________________
૨૯૬
ક્ષત્રપકાલીન ગુજરાત જોડેલા છે. આ ગુફાની પશ્ચિમે બે ચોરસ સ્તંભ અને બે અર્ધસ્તંભથી વિભાજિત કરેલો ઓરડો છે. (આલેખ ૫, સંખ્યા ૩). ગુફાની પાછળના ભાગે પછીતે ઉત્તરમાં ત્રણ નાની ઓરડી છે (સંજ્ઞા જ). મોટી ગુફાની પૂર્વમાં ત્રણ નાની ગુફા છે (સંજ્ઞા ઘ). પ્રત્યેકના પ્રવેશભાગમાં બબ્બે ચોરસ સ્તંભ છે. આમાંની ડાબી બાજુની પહેલી ગુફાના બે સ્તંભના દંડમાંનો ઉપલો થોડો ભાગ, મોટી ગુફાના ચોરસ એવા ત્રણ સ્તંભની જેમ, અષ્ટકોણ છે. આ દરેકને જોડતી ઉત્તરમાં એકેક ઓરડી ૩૩૦ X ૨૮૫ સેન્ટીમીટરની છે. (સંજ્ઞા વ).
શૈલગૃહોની બીજી હાર, પહેલી હારના પૂર્વ છેડેથી, ઉત્તર-દક્ષિણ આડી પથરાયેલી છે. તે પૂર્વાભિમુખ છે. આ ગુફાસમૂહ, પહેલી ગુફાઓ કરતાં, નીચાણમાં આવેલી હોવાથી તેમાં ઉતરવા વાસ્તે પગથિયાં છે. આ બીજી હારમાંની ગુફાઓની આગળના ભાગમાં આશરે ૧૬ મીટર લાંબો ખુલ્લો ચોક છે. (સંજ્ઞા છે). ચોકની મધ્યમાં ચોરસ સ્તંભની કુંભીનો ભાગ અવશિષ્ટ હોવાનું સૂચવાયું છે, પણ વર્તમાને આવી કોઈ નિશાની મોજુદ નથી. આ હારમાં ગુફાઓ ચોકની ત્રણેય બાજુએ પથરાયેલી છે. ચોકની પશ્ચિમે એક મોટી પૂર્વાભિમુખ ગુફા છે, જેમાં ચોરસ છ સ્તંભ અને બે અર્ધસ્તંભયુક્ત આશરે ૧૨ X ૨૫ મીટરનો એક અલિંદ છે. (સંજ્ઞા ટ). ચોરસ છ સ્તંભના દંડમાંનો ઉપલો થોડો ભાગ અષ્ટકોણ છે'. દરેક સ્તંભને છાઘના ટેકારૂપ સિંહાકૃતિ છે અને અર્ધસ્તંભના છાઘના ટેકારૂપ દીવાલ ઉપર એકેક પાંખવાળા સિંહની આછી ઉપસાવેલી આકૃતી કોરેલી છે એમ બર્જેસ નોંધે છે. અલિંદના ગૃહમુખના કે મહોરોના (facade) ભાગ ઉપર સાદા ચૈત્યવાતાયનનાં અલંકરણો શોભી રહ્યાં છે. અલિંદની મધ્યમાં એક ચૈત્યગૃહ છે (સંજ્ઞા થઈ. એનું છાપરું સપાટ છે. એમાં સ્તૂપ હોવા વિશેનાં કોઈ ચિહ્ન નથી. ચૈત્યગૃહના પશ્ચિમ છેડે અર્ધવર્તુળાકાર પછીત (apsidal end) છે. એની મધ્યમાં અત્યારે પુનર્નિર્મિત એવા ચોરસ ચાર સ્તંભ છે. બર્જેસ નોંધે છે તેમ અહીં અસલમાં ચાર સ્તંભ હોવાનું આથી સૂચિત થાય છે. ચૈત્યગૃહ ૬ મીટર પહોળું, ૮ મીટર ઊંડું અને દોઢ મીટરના પ્રવેશદ્વાર યુક્ત છે. અલિંદાના બંને છેડે પશ્ચિમમાં તથા ચૈત્યગૃહની ઉત્તર-દક્ષિણે જોડતી એકેક ઓરડી છે, જે પ્રત્યેકનું માપ રાા x ૩ મીટર છે. (સંજ્ઞા :).
ખુલ્લા ચોકની ઉત્તરે અને મોટી ગુફાના ઉત્તર છેડે થોડીક ઊંચાઈ ઉપર એક બીજો નાનો ગુફાસમૂહ આવેલો છે, જે દક્ષિણાભિમુખ છે (સંજ્ઞા ઢ). આ ગુફાસમૂહ ઊંચાઈ ઉપર હોવાથી ગુફામાં પ્રવેશવા વાસ્તુ અસલમાં પગથિયાં હોવાનાં નિશાન અવિશષ્ટ છે, પરંતુ વર્તમાને તે ઘસાઈ ગયેલાં હોવાથી માત્ર ઢોળાવ જેવો આકાર ધારણ કરેલો જણાય છે. આ ગુફાને ૬ X ૨ મીટરનો એક અલિંદ છે, જે એક પ્રવેશદ્વાર અને બે વાતાયનથી રક્ષાયેલો છે. અલિંદની ઉત્તરે તેને જોડતી ૩ મીટર સમચોરસની બે ઓરડી છે (સંજ્ઞા :). આ ઓરડીની હદ સુધી પથ્થરની ખીણનું ખોદાણ લંબાવાયેલું છે.
ખુલ્લા ચોકની પૂર્વમાં ઉત્તર-દક્ષિણ પથરાયેલી પશ્ચિમાભિમુખ નાની બે ગુફા છે (સંજ્ઞા ત, 7 અને ૨). પ્રત્યેકને ચોરસ બે સ્તંભયુક્ત અલિંદ છે અને તેની પૂર્વમાં તેને જોડતી એકેક ઓરી છે. (સંજ્ઞા ૩, ૪ અને ધ). આ ઓરડીઓ અહીં ખાસ ઉલ્લેખનીય છે. બર્જેસના જણાવ્યાનુસાર આ ઓરડીઓમાંથી એક ઓરડીના આગળના ભાગમાં ખોદકામ કરતાં લગભગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org