________________
૩૩૨
ક્ષત્રપકાલીન ગુજરાત
મુખાકૃતિની રચના ગંધાર શૈલીને અભિવ્યક્ત કરે છે. અહીંનાં અન્ય સુશોભન પણ આ જ શૈલીનાં છે.
માટીમાંથી નિર્માણ કરેલી, માટીનાં ફલકની પશ્ચાદભૂ ઉપર ઉપસાવેલી, કંડારેલી અને પછી પકવેલી બુદ્ધની આ ધ્યાનસ્થ પ્રતિમા, પ્રદક્ષિણાપથ ઉપર ફરતા ઉપાસકો તથા શ્રમણોની દષ્ટિ જ્ઞાન, અનુકંપા અને કારુણ્યના પ્રભાવનિધિસમ સમ્યફ સંબુદ્ધ તથાગત ભગવાન ઉપર પ્રત્યક્ષ રહે તેવી રીતે ગોખમાં ગોઠવેલી હતી : જ્ઞાનાનુાિરુખ્ય પ્રમાનિધનમ: સત્સંવૃદ્ધ.
એક સરખી ઊંચાઈની આ બધી પ્રતિમા દૂરથી સમાન શૈલીની જણાય, પણ સૂક્ષ્મ નિરીક્ષણથી સૂચિત થાય છે કે એમાં કલાકારોએ વસ્ત્રો, આસન, દેહયષ્ટિ વગેરેનું સુચારુ વૈવિધ્ય દર્શાવ્યું છે. ભગવાન બુદ્ધનું ઉત્તરીય કેટલીક પ્રતિમામાં બેઉ ખભા અને અને હાથને ઢાંકી અંગ ઉપર ધારણ કરેલું છે, તો કેટલીકમાં જમણો હાથ અને ખભો ખુલ્લા દર્શાવાયા છે. પ્રથમ પ્રકારમાંના વસ્ત્રની ઢબ ગંધારકળામાં પ્રચલિત છે. ઉત્તરીયમાંની કરચલીઓ જુદી જુદી પ્રતિમામાં વિભિન્ન પદ્ધતિથી અભિવ્યક્ત થઈ છે : કેટલીકમાં ઉત્કીર્ણ કરેલી બેવડી રેખાથી, કોઈમાં ઉપસાવેલી રેખાથી વગેરે. મસ્તક ઉપરના વાળ દક્ષિણાવર્ત નાનાં ગૂંચળાંમાં દર્શાવેલા છે, તો કેટલીકમાં તે ઊભા હોળેલા છે. બધી મુખાકૃતિ પણ ભિન્ન ભિન્ન રીતે વ્યક્ત થયેલી છે. આમાંની કેટલીક મુખાકૃતિ અનુકાલીન બુદ્ધપ્રતિમાની યાદ આપે છે, તો અન્ય કેટલીક મથુરાની કુષાણકાલીન પ્રતિમા જેવી છે. કેટલીક મૂર્તિના મસ્તક ઉપર ઉષ્ણીષનો આકાર છે, તો કેટલીકમાં તેનો અભાવ છે. મહાતૂપના પેટાળમાંથી શૈલસમુગક ઉપરની બુદ્ધની પૂર્વાભિમુખ પ્રતિમા પણ બધી રીતે ઉપર્યુક્ત પ્રતિમાઓ સાથે સામ્ય ધરાવે છે". ,
માટીમાંથી ભગવાન બુદ્ધની નિર્માણ પામેલી આ બધી પ્રતિમા ખસૂસ દર્શાવે છે કે અહીંના કલાકારોએ એમની કલાકૌશલનાં શ્રેષ્ઠતમ સોપાન સિદ્ધ કર્યા છે. શિલ્પકળાના આ નમૂના ચોથી સદીના ઉત્તરાર્ધથી વધુ પૂર્વકાલીન જણાતા નથી. ગુજરાતમાં ક્ષત્રપ કાલના અંતભાગમાં નિર્માણ થયેલી આ કૃતિઓ લલિતકલાના અભ્યદયનું સુંદર અને સુચારુ તથા મનહર-મનભર ચિત્ર રજૂ કરે છે. ગુજરાતમાં આમ આગવી શિલ્પકલા વિકાસ પામી શકી છે એ ઘટના જ ધ્યાનાર્હ છે. માટીમાંથી મૂર્તિઓ અને સ્થાપત્ય-શિલ્પનાં અન્ય અંગો સર્જવાની કળા આપણને મુગ્ધ કરે છે. પ્રાકુ-ગુપ્તકાળની આ પશ્ચિમી કલાશૈલી ગુર્જરકલાના આગવા અભિગમની ઘાતક છે. હિન્દુ પ્રતિમા
ક્ષત્રપકાલીન શૈલગૃહોમાંથી હિન્દુ પ્રતિમાઓ હાથ લાગી નથી. એટલે શામળાજી આસપાસમાંથી સંપ્રાપ્ત થયેલી પ્રતિમા ગુજરાતની સૌ પ્રથમ હિન્દુ પ્રતિમાઓ હોવા સંભવ છે. આથી, પ્રસ્તુત પૃથકૃત વર્ણન આ મૂર્તિઓને અનુલક્ષીને છે.
પરંતુ ગઈ સદીના છઠ્ઠા દાયકા દરમ્યાન કચ્છ વિસ્તારના દોલતપર ગામેથી સંપ્રાપ્ત થયેલું અને વર્તમાને વડોદરાના સંગ્રહાલય-ચિત્રાલયમાં સુરક્ષિત એવું એક મુખશિલ્પ સંભવતઃ ગુજરાતમાંની ઉપલબ્ધ હિન્દુ-પ્રતિમાઓમાં સહુથી પૂર્વસમયનું હોવાનું કહી શકાય તેમ છે; કેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org