________________
૩૩૭
પ્રકરણ વીસ શિલ્પની બંને બાજુએ ચામરધારિણીની આકૃતિ સ્થિત છે. પ્રતિમાનું પ્રભામંડળ આકર્ષક છે. પીઠિકાની હેઠળ બંને બાજુએ વિમુખ સિંહનાં અંકન દર્શાવેલાં છે. સમગ્રતયા આ પ્રતિમા ધ્યાનાર્હ છે. અને ગુર્જર શિલ્પકળાની સમૃદ્ધિમાં નોંધપાત્ર ગણી શકાય એવી આ પ્રતિમા અર્જિત છે. આ ત્રણેય શિલ્પ ક્ષત્રપ સમયનાં હોવાનું સૂચવાય છે.
અન્ય કેટલાંક પ્રકીર્ણ શિલ્પોનાં અવલોકન પંખીદર્શન તરીકે કરીશું.
આહવા (ડાંગ)માંથી વિષ્ણુની ખંડિત એવી એક લઘુમૂર્તિ મળી છે. મૂર્તિના અવશિષ્ટ ભાગથી કદાચ તે દેવી કે યક્ષિણીની મૂર્તિ પણ હોય. આમ તો આ પ્રતિમા સુંદર છે અને તે ઈસ્વીની બીજી-ત્રીજી સદીની હોવાનો મત છે * શામળાજીમાંથી દેવો કે યક્ષોની પાંચ પ્રતિમા પ્રાપ્ત થઈ છે જે બધી ક્ષત્રપકાલીન હોવાનું સૂચવાયું છે. * પાંચમી સદીના પ્રારંભનું એક અન્ય શિલ્પ શામળાજીમાંથી હાથવગું થયું છે જે યક્ષ અથવા બોધિસત્વનું હોવાનું જણાય છે. * આ સ્થળેથી ક્ષત્રપકાલના અંત સમયની કાર્તિકેયની કેટલીક પ્રતિમા હાથલાગી છે. * ચોથા સૈકાના અંતભાગની નંદીને અઢેલીને ઊભેલી એક શિવમૂર્તિ શામળાજીમાંથી મળી છે. આ પ્રતિમાનો કમરબંધ નોંધપાત્ર છે. * ભિન્નમાલમાંથી પ્રાપ્ત વાસુદેવ(વિષ્ણુ)ની, વલભીમાંની મહિષમર્દિનીની અને શામળાજીમાંની કાર્તિકેયની પ્રતિમા જેવી મૂર્તિઓમાં આવો કમરબંધ જોવા મળે છે. * ભૂતપૂર્વ ઈડર સંસ્થાનના શામળાજી, ટિંટોઈ અને ચોપાસના પ્રદેશમાંથી પારેવા પથ્થરમાંથી નિર્માણ પામેલો શિલ્પસમૂહ અગાઉ જે હિંમતનગર સંગ્રહાલયમાં સ્થિત હતો તે હવે વડોદરાના સંગ્રહાલયમાં સુરક્ષિત છે. આ બધી પ્રતિમા ઈસ્વી ૪૦૦ની આસપાસની છે. * શામળાજીમાંથી પાંચમા સૈકાની એક શૈવ પ્રતિમા પ્રાપ્ત થઈ છે. * અહીંથી દ્વિભુજ કાર્તિકેયનું એક શિલ્પ હાથ લાગ્યું છે જે હવે વડોદરા સંગ્રહાલયમાં સ્થિત છે. આ મૂર્તિ ચોથા સૈકાની હોવાનું દર્શાવાય છે. * શામળાજીમાંથી દ્વિભુજ ગણેશની એક પ્રતિમા મળી છે જે ચોથી સદીની હોઈ શકે. * અહીંથી પાંચમી સદીના પ્રથમ ચરણની કાર્તિકેયની એક મૂર્તિ હાથ લાગી છે જે ગુજરાત રાજય પુરાતત્ત્વ ખાતાની કચેરીમાં સચવાયેલી છે. આ પ્રતિમા મનોહર છે. * ગોપના મંદિરના શિખર ઉપરના એક ગવાક્ષમાં ગણેશની એક મૂર્તિ જોવી પ્રાપ્ત થાય છે. આ શિલ્પ અર્ધપર્યકાસનસ્થ છે. * શામળાજીમાંથી આ સમયની દ્વિભુજ સૂર્યની એક પ્રતિમા હાથ લાગી છે. * ડાંગ જિલ્લાના વઘઈ ગામેથી નૃસિંહની એક મૂર્તિ મળી છે જે સંભવતઃ ગુપ્તકાલના અંત સમયની હોવાનો મત છે. * હાલ મ.સ.વિશ્વવિદ્યાલયના પુરાવસ્તુવિદ્યાના વિભાગમાં સંગૃહીત અને વાઘજીપુરામાંથી (શહેરા, પંચમહાલ) પ્રાપ્ત વિષ્ણુ-વાસુદેવની પ્રતિમા ક્ષત્રપકાલના અંત સમયની હોવાનું જણાય છે. તેનામાંથી મળેલી વિષ્ણુની મૂર્તિ જેવી આ પ્રતિમા છે. * પાલીખંડા (શહેરા, પંચમહાલ) ગામેથી કેટલીક પ્રતિમા હાથ લાગી છે, જેમાં વિષ્ણુ, ગજલક્ષ્મી, શિવપાર્વતી, કુબેર, હારિતી, સૂર્ય, સપ્તમાતૃકાઓનો સમાવેશ થાય છે. * હમણાં સુધી અપ્રગટ અને પી.પી.દવેના અંગત સંગ્રહમાં સુરક્ષિત અને પારેવા પથ્થરમાંથી કંડારાયેલી શિવપ્રતિમા ત્રીજી સદીના અંત સમયની કે ચોથી સદીના પ્રારંભની હોવાનું દર્શાવાયું છે. આ પ્રતિમાનું પ્રાપ્તિસ્થાન અજ્ઞાત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org