________________
૩૫૩
પ્રકરણ એકવીસ (મહુડાનો દારૂ) જેવાં પીણાં લેતા હતા તેવો ઉલ્લેખ વર સંહિતામાં છે. પરંતુ આ ઉલ્લેખ સિંધ પ્રદેશના શકોના સંદર્ભમાં હોવા સંભવે છતાં ગુજરાતમાં ત્યારે ભોજનમાં માંસનો ઉપયોગ થતો હશે એવું આથી સૂચવાય છે.
ચોખામાંથી તૈયાર થતી વિવિધ વાનગીઓનો ઉપયોગ ખોરાકમાં થતો એની માહિતી વિજ્ઞામાંથી સંપ્રાપ્ત થાય છે. દા.ત. દહીંભાત, દૂધભાત, ઘીભાત, ભાતની ખીર, બાફેલો ભાત વગેરે. રસોઈના ચાર પ્રકારનો એમાં ઉલ્લેખ છે : બાફ્લો ખોરાક, મરીમસાલાયુક્ત ખોરાક, પથ્થર ઉપર વાટીને તૈયાર કરેલો ખોરાક અને વરાળથી તૈયાર કરેલો તીખો ખોરાક. મહુડી અને આસવના દારૂનો પીણાંનો ઉલ્લેખ પણ છે. આ ઉપરાંત સૂપ અને શરબતનો પીણાં તરીકે વપરાશ થતો હતો. ફળોનો પણ ઉપયોગ થતો હતો. દેહભૂષા
સાહિત્યની વિપુલ સામગ્રીનો અભાવ અને ઓછા આભિલેખિક ઉલ્લેખોથી દેહભૂષાનું પૂર્ણ ચિત્ર આલેખવું મુશ્કેલ છે. પણ આ સમયની શિલ્પકલાના નમૂના ઉપરથી આનું ઝાંખું ચિત્ર પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીએ.
ક્ષત્રપ રાજાઓના સિક્કા ઉપરથી દેહભૂષા વિશે થોડોક પ્રકાશ પ્રાપ્ત થઈ શકે છે. ક્ષત્રપ રાજાઓ લાંબી મૂછો રાખતા હતા અને વીંછીના પૂંછડાની જેમ ગાલ ઉપર ગોળ વાળતા હતા. કાન પાસે થોભિયા રાખતા હતા. આ રાજાઓ લાંબા વાળ રાખવાના શોખીન હતા. તેઓ કાનમાં કુંડળ પહેરતા હોવા જોઈએ. એમના માથા ઉપર ટોપ જેવું પહેરેલું જોવા મળે છે. સિક્કમાં રાજાનું માત્ર ઉત્તરાંગ દર્શાવેલું હોઈ ડોકની નીચેની દેહભૂષા બાબતે વિશેષ કોઈ માહિતી મળતી નથી.
ઉપરકોટની ગુફામાં નીચલા મજલાની ભીંત ઉપરનાં ચૈત્યવાતાયનમાંથી ડોકિયું કરતી સ્ત્રીઓ અને મધ્યમાં ચાર સ્તંભના શીર્ષ ઉપર કંડારાયેલી સ્ત્રીઓની આકૃતિઓ ઉપરથી એવું સૂચવી શકાય કે સ્ત્રીઓ સામાન્યતઃ કટિની નીચેના ભાગમાં લાંબું અધરવસ્ત્ર (કે નિવસન) ધારણ કરતી હશે તથા ઉપરના ભાગે ચોળી જેવું વસ્ત્ર પહેરતી હોવી જોઈએ.
- કાનમાં કુંડળ પહેરવાનો રિવાજ સ્ત્રી અને પુરુષ બંનેમાં હશે એમ દેખાય છે. સ્ત્રીઓ હાથે બાજૂબંધ જેવા અલંકારો તથા ગળામાં ચંદનહાર જેવાં ઘરેણાંનો ઉપયોગ કરતી હશે. આ ઉપરાંત વીંટી, કુંડળ, કર્ણિકા, મરિકા (બે મગરમુખયુક્ત બનાવેલું ઘરેણું), અક્ષમાલિકા (રુદ્રાક્ષની માળા), મુક્તાવલી, મેખલા, શિરીષ મલ્લિકા, કડું, બંગડી, કંકણ, વલય, નવથી અઢાર શેરનો હાર, નેકલેસ, ઝાંઝર જેવાં ઘરેણાં, તથા ગરુડ, વૃષભ, માછલી, હાથી વગેરે યુક્ત મુગટ જેવાં ઘરેણાંનો ઉલ્લેખ સંવિન્નામાં છે. આથી, આ સમયના ગુજરાતમાં આ બધાં આભૂષણનો વપરાશ હોવાનું દર્શાવી શકાય તેમ છે.
કેશગુંફન માટે દર્પણનો ઉપયોગ થતો હશે એમ ઉપરકોટની ગુફાઓના નીચલા મજલામાં સ્થિત સ્તંભ ઉપરની સ્ત્રી-આકૃતિના હાથમાં દર્પણ જેવા ઉપરકરણ સૂચવી શકાય. (જુઓ પ્રકરણ અઢાર). ચીની રેશમ, સામાન્ય રેશમ, વિવિધ પ્રકારની શાલ, ઉત્તરીય, સફેદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org