________________
૩૨૮
ક્ષત્રપકાલીન ગુજરાત શૈલગૃહોમાં સ્તંભ-સુશોભન અંગે જોવા મળે છે. આ પ્રકારે પ્રાણી-આકૃતિઓ કંડારવાનો હેતુ કાર્લા, બેડસા અને નાસિકની ગુફાઓમાં કોતરેલાં પ્રાણી-શિલ્પો જેવો હોય એમ સમજાય છે. આ બંને ગુફાઓમાં મુખ્યત્વે સિંહ-વ્યાલની આકૃતિઓ વિશેષ છે.
બાવાપ્યારામાં સિંહ-વ્યાલની અંગસ્થિતિ સન્મુખ છે (દા.ત. બીજી હરોળના ખુલ્લા ચોકને ફરતી ગુફાઓમાંની પૂર્વાભિમુખ ગુફાઓના સ્તંભ-શીર્ષમાં). અહીં એમના આગલા પગ ઊભા છે. ભીંતો પરના સપંખ સિંહની આકૃતિઓ ઉપસાવેલી છે. બીજી હરોળના પ્રવેશમાર્ગની બંને બાજૂ સિંહ-વ્યાલનું એકેક મુખ છે. આ બધી આકૃતિ ખૂબ જ ઘસાયેલી હોવાથી વિશેષ વર્ણન શક્ય નથી.
ઉપરકોટના નીચલા મજલાના ગોળ સ્તંભના ચોરસ શીર્ષ ઉપર પણ સિંહ-વ્યાલની આકૃતિઓ સ્પષ્ટ જોવી પ્રાપ્ત થાય છે. આમાં એમની અંગસ્થિતિ ભિન્ન પ્રકારની છે. અહીં ચાર ખૂણા ઉપર ચાર સિંહ બેઠેલા છે, જે દરેકને વચ્ચે એકેક મુખ અને બે બાજુએ બબ્બે શરીર છે. ચોરસ શિખરની પ્રત્યેક બાજુની મધ્યમાં અર્થાત ઉપર્યુક્ત સિંહોના શરીરની વચ્ચે સન્મુખ અંગસ્થિતિવાળા સિંહની ચાર આકૃતિ પણ છે. આ મજલાના મધ્યમાં આવેલા ચારેય સ્તંભના શીર્ષ ઉપર આ પ્રમાણે સિંહની આકૃતિઓ નજરે પડે છે. એનાં મુખ બંધ હોઈ એમના દાંત કે જીભનું વર્ણન મુશ્કેલ છે. એમની કેશવાળીય દેખાતી નથી. માત્ર ટૂંકા અને ઊભા એવા બે કાન જોવા મળે છે. બે શરીરયુક્ત સિંહોની કેશવાળી સ્પષ્ટ નજરે પડે છે. એમના કાન પણ સ્પષ્ટ રીતે દશ્ય છે. આ બધા સિંહ બેઠેલા છે. એમની મુખમુદ્રા શાંત અને ગંભીર છે.
બાવાપ્યારામાં બીજી હરોળની એક ગુફાના સ્તંભ ઉપરની આકૃતિ અશ્વની હોય એમ દેખાય છે. એની પીઠ ઉપર માણસ બેઠેલો જોવા મળે છે. એના હાથમાં લગામ જેવું જણાય છે. પરંતુ બર્જેસ વગેરે વિદ્વાનોએ આ આકૃતિની નોંધ લીધી નથી. અહીં આ બાબતે પહેલપ્રથમ નિર્દેશ આ ગ્રંથલેખકે કર્યો છે. આની બાજુના પ્રવેશદ્વારના સ્તંભશીર્ષ ઉપર, અશોકના સ્તંભ ઉપરના શીર્ષની જેમ પરંતુ થોડી ફેર અંગસ્થિતિ ધરાવનાર અને બીજાની પીઠને અડીને બેઠેલા ત્રણ સિંહ-વ્યાલની આકૃતિ જોવા મળે છે, જેમાંના વચ્ચેનાનો આકાર સન્મુખ છે અને શેષ બેનું મુખ બાજુ ઉપર છે. ત્રણેયના આગલા બંને પગના પંજા અદ્ધર રાખેલા દેખાય છે.
ઉપરકોટમાં નીચલા મજલાના વિશાળ ખંડના પશ્ચિમોત્તર ભાગમાં સ્થિત બે સ્તંભના શીર્ષના દંડને અડેલા ગોળ ભાગ ઉપરની આકૃતિઓ મેષ-વ્યાલ હોવાનો અભિપ્રાય છે૧૦. એમની અંગસ્થિતિ સન્મુખ છે. ચોરસ શીર્ષમાંના બાજુની અંગસ્થિતિ ધરાવતા સિંહવ્યાલોનાં શરીર પીઠના પાછળના ભાગમાંથી એમની ઉલટી દિશામાં જોતાં એકેક પ્રાણીની આકૃતિ નજરે પડે છે, પણ તે ક્યા પ્રાણીની છે તે કહી શકાતું નથી. જો કે બર્જેસ વગેરેએ આની નોંધ લીધી નથી.
જૂનાગઢના દરબારી સંગ્રહાલયમાં સિંહ-વ્યાલનાં ત્રણ શિલ્પ પ્રદર્શિત છે (જુઓ આ ગ્રંથમાં ચિત્ર નંબર ૧૫, ૧૬ અને ૧૭). આ સિંહ-વ્યાલ ઉપરની કોતરણી ઊંચા પ્રકારની છે. કેશવાળીની કોતરણી અને મુખના ભાવ ક્ષત્રપ સમયના શિલ્પીઓનાં કૌશલ્યનાં દ્યોતક છે. ક્ષત્રપ રાજાઓના સીસા કે તાંબાના ચોરસ સિક્કા ઉપર ખૂંધયુક્ત વૃષભની આકૃતિઓ જોવી પ્રાપ્ત થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org