________________
ક્ષત્રપકાલીન ગુજરાત
કરવામાં આવતાં હતાં. તે લંબચોરસ ઘાટનાં હતાં. નળિયાંની એક તરફ બે કાણાં જોવા મળે છે. કામરેજ, ઈંટવા, દેવની મોરી વગેરે સ્થળોએથી આવાં નળિયાં હાથવગાં થયાં છે. કિલ્લા પણ આ સમયે ઈંટોના ઉપયોગથી તૈયાર થતા હતા, જેના નમૂના શામળાજી, શહેરા વગરે
સ્થળોમાં જોવા મળે છે.
૩૪૪
આ ઉપરાંત શંખની બંગડીઓ અને મણકા બનાવવાનો હુન્નર પણ ખૂબ વિકસ્યો હતો. પ્રભાસપાટણ, અમરેલી, જૂનાગઢ, વડનગર, વલભી, વડોદરા, નગરા, કામરેજ, શામળાજી જેવાં અનેક સ્થળે એનાં પચિહ્નો દશ્યમાન છે. શંખમાંથી સાદી સુશોભનવાળી બંગડી બનતી હતી, જ્યારે તેમાંથી ચોરસ, ગોળ ઇત્યાદિ ઘાટના મણકા તૈયાર કરવામાં આવતા હતા. પથ્થર-ઉદ્યોગ
બાવાપ્યારા, ઉપરકોટ, તળાજા, ઢાંક ઇત્યાદિ સ્થળે સ્થિત ગુફાઓ અને તળાજા તથા શામળાજી આસપાસથી ઉપલબ્ધ થયેલી પ્રતિમાઓ ઉપરથી એવું સૂચવી શકાય કે આ હુન્નર
પણ ક્ષત્રપકાલ દરમ્યાન ઠીક ઠીક વિકાસ પામ્યો હતો. શામળાજીની પાષણ પ્રતિમાની આલેખનશૈલી પાષાણકલાવિધાનની ઊંચી કક્ષાનું સૂચન કરે છે. આ ઉપરાંત પથ્થરમાંથી મણકા, નિશા, ઘંટી, નિશાતા જેવી ચીજવસ્તુઓ તથા પથ્થરની ફર્શબંધી પણ બનાવવામાં આવતી હતી. પથ્થરના ગોળ લખોટા તથા રમકડાં પણ તૈયાર થતાં હતાં.
બાવાપ્યારા અને ઉપરકોટનાં શૈલગૃહોમાંના સ્તંભ અને તેમની ઉપ૨ના શીર્ષ અને બેસણી ઉપરની માનવ-પ્રાણી-આકૃતિઓ તથા ભૌમિતિક ભાત તેમ જ શામળાજીનાં શિલ્પોની સૂક્ષ્મ કોતરણી ગુજરાતના પથ્થર-ઉદ્યોગના કારીગરોની હથોટી અને તેમનાં કૌશલ વિશે શ્રેષ્ઠ અભિપ્રાય દર્શાવી શકાય છે. ખાસ કરીને, ખરતા પથ્થર ઉપર આ પ્રકારની કોતરણી કરવાનું કાર્ય મુશ્કેલ તો ખરું, છતાંય લાકડા જેવી સૂક્ષ્મ કોતરણી ઉત્કૃષ્ટ અને નિપુણ કારીગરીનાં ઘોતક છે.
ધાતુ-ઉદ્યોગ
ધાતુના વપરાશ પરત્વે લોખંડનો વિનિયોગ વિશેષ થયો જણાય છે. અકોટામાંથી લોખંડની ખીલીનો ટુકડો, વીંટી, ખાંચાયુક્ત કુહાડી વગેરે હાથ લાગ્યાં છે. આમાં કુહાડી એ લોખંડમાંથી નિર્માણ પામેલો પૂર્વકાલીન હથિયારનો નમૂનો હોવાનું સૂચવાયું છે. ટીંબરવામાંથી પણ લંબચોરસ માથાવાળી લોખંડની એક ખીલી હાથ લાગી છે. ઉપરાંત લોખંડની છીણી, ભાલોડાં, છરીઓ, સાંકળ, કાતર, તાવેતા જેવી ચીજો પણ સાંપડી છે. આથી, અનુમાની શકાય કે ક્ષત્રપકાલ દરમ્યાન લોખંડનો વપરાશ ચીજવસ્તુઓ બનાવવામાં વધ્યો હતો. વસ્તાન ડુંગરી (જિલ્લો સુરત) અને ધાતવામાં લોખંડ ગાળવાનો વ્યવસ્થિત ઉદ્યોગ ચાલતો હતો૧૧.
આ સમયના ગુજરાતમાંથી તાંબાની થોડીક વસ્તુઓ મળી છે, જેમાં મુદ્રાઓ, ડબ્બીઓ, વીંટી, વલયો વગેરેનો સમાવેશ થઈ શકે છે. દેવની મોરી સ્તૂપમાંથી પ્રાપ્ત તાંબાની ડબ્બી અને નગરામાંથી હાથ લાગેલું સુશોભનયુક્ત ઢાંકણ આ સમયનાં કારીગરોની હસ્તકળાનો પરિચય આપણને સંપડાવી આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org