________________
૩૧૦
ક્ષત્રપકાલીન ગુજરાત
બીજી ગુફા ઘણી સાદી છે. તે ૨.૩૪મીટર સમચોરસ છે. વરંડો ૪ X ૨.૩૪ મીટરનો છે. ગુફામાં જવા સોપાનશ્રેણી છે. વરંડાની સપાટ છતને ટેકવી રાખતી દીવાલો આગળ કપાત આકારની કાનસ છે. ત્રીજી એક ગુફાનો વર્તમાન સમયમાં વપરાશ થયો જણાય છે. પાંચમી ગુફા નીચી સપાટી ઉપર છે. છઠ્ઠી ગુફા સાદી છે. સાતમી ગુફા જીર્ણાવસ્થામાં છે. અહીંથી એક શિવલિંગ પણ પ્રાપ્ત થયું છે. સંભવતઃ અનુકાલમાં બ્રાહ્મણ સાધુઓ અહીં રહ્યા હોવા સંભવે.
તળેટીમાંનો સિંહસ્તંભ ૩.૮૧ મીટર ૦૧૫ ઊંચો છે. સ્તંભ નીચેથી ઉપર જતાં પાતળો થતો જાય છે. ટોચ ઉપર બે-શરીરયુક્ત અને એક-મુખવાળા સિંહની આકૃતિ છે. અહીંથી ચાંદીનો એક ઇન્ડોગ્રીક સિક્કો હાથ લાગ્યો છે જે ગોળાકાર છે અને તે સિક્કો મિનેન્ટરનો છે. અગ્રભાગમાં રાજાની મુખાકૃતિ અને ગ્રીક અક્ષરો છે. પૃષ્ઠભાગે કોઈ ગ્રીક દેવની આકૃતિ છે. સિક્કા ઉપરનાં બે કાણાં સંભવતઃ કોઈક પ્રકારે વપરાશનું સૂચન કરે છે.
ગુફાની સાદાઈ, લેખ, સ્તંભના આકાર, વેદિકાની ભાત, વરંડા, સિહતંભ વગેરેના આધારે જયેન્દ્ર નાણાવટી આ ગુફાઓને ઈસુની પહેલી સદીની આસપાસની હોવાનો સંભવ અભિવ્યક્ત કરે છે૧૭.
પાદનોંધ ૧. બીલ, રિકોર્ડઝ, પુસ્તક ૨, પૃષ્ઠ ૨૫૭-૭૦; વોટર્સ, ન યુઆન ચાંગ્સ ટ્રાવેલ્સ ઇન ઇન્ડિયા, પુસ્તક
૨, પૃષ્ઠ ૨૩૯-૫૦. ૨. બસ, એકાક., પટ્ટ ૧૬. ૩. બન્ને (એજન) અને સાંકળિયાએ (આ) આનો ઉલ્લેખ કર્યો નથી. ' ૪. બસ, એજન, પૃષ્ઠ ૧૪૦, પટ્ટ ૧૭, સંજ્ઞા એ. ૫. એજન, પટ્ટ ૧૯. જો કે અષ્ટકોણની વીગત બર્જેસે નોંધી નથી. ૬. એજન, પૃષ્ઠ ૧૩૯. પ્રસ્તુત આકૃતિઓ ઘસાઈ ગયેલી હોવાથી, આ ગ્રંથલેખકે જયારે ૧૯૬૨ અને - ૧૯૬૩માં આ ગુફાઓની પ્રત્યક્ષ મુલાકાત લીધી ત્યારે ઓળખવી મુશ્કેલ બની હતી. ૭. એજન, પટ્ટ ૧૯. ૮. છાઘનું આ સપાટપણું એના નિર્માણની પૂર્વકાલીનતા સૂચિત કરે છે. બીજી-ત્રીજી સદી દરમ્યાન
ચૈત્યગૃહોનાં છાઘ સપાટ હતાં. તે પછી અર્ધનળાકાર સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યાં. ૯. બર્જેસ, સાંકળિયા વગેરે વિદ્વાનોએ આ ઉલ્લેખ કર્યો નથી. ૧૦. એકાક., પૃષ્ઠ ૧૩૯. ૧૧. એજન, પૃષ્ઠ ૧૪૦. ૧૨. જુઓ પરિશિષ્ટ એક, નંબર ૨૦. આ લેખમાં “ક્ષત્રપ જયદામાના પૌત્ર’ એવી નોંધ છે, પણ તે પૌત્રનું
નામ અવાચ્ય છે. જયદામાના બે પૌત્રો-દામજદશ્રી ૧લો અને રુદ્રસિંહ ૧લો-માંથી કોણ હશે ? રાજકીય કારકિર્દીના સંદર્ભે તે રદ્રસિંહ ૧લો હોઈ શકે. તો આ લેખ ઈસ્વીસન ૧૮૦થી ૧૯૭ વચ્ચે
હોવો જોઈએ, જે પ્રસ્તુત ગુફાના સમયાંકનમાં ઉપકારક બની રહે છે. ૧૩. બર્જેસ, સાંકળિયા વગેરે વિદ્વાનોએ આ બાલમુખોની નોંધ લીધી નથી. આ ગ્રંથલેખકે આ વિશે
પહેલપ્રથમ ધ્યાન આકૃષ્ટ કર્યું છે. આ સિંહબાલમુખો આ ગુફાસમૂહના સમયનિર્ણયમાં ઉપયોગી બની રહે છે. જુઓ ચિત્ર નંબર ૧૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org