________________
૨૩૮
ક્ષત્રપકાલીન ગુજરાત વાતે ઉપયોગાયાં છે; જ્યારે જયદામાં માટે રાજા અને ક્ષત્રપ બિરુદ વપરાયાં છે. અન્ય ક્ષત્રપ લેખોમાં જયદામા વાસ્તે રાગ-ક્ષત્રપ- સ્વામિ બિરુદ પ્રયોજાયાં છે. આથી આ લેખથી વધુ એક વખત એ બાબત પુરવાર કરે છે કે જયદામાં એના ક્ષત્રપપદ દરમ્યાન (અને મહાક્ષત્રપપદ પામ્યા વિના જ) અકાળે અવસાન પામ્યો હતો.
રુદ્રસિંહના આ અગાઉ ફક્ત બે શિલાલેખથી આપણે જ્ઞાત હતાઃ ગૂંદાનો અને મેવાસાનો. હવે આ રાજાના બીજા બે લેખથી આપણે અભિજ્ઞ થઈએ છીએ: વાંઢ અને આંધ".
આમ, છ લેખોથી ઇતિહાસપૃષ્ઠ ઉપર જેનું નામ અંકિત થયું છે તે આંધ ગામ સંભવતઃ એ સ્થળ છે જયાં ક્ષત્રપશાસકો મધ્ય એશિયાથી સીધા અહીં આવ્યા હોય અને પ્રારંભિક કારકિર્દી એમણે અહીંથી શરૂ કરી હોય. આમ જો સ્વીકારીએ તો આ લેખકે જે પ્રતિપાદન કરેલું, કે પશ્ચિમી ક્ષત્રપો સ્વતંત્ર સત્તાધીશ હતા, તેને આથી સમર્થન પ્રાપ્ત થાય છે. જો આ ગામે વિશાળ પાયા ઉપર ઉખનકાર્ય કરવામાં આવે તો સંભવતઃ ક્ષત્રપો વિશે ઘણી રસપ્રદ વિગતો હાથવગી થઈ શકે. રુદ્રસિંહ ૧લાનો વાંઢનો લેખ
બેમાંથી એક લેખ વાંઢમાંથી પ્રાપ્ત થયો છે અને કચ્છ મ્યુઝિયમમાં સુરક્ષિત છે; તો બીજા લેખનું પ્રાપ્તિસ્થાન જાણમાં નથી પણ તે રાજ્ય પુરાતત્ત્વ ખાતાની રાજકોટ સ્થિત પશ્ચિમ વર્તુળ કચેરીમાં સચવાયો છે. આ ગ્રંથલેખકે આ બંને સ્થળની મુલાકાત ૧૯૬૨માં વિદ્યાવાચસ્પતિના અન્વેષણ અન્વયે લીધી હતી અને એમની ચાક્ષુષ નકલ લીધી હતી.
વાંઢનો લેખ રુદ્રસિંહના સમયનો છે અને શક વર્ષ ૧૧૦નો છે. બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં ઉત્કીર્ણ થયેલો આ શિલાલેખ ખંડિત અવસ્થામાં છે. આમ તો આ લેખ સ્તંભલેખ છે. છ પંક્તિયુક્ત આ લેખ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના વાંઢ ગામેથી અગાઉ હાથ લાગેલો અને તે અદ્યાપિ અપ્રગટ રહેલો. સમયના સપાટામાં આ લેખ ઘણી જગ્યાએ ખવાઈ-ક્ષારાઈ ગયો છે. અને તેથી મહત્ત્વની માહિતી હાથવગી રહી નથી. દા.ત. લેખના દાતા અને મૃતક બંનેનાં નામ લુપ્ત થઈ ગયાં છે. લેખના અક્ષરોની કોતરણી છીછરી છે, જેથી ઘણા અક્ષરો નુકસાન પામ્યા છે અને જે બચ્યા છે તેમાંના ઘણા અવાચ્ય રહે છે. આ રાજાના આંધૌના લેખ કરતાં પ્રસ્તુત લેખના અક્ષરોની લંબાઈ-પહોળાઈ ઓછી છે. કોઈકની સ્મૃતિમાં ખોડાયેલો આ લેખ કોઈકની મારફતે નિર્માણ પામ્યો હતો. બંનેનાં નામ અને ગોત્રનામ અવાચ્ય છે.
એકમનો અંક ખવાણને લીધે નાશ પામ્યો છે; પરંતુ ૧00નો અંક સ્પષ્ટ છે. આ રાજાના અગાઉ ચાર લેખો મળ્યા છે. આથી આ લેખથી કોઈ નવી માહિતી પ્રાપ્ત થતી નથી. આ કારણે એકમના અંકનું ન હોવું તેથી કોઈ ફેર પડતો નથી. છતાં તે દશનું ચિહ્ન હોઈ શકે અને તો આ લેખ રુદ્રસિંહના સમયનો વર્ષ ૧૧૦નો હશે.... ખંડિત શિલાલેખ
આ લેખ વિશે સહુ પ્રથમ ધ્યાન પી.પી.પંડ્યાએ દોર્યું હતું ૧૯૫૯માં. આ ગ્રંથલેખકે તેની ચાક્ષુષ નકલ ૧૯૬૨માં લીધેલી રાજકોટની મુલાકાત દરમ્યાન. આ લેખનો ફોટોગ્રાફ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org