________________
પ્રકરણ વીસ
૩૩૧
ડાબે-જમણે આવેલી બેઠક ઉપર એકેક મૂર્તિ પદ્માસનસ્થ સ્થિતિમાં અને નગ્ન છે. તે ટટાર અને સ્થિર છે. હાથ યોગમુદ્રામાં છે. આડી ત્રણ રેખાઓથી મસ્તક ઉપર છત્રીત્રયનો આકાર અભિવ્યક્ત થયેલો છે. તેમની ઉભય બાજુએ ચામરધારિણી અને તેમની ઉપર વિદ્યાધરોની આકૃતિઓ કંડારેલી છે. પ્રવેશદ્વારની સન્મુખની બેઠક ઉપરની આકૃતિ સિંહાસનસ્થ છે. તેના હાથ યોગમુદ્રામાં છે. આકૃતિની ઉભય પડખે ચામરધારિણીઓ સ્થિત છે. આ ત્રણેય પ્રતિમા લાંછનના અભાવે કરીને કયા તીર્થંકરની છે તે સ્પષ્ટ થતું નથી. જો કે સાંકળિયા એમને આદિનાથ તરીકે ઓળખાવે છે. ખડકની ઉપરના ભાગે આછું ઉપસાવેલું શિલ્પ તો સ્પષ્ટતઃ આદિનાથનું છે જે કાયોત્સર્ગ સ્થિતિમાં છે. એના કાનની બૂટ ઘણી લાંબી છે. આ શિલ્પના ગૂંચળાંવાળા કેશ ખભા સુધી વિસ્તરેલા છે. આદિનાથની પ્રતિમાની જોડાજોડ પદ્માસનસ્થ મૂર્તિ નિર્વસ્ત્ર છે અને તેના હાથ યોગમુદ્રાયુક્ત છે. એમના સિંહાસનની વચ્ચે મૃગનું લાંછન અને ચક્ર છે. આ પ્રતિમાના બંને છેડા ઉપર એકેક સિંહ આરુઢ છે. પ્રતિમાની ઉપર છત્રત્રયી છે અને તેની બંને બાજુએ ચામરધારિણી છે. સોળમા તીર્થંકર શાંતિનાથની આ પ્રતિમા છે. સહુથી સ્પષ્ટ અને સુરેખ પ્રતિમા છે પાર્શ્વનાથની. તે કાયોત્સર્ગ સ્થિતિમાં છે. પ્રતિમાની પાછળના ભાગે ફણા ધારણ કરીને ઊભેલા સર્પના ગૂંચળાંની અદ્ભુત વિશેષતા ખાસ ધ્યાનાર્ય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રતિમા પણ અહીં કંડારેલી જોવી પ્રાપ્ત થાય છે; પરંતુ અભિજ્ઞાનનો ખ્યાલ આપનાર લાંછનના અભાવે કરીને તે બધી પ્રતિમા કયા કયા તીર્થકરની છે તે કહેવું મુશ્કેલ છે. આ તમામ મૂર્તિ નિર્વસ્ત્ર છે.
ઢંકગિરિની અન્ય પ્રતિમામાં તીર્થકરો સાથે સંલગ્નિત પરિવાર દેવતાઓની અને ગૌણ આકૃતિઓમાં નોંધપાત્ર આકૃતિ છે ડાબા ઘૂંટણ ઉપર બેસાડેલા બાળક સાથેની સ્ત્રીની. એની જમણી કોણી એના જમણા પગના ઘૂંટણ ઉપર મૂકેલી છે. મૂર્તિનો આ હાથ ઉત્તર તરફ ઊભો છે. એના કુંડલ ભરાવદાર છે. મૂર્તિના વાળમાંથી પસાર થતું આભૂષણ સર્પાકાર ‘છે. જૈન પ્રતિમા વિધાનમાં સામાન્યતઃ અંબિકાની મૂર્તિ બાળક સાથે કંડારેલી દેખાય છે. તેથી અહીં જે સ્ત્રીઆકૃતિ છે તે અંબિકાની હોવી જોઈએ. બૌદ્ધ પ્રતિમા
ક્ષત્રપકાલીન ગુજરાતમાંથી બૌદ્ધગુફાઓ ઉપલબ્ધ થઈ છે, પરંતુ એમાંથી બૌદ્ધપ્રતિમા હાથ લાગી નથી. આ સમયના ગુજરાતમાં બુદ્ધની મૂર્તિઓ પહેલવહેલી દેવની મોરીના મહાતૂપમાંથી ઠીક ઠીક સંખ્યામાં સંપ્રાપ્ત થઈ છે. તે બધી જ પ્રતિમા પકવેલી માટીની છે. આલેખન શૈલી અને શિલ્પવિધાનની દૃષ્ટિએ દેવની મોરીની બૌદ્ધ પ્રતિમા શ્રેષ્ઠ છે.
દેવની મોરીના મહાતૃપની બીજી પીઠિકામાંના ગવાક્ષમાંથી આ પ્રતિમા હાથવગી થઈ છે. સ્તંભના ચણતર વડે ઊભા કરાયેલા આ ગવાક્ષમાં એકાંતરે ભગવાન બુદ્ધની ધ્યાનસ્થ મૂર્તિઓ પ્રસ્થાપિત કરેલી હતી. આપણે અવલોકી ગયા તેમ ચારે બાજુની બધી મળીને ૨૦ પ્રતિમા હોવાનું દર્શાવાયું છે. આ બધાંની ઊંચાઈ ૬૨ સેંટીમીટર અને પહોળાઈ ૩૪ સેંટીમીટરની છે. ૬ થી ૮ સેંટીમીટરી ઊંચી માટીની બેઠક ઉપર આ પ્રતિમા બેસાડેલી છે. બેઠક ઉપર કમળ-પાંખડીની સુંદર ભાત ઉપસાવેલી છે. આ પ્રતિમાઓની સુંદર વેશભૂષા તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org