________________
૩૬૦
ક્ષત્રપકાલીન ગુજરાત પ્રસ્થાપવાની એક ઉમદા તક અંકે કરી હતી. અગાઉ નોંધ્યું તેમ ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસમાં ક્ષત્રપ રાજવીઓનું શાસન તો નિઃશંક પહેલું દીર્થશાસન તો છે જ; પણ ભારતના ઐતિહાસિકયુગના રાજવંશોમાંય પ્રાયઃ એમનું દીર્થશાસન આદ્ય હોવા સંભવે છે; કેમ કે એમના પુરોગામી રાજવંશ મૌર્યોએ લગભગ એકસો ઓગણ-ચાલીસ વર્ષ (ઈસ્વીપૂર્વે ૩૨૨થી ઈસ્વીપૂર્વ ૧૮૪) જેટલો સમય શાસનનાં સૂત્રો સંભાળ્યાં હતાં; જ્યારે એમના અનુગામી રાજવંશના ગુપ્તોએ લગભગ દોઢસો વર્ષ સુધી (ઈસ્વી ૩૧૯થી ૪૭૦ સુધી) રાજસત્તા સંભાળી હતી. આમ, ગુજરાત અને તે સાથે ભારતના રાજકીય ઇતિહાસમાં ક્ષત્રપ રાજવંશનું મહત્ત્વનું પ્રદાન છે એમની દીર્થશાસન પ્રણાલી અને ગુજરાત સંદર્ભે એમનું ધ્યાનાર્ણ યોગદાન છે એમણે સ્થાપેલું સહુ પ્રથમ સ્વતંત્ર રાજ્ય. રાજ્યવિસ્તાર
ક્ષહરાત ક્ષત્રપ રાજવી નહપાનના સમયમાં તો ક્ષત્રપ રાજ્યની ભૌગોલિક સરહદમાં ઉત્તરે રાજસ્થાનના પુષ્કર-અજમેરથી આરંભી દક્ષિણમાં મહારાષ્ટ્રના ઉત્તર કાંકણ (નાસિક) સુધી અને પૂર્વમાં માળવા (ઉજ્જયિની)થી પશ્ચિમે સ્થિત દરિયાકિનારા (જેમાં સિંધ, કચ્છ, સુરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્રકાંઠા) સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. અલબત્ત નહપાનના સમયમાં દક્ષિણના સાતવાહન શાસકોએ ક્ષહરાતોનો દક્ષિણ વિસ્તારનો કેટલોક પ્રદેશ જીતી લીધો હતો, જે થોડા વખતમાં લહરાતોના અનુગામી રાજકુળના રાજા ચાન્ટન અને એના પૌત્ર રુદ્રદામાએ સંયુક્ત રીતે ગુમાવેલા વિસ્તાર પુનશ્ચ અંકે કરી લીધા હતા ત્યારે પશ્ચિમી ક્ષત્રપોના રાજવહીવટ હેઠળ રાજસ્થાન, માળવા અને ગુજરાતનો સમાવેશ થતો હતો. ક્ષત્રપ રાજવંશના અમલના અંતભાગમાં સંભવ છે કે રાજસ્થાન અને માળવા. ઉપરનું આધિપત્ય એમણે ગુમાવ્યું હોય. તો પણ ગુજરાત ઉપરની એમની રાજસત્તા પાંચમી સદીના પ્રથમ ચરણના મધ્યભાગ સુધી ચાલુ રહી હતી. આમ, ક્યારેક ઉત્તર, પૂર્વ કે દક્ષિણના કેટલાક પ્રદેશો ગુમાવ્યા છતાંય સમગ્ર ગુજરાત તો એમના વહીવટ હેઠળ છેક સુધી હતું. સુદઢ રાજ્યપ્રણાલી
ક્ષત્રપ રાજઓએ પોતાના દીર્થશાસનકાળ દરમ્યાન સમકાલીન સાતવાહનો, યૌધેયો અને રૈકૂટક રાજસત્તાઓ સાથેના સંઘર્ષમાં વિજય હાંસલ કર્યા હતા. ક્ષત્રપોએ આભીરોને તો પોતાના લશ્કરમાં સ્થાન આપીને એમની સાથે રાજકીય સંબંધ દઢ કર્યો હતો. દક્ષિણના સાતવાહન રાજાને બે વખત પરાજિત કર્યા છતાંય એનો પ્રદેશ ના ઝૂંટવી લઈ રાજકીય ઔદાર્ય બક્ષવા જેટલું સૌજન્ય ક્ષત્રપ રાજા રુદ્રદામાને ફાળે જાય છે, જેનો સ્પષ્ટ પડઘો અનુકાલમાં ગુપ્ત રાજવી સમુદ્રગુપ્તના, દક્ષિણના પ્રદેશો જીત્યા પછી પણ તે પ્રદેશો ખાલસા ના કરી બતાવેલા, રાજકીય ડહાપણમાં જોઈ શકીએ છીએ. આ રીતે, રાજ્યવહીવટમાં સુદઢ પ્રણાલિકાઓ પ્રસ્થાપિત કરી ક્ષત્રપકાલીન ગુજરાતે ભારતના રાજકીય ઇતિહાસની વિકાસ પ્રક્રિયામાં અલ્પ પણ અમૂલ્ય યોગદાન બક્ષ્ય છે. ગિરિનગરના ખડકલેખનું મહત્ત્વ
ક્ષત્રપ રાજા રુદ્રદામાના, ગિરિનગરના પ્રાંગણમાં સુદર્શન તળાવના કાંઠે સ્થિત ખડક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org