________________
પરિશિષ્ટ બાર
હુન્નરકળા પ્રકરણ અઢાર, ઓગણીસ અને વીસમાં આપણે લલિતકળાના વિવિધ અંગો અને તેનાં લક્ષણો પરત્વે પૃથકૃત વર્ણન પ્રસ્તુત કર્યા છે. લલિતકળાનાં આ વિવિધ પાસાંઓનાં નિર્માણકાર્યને ધ્યાનમાં લેતાં આપણે હુન્નરકળા અન્વયે કેટલુંક અવલોકન અહીં પ્રસ્તુત કરીશું. આમ તો, લલિતકળાનો વિકાસ હુન્નરકળાના પરિણામરૂપ છે. આ અંગેની જાણકારી જો કે કોઈ સાહિત્યમાં જોવા મળતી નથી. થોડીક પુરાવસ્તુકીય સામગ્રી હુન્નરકળાને ઓળખવા કાજે સહાયભૂત બને છે. કાષ્ઠની કલાકૃતિઓના નમૂના સ્વાભાવિક જ હાથ લાગ્યા નથી; કેમ કે કાળાંતરે એ નમૂના ટકી જવા મુશ્કેલ જણાય છે. પરંતુ માટી-પથ્થરના કેટલાક હુન્નર આ કાલમાં અસ્તિત્વમાં હતા તો લાકડાકામનો હુન્નર પણ અસ્તિત્વમાં હોઈ શકે. માટીકામનો હુન્નર
માટીનાં ઠીંકરાં, માટીનાં વાસણોના ખંડિત ભાગ, ઈંટો અને માટીની પકવેલી પ્રતિમાના અવશેષ ક્ષત્રપકાલીન ગુજરાતમાંથી ઘણા મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયા છે. આથી, સ્પષ્ટતઃ સૂચવી શકાય કે માટીકામનો ઉદ્યોગ કે કુંભારકામનો હુન્નર એ આ સમયના ગુજરાતનો મુખ્ય હુન્નર હોઈ શકે છે.
ક્ષત્રપકાલનાં નગરોનાં ઉત્પનન હજી મોટા પાયા ઉપર હાથ ધરાયાં નથી. તેમ થશે ત્યારે તે સમયનાં વાસણોનાં વિવિધ ઘાટ તથા ચિત્રામણના પ્રકાર પરત્વે પદ્ધતિસરનો અભ્યાસ કરવાનું કાર્ય સરળ બનશે. વડોદરા, ટીંબરવા, વડનગર, નગરા જેવાં આ સમયનાં નગરોનાં વ્યવસ્થિત ખોદકામ થયાં છે. એમાંથી જે અવશેષ પ્રાપ્ત થયા છે તે આધારે તથા બોરિયા, ઈટવા અને દેવની મોરીના મહાતૂપ અને મહાવિહારમાંથી હાથવગી થયેલી સામગ્રીનાં અન્વેષિત પરિણામ ઉપરથી માટીકામની હુન્નરકળાનો કેટલોક ખ્યાલ પામી શકાય છે.
રાતાં ચક્યક્તિ-વાસણ : ગુજરાતમાંથી લગભગ પાંત્રીસેક સ્થળોએથી આ વાસણોના નાનામોટા ખંડિત અવશેષો હાથ લાગ્યા છે. સુંદર મુલાયમ માટીમાંથી આ વાસણો બનાવવામાં આવતાં હતાં. સુબ્બારાવનું એવું માનવું છે કે આ ઉદ્યોગ પહેલપ્રથમ પશ્ચિમ ભારતમાં (એટલે કે વિશેષતઃ ગુજરાતમાં) વિકસ્યો હોય અને પછી ભારતના અન્ય પ્રદેશમાં વિસ્તર્યો હોય.
આ વાસણોને એટલા ઊંચા ઉષ્ણતામાને તપાવવામાં આવતાં કે જેથી એ પ્રમાણસર રાતો રંગ ધારણ કરે અને મજબૂતાઈ બક્ષે. પકવેલાં આ વાસણો ઉપર ટકોરા મારતાં ધાતુના વાસણ જેવો રણકાર સંભળાતો. આથી, સુબ્બારાવ, વ્હીલર અને ક્રોડીંગ્ટન આ વાસણો ઉપર વિદેશી અસર (સંભવતઃ રોમની અસર) હોવાનું સૂચવે છે”. ઈસુની આરંભની ત્રણ-ચાર સદી દરમ્યાન ભારતનો રોમ સાથેનો વેપારસંબંધ શ્રેષ્ઠ કક્ષાનો હતો. કેટલીક જગ્યાએથી આ સમયનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org