________________
૩૫૫
પ્રકરણ એકવીસ નામ વિશેની જાણકારી વિજ્ઞામાંથી હાથવગી થાય છે. વર્ણ, જ્ઞાતિ, ગોત્ર
ઉષવદાત્તના શિલાલેખોથી બ્રાહ્મણ, કોલિક જેવી જ્ઞાતિ તથા શક જેવી જાતિનો ખ્યાલ થાય છે. રુદ્રદામાના લેખથી પલ્લવ જાતિનો અને રુદ્રસિંહ ૧લાના લેખથી તથા ઈશ્વરદત્તના સિક્કાથી આભીર જાતિનો ખ્યાલ પ્રાપ્ત થાય છે. વિજ્ઞા બે પ્રકારના મનુષ્યની માહિતી આપે છેઃ આર્ય અને સ્વેચ્છ. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનો સમાવેશ આર્ય લોકોમાં અને શુદ્રનો સમાવેશ પ્લેચ્છ લોકોમાં થતો એવું એમાં દર્શાવ્યું છે. આથી, અનુમાની શકાય કે આ કાળના ગુજરાતમાં ચાર વર્ણનું અસ્તિત્વ હશે. ઓપશતિ, શિનિક, માનસ, વત્સ, ચરક વગેરે ગોત્રનો પરિચય આભિલેખિક જ્ઞાપકોથી થાય છે. આ ઉપરાંત ભાર્ગવ, ગૌતમ, કાશ્યપ, અંગિરસ, શાંડિલ્ય જેવાં ગોત્રનો વિજ્ઞામાં નિર્દેશ છે. માસ, તિથિ, પર્વ
ઉષવદારે આપેલાં દાન ઉપરથી તત્કાલીન પર્વ કે ઉત્સવની કોઈ માહિતી હાથવગી થતી નથી. સામાન્ય રીતે, ધર્મદય પૂર્ણિમા કે અમાવસ્યાના દિવસે થતાં હોય છે. પરંતુ આ સમયના ઉપલબ્ધ કોઈ લેખમાં આ બેમાંથી એકેય તિથિનો નિર્દેશ નથી. ક્ષત્રપોના લેખોનાં અવલોકન કરવાથી સૂચવાય છે કે નવ વખત મહિનાનો ઉલ્લેખ થયો છે અને સાત વખત તિથિનો. આમાં ત્રણ વાર સુદ પંચમીનો, બે વખત વદ પંચમીનો ઉલ્લેખ ધ્યાનપાત્ર છે. આથી, એમ કહી શકાય કે સુદ અને વદ પાંચમનું મહત્ત્વ ક્ષત્રપકાલીન ગુજરાતમાં વિશેષ હોવું જોઈએ. કાર્તિક, માર્ગશીર્ષ, ફાલ્ગન, ચૈત્ર, વૈશાખ, ભાદ્રપદ એ છ મહિનાનો ઉલ્લેખ હાથવગો થાય છે. આથી, અનુમાન કરી શકાય કે મહિનાનાં અર્વાચીન નામ ત્યારેય પ્રચલિત હતાં. છતાં દિવસનું મહત્ત્વ સમજાયું ન હતું. આજે ચાતુર્માસનો જે મહિમા છે અને તેમાંય શ્રાવણનું જે શ્રદ્ધેય મહત્ત્વ છે તે ત્યારે નોંધપાત્ર ન હોય તેમ તેમના અનુલ્લેખથી સમજાય છે. રાચરચીલું
ગૃહસજાવટમાં રાચરચીલાનું સ્થાન અગત્યનું ગણાય છે. સંવિજ્ઞાનનું અધ્યયનથી આ વિશે થોડીઘણી માહિતી ઉપલબ્ધ થાય છે. પલંગ, ખુરશી, માંચી, પાટલી જેવાં આસનોનો ઉલ્લેખ છે. પથ્થર, લાકડું, ધાતું હાડકું સામાન્ય રીતે રાચરચીલાની બનાવટમાં વપરાતાં હતાં. વાહન-વ્યવહાર
આ કાળના ગુજરાતમાં વેપારવણજની જાહોજલાલીનો ઉલ્લેખ આપણે અગાઉ ર્યો છે. ભરૂચ જેવાં બંદરે આવતી અને પછી અહીંથી નિકાસ થતી ચીજવસ્તુઓ ક્યા માર્ગે આવતી હશે તે અંગે કોઈ ખાસ પ્રત્યક્ષ પ્રમાણ પ્રાપ્ત થયાં નથી. સંભવતઃ જમીનમાર્ગનો વિશેષ ઉપયોગ થતો હશે. ભારવાહક અને મનુષ્યવાહક વાહનમાં ઘોડા, હાથી, વૃષભ, ઊંટ, ગાડું, બળદગાડી, ઘોડાગાડી, પાલખી, રથ, ડોળી વગેરેનો ઉલ્લેખ વિજ્ઞામાં હોઈ તે વાહનોનો ઉપયોગ થતો હોવાનું અનુમાન કરી શકાય....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org