કાને ફાળે જાય છે તે ઘટના જ ધ્યાનાહ ગણાય; કેમ કે ચાર સૈકા સુધી એમના સિક્કાએ આ પ્રથાને અવિરત અમલી બનાવી હતી. પણ સિક્કાવિજ્ઞાનના ક્ષેત્રમાં આથી વિશેષ મહત્ત્વ આ સિક્કાઓનું છે પૃષ્ઠભાગ ઉપર ઉપસાવેલાં લખાણમાં. અપવાદ સિવાય ચાંદીના પ્રત્યેક સિક્કા ઉપર તેના સર્જકરાજાનાં નામ અને હોદ્દા સહિતની વિગત ઉપરાંત તેના પિતાનાં નામ અને હોદ્દાનો નિર્દેશ કરવાની પદ્ધતિએ, કહો કે અભિનવ પ્રથાએ, રાજકીય ઇતિહાસનાં નિરૂપણમાં અગત્યની એવી વંશાવળી તૈયાર કરવા કાજે અતિ ઉપકારક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રસ્થાપિત કરી ભારતના પૂર્વકાળના સિક્કાશાસ્ત્રના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન અંકે કરી લીધું છે તે સ્વયમ્ ધ્યાનાર્હ છે; જે પ્રથા અનુકાળે ગુપ્ત રાજાઓના સોનાના અને ક્ષત્રપ અનુકરણયુક્ત એમના ચાંદીના સિક્કામાં પણ જોવી પ્રાપ્ત થતી નથી. ભારતીય સિક્કાવિદ્યાનો આ એક રસપ્રદ કોયડો છે.
- સિક્કા ઉપર મિતિ દર્શાવવાની પ્રથા પણ ક્ષત્રપ સિક્કાની બીજી વિશેષતા છે, જે પ્રથા પછીથી ગુપ્ત સમ્રાટોના સિક્કામાં ચાલુ રહી હતી. આ પ્રથાને કારણે જે તે રાજવંશની સાલવારી તૈયાર કરવામાં સુગમતા પ્રાપ્ત થાય છે. સિક્કા ઉપર આમ તિથિનિર્દેશ, કહો કે સિક્કા ઉપર તે પાડયાનું વર્ષ આપવાની, કરવાની પદ્ધતિ સંભવતઃ ભારતમાં પહેલપ્રથમ હતી. અને આ કારણેય ભારતીય સિક્કાવિજ્ઞાનના ઇતિહાસમાં ક્ષત્રપાલનું સ્થાન મહત્ત્વનું છે. અંતે
આમ, સમગ્રતયા ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિના ઘડતરમાં ક્ષત્રપકાલનું અને તે દ્વારા ભારતના સર્વગ્રાહી રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનાં ઘડતરમાં, કહો કે આપણા દેશનાં રાજકારણ, રાજવહીવટ, સિક્કાવિજ્ઞાન, કાલગણના, લલિતકળા, સાહિત્ય, ધર્મ અને વેપારવણજના વિકાસમાં અને અભ્યદયમાં ઘણો ફાળો પ્રદત્ત કર્યો છે તે બાબત જ ગુજરાતના આ કાલખંડની વિશેષતા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org