________________
૩૫૬
ક્ષત્રપકાલીન ગુજરાત નહપાનના સમયના એક લેખમાં જળયાન વાસ્તુ હોડીઓની વ્યવસ્થા કરવા કાજે ઉષવદારે દાન આપ્યાની વિગત નિર્દેશિત છે. આથી, એવું સૂચવી શકાય કે સંભવત: જળમાર્ગનો પણ ઉપયોગ આવનજાવન સારુ થતો હશે. પેરિપ્લસમાં ઉલ્લેખ છે કે બારિગાઝાનો અખાત સાંકડો છે અને જુવાળની-ભરતીની સ્થિતિ એવી છે કે ઘડીમાં દરિયાનું તળિયું દેખાય છે તો ઘડીમાં ધરતી પાણીમાં ડૂબી જાય છે. આથી, છીછરા પાણીમાં જઈ શકે એવી હોડીથી સજ્જ ભોમિયા સુરાષ્ટ્ર પ્રદેશના કાંઠા સુધી જતા અને બારિગાઝા આવવા માટે વહાણોને માર્ગદર્શન આપતા. આ સંદર્ભે એવું સૂચવી શકાય સુરાષ્ટ્ર વિસ્તાર અને કાશ્મીર પ્રદેશની ચીજવસ્તુઓ સંભવતઃ નાની હોડી મારફતે ભરુકચ્છ બંદરે આવતી હશે. જળવાહનોનાં હોડી, તરાપા (ત્રાપ્પગા) તથા કોટિયા જેવા વાહનનો નિર્દેશ પેરિપ્લસમાં અને અંવિજ્ઞામાં જોવા મળે છે. વાસણમૂસણ
થાળી, તાસક, કુંડી, પ્યાલા જેવાં વાસણનો ખ્યાલ વિજ્ઞામાંથી મળે છે. વાસણો કુંભાર અને કંસારા લોકો તૈયાર કરતા હતા. લાકડાં અને હાકડાંમાંથીય વાસણો નિર્માણ થતાં હતાં. ઉપરાંત વિવિધ ઘાટનાં-પ્રકારનાં માટીનાં વાસણોના અવશેષ કેટલાંક સ્થળોએથી પ્રાપ્ત થયાં છે. તદનુસાર રકાબી, વાટકી, અનાજ કે પાણી ભરવાની કોઠી, કૂજા વગેરેના ઉપયોગની જાણકારી મળી રહે છે. વ્યવસાય
ગુજરાતમાં થયેલાં કેટલાંક ઉત્પનનકાર્યમાંથી હાથવગા થયેલા અવશેષ ઉપરથી ક્ષત્રપકાલ દરમ્યાન આપણા પ્રદેશમાં વિવિધ પ્રકારના હુન્નર અસ્તિત્વ ધરાવતા હોવાની બાબત આપણે અવલોકી લીધી છે. (જુઓ પરિશિષ્ટ અગિયાર). સંવિઝામાં પાંચ પ્રકારના વ્યવસાયનો ઉલ્લેખ છે : સરકારી નોકરી, વેપાર-વાણિજય, ખેતી-પશુપાલન, કાંતણવણાટ અને મજૂરી. આ ઉપરાંત નાવનિર્માણનો વ્યવસાય, સોનીકામનો ધંધો, લુહારકામ અને સુથારીકામના વ્યવસાય, કંસારાકાર્યની પ્રવૃત્તિ, વણકરી વ્યવસાય ઇત્યાદિનોય નિર્દેશ છે. સિક્કા તૈયાર કરવાની પણ ધંધાકીય પ્રવૃત્તિ વિકાસ પામી હોય, એમ ક્ષત્રપ સિક્કાની અઢળક ઉપલબ્ધિથી સૂચવાય છે. મૂર્તિકળાનો વ્યવસાય પણ હયાત હોવો જોઈએ. કડિયાકામનો ધંધો વિકસેલો હોવાનું કહી શકાય. ઈંટો બનાવવાની પ્રવૃત્તિ પણ મોટા પાયે થતી હશે. સલાહકાર્યના અસ્તિત્વની નોંધ લેવી રહી. માન્યતા અને વહેમ
અંવિઝામાંથી આ વિશે વિપુલ માહિતી મેળવી શકાય છે. પૂર્વકાળે અંગવિદ્યા એક લોકપ્રિય શાસ્ત્ર હતું. શરીરના વિભિન્ન પ્રકારનાં હલનચલન, લક્ષણો, નિમિત્ત વગેરે ઉપરથી શુભાશુભ ફલાદેશ આ વિદ્યાનો વર્યવિષય હતો. બ્રાહ્મણ-બૌદ્ધ-જૈન ધર્મોમાં આ વિદ્યાનો નિષેધ સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે; ખાસ કરીને બ્રાહ્મણો-સાધુઓ-ભિક્ષુઓ જેવી કક્ષાના લોકો માટે. છતાંય આ વિદ્યાનાં અસ્તિત્વ અને મહત્ત્વ હતાં તથા એનો અનુયાયી વર્ગ ઘણો મોટો હતો. શરીરનાં વિવિધ લક્ષણો ઉપરથી થતા ભવિષ્યકથનમાં લોકોને વિશેષ શ્રદ્ધા હોવાનું કહી શકાય. અંગવિદ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org