________________
૩૧૭
પ્રકરણ ઓગણીસ ૨૬ સેંટીમીટર પહોળી એક નીક છે. અહિંદમાં ૧૮૮૧૩ સેંટીમીટરના કદની પાણીની બે ટાંકી છે.
આ ઈંટેરી વિહારમાંથી પકવેલી માટીનું એક મુદ્રાંક મળી આવ્યું છે, જેના અંદરના વર્તુળનો વ્યાસ ત્રણ સેંટીમીટરનો છે. મુદ્રાંકની મધ્યમાં ત્રિકૂટ પર્વતની આકૃતિ છે. એના વૃત્તાકારે બ્રાહ્મી લિપિમાં લખાણ છે : મહારગ સુદ્રસેન વિહારે મધુસંધી. આ રાજા રુદ્રસેન તે મહાક્ષત્રપ રાજા રુદ્રસેન ૧લો હોવા સંભવે છે. અત્યાર સુધીનાં ઉત્પનન દ્વારા ભારતમાંથી મળેલી મુદ્રાઓમાં આ મુદ્રા પૂર્વકાલીન હોવાનું સૂચવાયું છે. મુદ્રાંક ઉપરના લખાણથી અનુમાની શકાય કે આ વિહાર રાજા રુદ્રસેને બૌદ્ધ ભિક્ષુસંઘ સારુ બંધાવ્યો હતો.
આ ઉપરાંત આ વિહારમાંથી વાટવાના પથ્થર, વજન માટેના પથ્થર, માટીની ચકરડી, સોનું કસવાનો પથ્થર, સિંહની દાઢ, વિવિધ ઘાટનાં વાસણો, ચાંદીના તથા તાંબાના થોડા સિક્કા, વિશિષ્ટ અને સામાન્ય ઠીંકરાં, અબરખના ટુકડા વગેરે અવશેષો મળી આવ્યા છે. મૃત્તિકાનિર્મિત્ત ચીજવસ્તુઓમાં કુંજા, પ્યાલા, કટોરા, ગટરનાં ઢાંકણાંનો સમાવેશ થાય છે. અહીંથી મોટા કદની (૪૬ X ૩૧ X ૭ સેંટીમીટરની) ઈંટો પુષ્કળ પ્રમાણમાં મળી છે. ઈંટવા વિહાર અને ઈંટોની ઉપલબ્ધિનું બાહુલ્ય આ સ્થળના નામાભિધાન વાતે સૂચક બની રહે છે.
સમયનિર્ણય : અહીંથી સંપ્રાપ્ત મુદ્રાંક રાજા રુદ્રસેન ૧લાનું છે. આ રાજાના મહાક્ષત્રપ તરીકેના સિક્કાઓ વર્ષ ૧૨૪ (ઈસ્વી ૨૦૨)થી વર્ષ ૧૪૨ (ઈસ્વી ૨૨૦) સુધીના મળ્યા છે. આથી, આ વિહાર ઈસ્વીની ત્રીજી સદીના પ્રથમ ચરણ દરમ્યાન નિર્માણ પામ્યો હોય. દેવની મોરીનો મહાવિહાર
સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના પ્રસિદ્ધ વૈષ્ણવતીર્થ શામળાજીની પૂર્વમાં દેવની મોરી નામનું ગામ છે. તીર્થધામ અને ગામની વચ્ચે ઉત્તર-દક્ષિણ વહેતી અને પછી વળાંક લઈ પશ્ચિમમાં જતી મેશ્વો નદી આવેલી છે. ગામની ભાગોળે અને નદીના કિનારે “ભોજ રાજાનો ટેકરો' નામની જગ્યા આવેલી હતી. અહીંથી મોટા કદની ઈંટો અને ચકચક્તિ લાલ મૃતભાડ઼ોના અવશેષ હાથ લાગવાથી વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાવસ્તવિદ્યા વિભાગ તરફથી વ્યવસ્થિત ઉખનનકાર્ય ૧૯૫૯-૬૦થી ચાર વર્ષ સુધી ચાલ્યું હતું.
અહીંથી વિહાર હાથ લાગ્યા હતા, જેમાંનો એક વિહાર મોટો છે અને તે મહાવિહારથી ખ્યાત છે. બીજો વિહાર મહાવિહારથી ૧૫૦ મીટરના અંતરે પૂર્વમાં આવેલો છે.
મહાવિહાર ઈંટરી છે. એનું ક્ષેત્રફળ ૪૮ X ૪૫ મીટરનું છે; બહારની ઓસરી સાથે. તેનો આકાર લંબચોરસ છે. મધ્યમાં ખૂલ્લો ચોક છે જે ઈંટોથી સજ્જ છે. ચોકની ચોપાસ ૩૨ ખંડ છે; પ્રત્યેક બાજુએ આઠ ખંડની ગણતરી પ્રમાણે આમાં ૨૬ ખંડ સાધુઓના નિવાસ વાતે છે. શેષમાં એક મંદિર છે અને એક કોઠાર છે. તથા એકમાં રસોડું છે. ખંડોની આગળ ચોકને ફરતી ઓસરી છે. બહારની બાજુએ પણ ચોપાસ ફરતો ઓટલો છે, જે કદાચ પછીના સમયે બંધાયો હોય. વિહારનો પ્રવેશમાર્ગ ઉત્તરમાં છે, જે ૨.૬૫ મીટર પહોળો છે. વિહારના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org