________________
પ્રકરણ વીસ
લલિતકલા-૩ : શિલ્પસમૃદ્ધિ
ભૂમિકા
વાસ્તુકલા સાથે શિલ્પકલાને અને હુન્નર ઉદ્યોગને નિકટનો અવિનાભાવિ સંબંધ છે. કહો કે આ બધી કલા પરસ્પરને પૂરક છે. સ્થપતિ ઉભયના સંયોજન વડે સુંદર ઇમારતનું સર્જન કરે છે. આ સંદર્ભે વિચારતાં શિલ્પાકૃતિઓ બે પ્રકારની હોઈ શકે : સ્થાપત્યના સુશોભન વાસ્તુની અને સ્વતંત્ર શિલ્પ તરીકેની. આપણે એથી અવગત છીએ કે સામાન્યતઃ પૂર્વકાલીન ભારતમાં શિલ્પનું અલગ અસ્તિત્વ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અનુકાલમાં એ સ્થાપત્ય સાથે સંલગ્નિત રહેલું દર્શાવાય છે. પરંતુ ગુજરાતના પૂર્વકાલમાં શિલ્પ સ્થાપત્યના અનુસંધાને આ વિધાન પૂર્ણતયા યોગ્ય જણાતું નથી. ભૌમિતિક આકૃતિઓ અને ફુલવેલની ભાત પ્રાયઃ સ્થાપત્યના કે ક્યારેક મુખ્ય શિલ્પકૃતિના સુશોભન સારુ પ્રયોજાય છે, ક્યારેક માત્ર પ્રતીક તરીકે પણ પ્રયોજાય છે. દા.ત. સ્વસ્તિક. આકૃતિ અને ભાત
બાવાપ્યારાનાં શૈલગૃહોમાંની એક ઓરડીના પ્રવેશદ્વાર ઉપર ભૌમિતિક આકૃતિઓ છે. આમાં વચ્ચેની ત્રણ આકૃતિ અખંડિત છે, જ્યારે છેડા ઉપરની બંને અડધી દેશ્ય છે, જેની કોતરણી જો કે સરખી છે. મધ્યમાં કોતરેલી આકૃતિની કોતરણી ભિન્ન છે. એની આસપાસની કોતરણી સરખી છે. આ પટ્ટીની ઉપરની પટ્ટીમાંય ભૌમિતિક આકૃતિ કંડારેલી છે. છેક ઉપલી પટ્ટીમાં અષ્ટકોણીય કોતરણીયુક્ત બાર આકૃતિ છે. ઉપરકોટનાં શૈલગૃહોના ઉપલા તથા નીચલા મજલે તથા દેવની મોરીના મહાતૂપમાં ઉત્કીર્ણ ચોરસ સુશોભન ભૌમિતિક આકૃતિની યાદ આપે છે. ઉપરકોટના સ્નાનકુંડવાળા ખંડમાં સ્તંભો અને અર્ધસ્તંભો પરના ત્રાંસા પટ્ટ કોઈ ભાતનો ખ્યાલ આપે છે. આ સ્તંભોની બેઠકના અષ્ટકોણ ભાગ ઉપર વેલપાનની ભાત જેવી આકૃતિ છે. નીચલા મજલાના સ્તંભોની બેઠક ઉપર સુંદર અને ઝીણી કોતરણીયુક્ત પત્રવલ્લીઓની ભાત સુંદર દશ્ય રજૂ કરે છે. પદાર્થ અને પ્રતીક
બાવા-પ્યારાનાં શૈલગૃહોમાં બે જગ્યાએ પદાર્થ અને પ્રતીક જોવાં પ્રાપ્ત થાય છે, જેમાં મીનયુગલ, કુંભ, સ્વસ્તિક, દર્પણ, ભદ્રાસન વગેરેનો સમાવેશ થઈ શકે. અહીં કુંભ અને દર્પણ પદાર્થ અને પ્રતીક ઉભય તરીકે પ્રદર્શિત થયાં છે. ઉપરકોટનાં શૈલગૃહોમાં કે અન્યત્ર પદાર્થ પ્રતીક જોવા મળતાં નથી. પ્રાણી-આકાર
ક્ષત્રપકાલીન શિલ્પમાં પ્રાણીઓના આકાર સૌ પ્રથમ બાવાપ્યારાનાં અને ઉપરકોટનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org