________________
પ્રકરણ અઢાર
એમના દંડના ત્રણ ત્રણ આડા ભાગ પાડેલા છે અને પ્રત્યેક ભાગમાં ત્રાંસા પટ્ટાની ભાત કંડારેલી છે. દરેક ભાગના પટ્ટાનો ત્રાંસ તેની પાસેના ભાગના ત્રાંસથી ઊલટી દિશાનો છે.
309
સ્તંભો અને અર્ધસ્તંભો ઉપરના ત્રાંસાનું તુલનાત્મક નિરીક્ષણ કરવાથી જણાય છે કે પશ્ચિમ બાજુના સ્તંભ પરનો ત્રાંસ તથા તે તરફના અર્ધસ્તંભના વચલા ભાગ ઉપરનો ત્રાંસ એક સરખી દિશાનો છે. એવી રીતે પૂર્વ દિશાના સ્તંભ અને અર્ધસ્તંભના વચલા ભાગ ઉપરના ત્રાંસ પણ એક સરખો મરોડ ધરાવે છે.
સ્તંભોની બેઠક અષ્ટકોણ છે. તેના ઉપર વેલ-પાનની ભાત કોતરેલી છે. એના શીર્ષ ગોળ છે અને પશુ-આકૃતિઓથી વિભૂષિત છે. આકૃતિઓ ખૂબ જ ઘસાઈ ગયેલી હોવાથી પશુની ઓળખ મેળવવી શકય નથી”. અર્ધસ્તંભોની કુંભી અને શિખર બંને અષ્ટકોણ છે.
કુંડની ત્રણેય તરફ સ્થિત આવરણ યુક્ત ઓસરીના સ્તંભ અને અર્ધસ્તંભની બરોબર વચ્ચે લંબયોરસ એવા ત્રણ પુનર્નિર્મિત સ્તંભ છે, જે પ્રત્યેકનું માપ ૬૦ x ૪૭ સેંટીમીટરનું છે. ત્રણ પૈકીનો એક દક્ષિણ તરફના સ્તંભોની વચ્ચે અને શેષ બે દક્ષિણ તરફના સ્તંભો અને ઉત્તર તરફના અર્ધસ્તંભોની બરોબર વચ્ચે મુકેલા છે. કુંડની ઓતરાતી દીવાલમાં સ્થિત બાકોરામાં પણ લંબચોરસ એવો એક પુનર્નિર્મિત સ્તંભ મૂકેલો છે.
કુંડની પૂર્વ તરફની ઓસરીની દીવાલના ઉત્તર છેડે આવેલા પ્રવેશમાર્ગમાં (સંજ્ઞા ૬૪) થઈ બાજુમાં આવેલાં મોટા ખંડની દક્ષિણની દીવાલની પૂર્વ છેડે આવેલા બીજા પ્રવેશમાર્ગ (સંક્ષ 7) મારફતે એક મોટા ખંડમાં પહોંચી શકાય છે (સંજ્ઞા ), જે ૧૦૩ મીટર લાંબો અને ૮' મીટર પહોળો છે. આ ખંડની છતને છ થાંભલાનો ટેકો છે, જેમાં ચાર ચોરસ છે અને બે પોણ છે . પરંતુ લોકોએ એનું અસલી સ્વરૂપ જાળવી રાખવાનું ઉચિત ગણ્યું નથી. એની કુંભી અને શિખરના ભાગ ઘસાઈ ગયા હોવાથી કોતરેલી કોઈ આકૃતિનો ખ્યાલ પામી શકાતો નથી. આ ચાર થાંભલાની વચ્ચેનો ભાગ ખુલ્લા છે (સંજ્ઞા ૬) જે ચોતરફની આવરણયુક્ત ઓસરીઓથી રક્ષિત છે. ઓસરીઓમાંની દક્ષિણની દીવાલને બાદ કરતાં પૂર્વ, ઉત્તર અને પશ્ચિમની દીવાલોમાં બેઠકો કંડારવામાં આવેલી છે, જેમાં પૂર્વ અને પશ્ચિમમાં ચાર ચાર તથા ઉત્તરમાં બે બેઠકો થઈ કુલ દશ બેઠક છે. પૂર્વની દીવાલમાંની બેઠકો ઘસાઈને ઢોળાવ રૂપની અને ખાડાખાડા યુક્ત બની ગઈ છે. તે દીવાલ ઉપરની પટ્ટીની તમામ ભાત ઘસાઈ ગઈ છે. ઉત્તર અને પશ્ચિમની દીવાલની બેઠકો પરની પટ્ટીઓ ચત્યવાતાયનો અને ચોકઠા પ્રકારનાં સુશોભનયુક્ત છે. આવી ચોકઠાંન ભાત દેવની મોરીના સ્તૂપમાંથી પ્રાપ્ત થઈ છે.
આ ખંડના ઈશાન ખુણામાં આવેલા પ્રવેશમાર્ગમાં થઈ બાજુમાં આવેલી નાની ઓરડીમાં વાય છે, જે ૩ X ૨૧ મીટર લંબાઈ-પહોળાઈની છે (સંજ્ઞા ધ અને ). આ ઓરડીન છતમાં દક્ષિણી ભીતને અડીને પ્રવેશમાર્ગની પૂર્વે એક મોટું કાણું છે, જેની આસપાસની ત ધૂમાડાથી કાળી થઈ ગયેલી છે. આથી, બર્જેસે સૂચવ્યું છે કે આ ઓરડીનો ઉપયોગ પ્રસંગોપાત રસોડા તરીકે થતો હશે. આ ઓરડીના પ્રવેશમાર્ગની શેલારશાખમાં કાષ્ઠનાં બારણાંના વપરાશ સૂચવતાં બાકોરાં છે. આ ઓરડીના પશ્ચિમ છેડાની બાજુમાં આવેલા પ્રવેશ માર્ગમાં થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org