________________
પ્રકરણ વીસ
૩૨૯
છે. આ આકૃતિઓ દક્ષિણાભિમુખ અને ઉભેલી સ્થિતિમાં દેખાય છે. વિશેષ વિગતોનું વર્ણન શક્ય નથી. માનવ આકૃતિ
આ કાલમાં માનવની આકૃતિઓ સૌ પ્રથમ બાવાપ્યારામાંથી અને ઉપરકોટમાંથી પ્રાપ્ત થઈ છે. બાવાયારાની એક ગુફાના (આલેખ ૫, સંજ્ઞા B) પ્રવેશદ્વાર શાખના બંને સ્તંભની ઉપરની અશ્વારુઢ આકૃતિ પુરુષની હોવાનું સંભવે. તેના દેહાભૂષણ વિશે કોઈ વર્ણન થઈ શકે નહીં એટલી હદે એ ઘસાઈ ગઈ છે, પણ બર્જેસે આપેલા ફોટા ઉપરથી એ અલ્પવસ્ત્રાચ્છાદિત દેખાય છે.
ઉપરકોટમાં નીચલા મજલામાં સ્થિત સ્તંભ અને ચૈત્યવાતાયનમાં માનવાકૃતિઓ મોટા પ્રમાણમાં જોવી સંપ્રાપ્ત થાય છે. સૂક્ષ્મ નિરીક્ષણથી એ આકૃતિઓ બહુધા સ્ત્રીની હોવાનું સ્પષ્ટ થાય છે. સ્તંભોની બેસણી ઉપરની કેટલીક આકૃતિ પુરુષની છે. આ બધાં શિલ્પ કાળબળની અસરથી ઘસાઈ ગયાં હોઈ વિશેષ વર્ણન શકય નથી. આ મજલાના છએ છ સ્તંભના શીર્ષની છેક ઉપરની ચોરસ પટ્ટીમાંની સન્મુખ અંગસ્થિતિવાળી સિંહાકૃતિઓની બંને બાજુ ઉપર વામન સ્વરૂપના લંગોટધારી સશક્ત પુરુષની વિવિધભંગીઓ યુક્ત એકેક આકૃતિ જોવી પ્રાપ્ત થાય છે. આ જ સ્તંભોની બેસણીની છેક નીચેની પટ્ટી ઉપર પણ લંગોટધારી સશક્ત પુરુષની આકૃતિઓ છે. એમના ગળામાં કોઈ આભૂષણ હોવાનું સ્પષ્ટ દેખાય છે.
બાવાપ્યારામાં કોઈ સ્ત્રી-આકૃતિ જોવા મળતી નથી. ઉપરકોટમાં એનું પ્રમાણ વિશેષ છે. નીચલા મજલાની ઉત્તર, પૂર્વ અને દક્ષિણની ભીંતોનાં ચૈત્યગવાક્ષમાં પ્રત્યેકમાં બબ્બે સ્ત્રી-આકૃતિ જોવા મળે છે. એમના દેહ કટી સુધીના દેખાય છે અને નિર્વસ્ત્ર છે. પૂર્વકાળમાં સ્ત્રીનું ઉત્તરાંગવાળું શિલ્પ નિર્વસ્ત્ર હોય એ સ્વાભાવિક ગણાતું હતું. આ બધી આકૃતિઓની દેહસ્થિતિ ભિન્ન ભિન્ન પ્રકારની અને વિવિધ હાવભાવયુક્ત રીતે અભિવ્યક્ત થઈ છે. લગભગ બધી આકૃતિમાં મસ્તકની બંને બાજુએ અંબોડા પ્રકારનાં વિશિષ્ટ શૈલીમાં કેશગુંફન કરેલાં જોવાં પ્રાપ્ત થાય છે. લગભગ પ્રત્યેક સ્ત્રીના અંગ ઉપર કંઠાભરણ, વલય અને બાજુબંધ જેવાં આભૂષણ નજરે પડે છે. ઉત્તરની દીવાલના પ્રથમ ચૈત્યગવાક્ષમાંની ડાબી બાજૂની સ્ત્રીના જમણા હાથમાં દર્પણ જેવું કોઈ ઉપકરણ નજરે પડે છે૧૫. આજ મજલામાંના સ્તંભના શિખરો ઉપરની ગોળ પટ્ટીમાં સ્ત્રીઓની ઊભેલી સ્થિતિયુક્ત આકૃતિમાંની કેટલીક નિર્વસ્ત્ર, તો કેટલીક અલ્પવસ્ત્રાચ્છાદિત જોવા મળે છે. આમાંની કેટલીકનાં મસ્તક ઉપર અંબોડા પ્રકારનાં કેશગુંફનનાં દશ્ય જોવા મળે છે, તો કેટલીકનાં મસ્તક ઉપર કોઈક પ્રકારનાં વસ્ત્રનાં આવરણ નજરે પડે છે. આ બધી આકૃતિની ઊભા રહેવાની છટા અને લઢણમાં કંઈને કંઈ વૈવિધ્ય માલૂમ પડે છે. આભૂષણમાં કંઠાભરણ અને અગનાં વલય સિવાય અન્ય ઘરેણાં દેખાતાં નથી. આ બધી સ્ત્રીઆકૃતિમાં એક દર્પણકન્યા અને એક નૃત્યાંગના જેવા આકાર નજરે પડે છે.
ક્ષત્રપ રાજાઓનાં ચાંદીના સિક્કાના અગ્રભાગ ઉપરની રાજાની મુખાકૃતિનું વર્ણન અહીં જરૂરી છે. આ મુખાકૃતિ દક્ષિણાભિમુખ અને પાર્શ્વદર્શનની છે. આ બધી જ આકૃતિ પુરુષની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org