________________
પ્રકરણ અઢાર
૩૦૩
ખંડની વચ્ચે આવેલા ચાર સ્તંભની વચ્ચેનો ભાગ ખુલ્લો છે. ચારેય સ્તંભ સરખા છે. તે પ્રત્યેક ત્રણ ભાગમાં વિભાજિત છે : કુંભી, દંડ અને શીર્ષ. પ્રત્યેક સ્તંભની કુંભી સમચોરસ છે અને ઉતરતા થરની સુંદર ઘાટની તથા પત્રાવલ્લીઓથી સુશોભિત છે. કુંભીની ચારેય બાજુના મધ્યમાં લંગોટીધારી સશક્ત માનવોની એક એક આકૃતિ છે. દંડનો ભાગ ગોળ છે. શિખરના ત્રણ ભાગ છે. દંડની ઉપરના શિખરના ભાગ ઉપર ઘંટિકાઓની કોતરણી છે. તેની ઉપરના ભાગમાં સ્ત્રીઓની વિવિધભંગી આકૃતિઓ છે, જેમાંની કેટલીક સંપૂર્ણ નિર્વસ્ત્રી છે, તો કેટલીક અલ્પવસ્ત્રાચ્છાદિત છે. સ્ત્રીઓના પગ આગળ વામન સ્વરૂપની માનવાકૃતિઓ દશ્યમાન છે, જે સંભવતઃ પુરુષની હોય. સ્ત્રી-આકૃતિઓના ઉપરના થરમાં ચારેય તરફ બેઠેલા સિંહની અને વચ્ચે વચ્ચે સામે જોતા સિંહની આકૃતિઓ છે. વચ્ચે વચ્ચે લંગોટીયુક્ત સશક્ત માનવાકૃતિઓ છે. અહીં ચાર ખૂણા ઉપર ચાર સિંહ બેઠેલા છે, જે દરેકને વચ્ચે વચ્ચે એક મુખ અને બે બાજુએ બબ્બે શરીર છે. સિંહ-પટ્ટની ઉપરની છતને સ્પર્શતો ભાગ કોતરણી વિનાનો છે.
ખંડના પશ્ચિમોત્તર ભાગમાં આવેલા બે સ્તંભ (સંજ્ઞા ) પણ કોતરણી સંદર્ભે ચાર સ્તંભને લગભગ મળતા આવે છે. બેસણી અને શીર્ષ ઉપરની કોતરણી તથા માનવપ્રાણીની આકૃતિઓ સ્તંભના જેવી જ છે. શીર્ષના ભાગ પરત્વે થોડોક ફરક છે. ચારેય સ્તંભમાં દંડને સ્પર્શતા શીર્ષના નીચલા ભાગ ઉપર ઘટિકાઓ કંડારેલી છે, જ્યારે આ બે સ્તંભમાં એ જ ભાગ ઉપર સંભવતઃ ઘેટાંનાં મુખની કૃતિ કોતરેલી છે. આથી, ઘણી જગ્યા રોકાઈ છે અને ફલત શીર્ષનો છતને અડતો ભાગ કોતરણી વિનાનો છે.
નીચલા મજલામાં પૂર્વમાં એક, ઉત્તરમાં બે તથા દક્ષિણમાં એક એમ કુલ ચાર સ્તંભ પુનર્નિર્મિત છે અને લંબચોરસ આકારના છે. પ્રત્યેકનું માપ ૬૨ x ૪૬ સેંટીમીટર છે.
આ ખંડની દક્ષિણ-પશ્ચિમ બાજુમાં એક નાનો ખંડ છે (આલેખ ૭, સંજ્ઞા વ). આમ તો, ઉપરના મજલે આવેલા ખંડ (સંજ્ઞા ધ અને ન)ના જેવો જ છે. પરંતુ તેમાં કોઈ કાણું નથી, છતાં તે રસોડું હોવાનું સૂચવી શકાય તેમ છે. આ ઓરડીની ઉત્તરે અને ખંડની પશ્ચિમોત્તર બાજુમાં બે લંબચોરસ થાંભલા અને એવા બે અર્ધસ્તંભોથી અલગ કરાયેલી ત્રણ પ્રવેશમાર્ગયુક્ત એક લાંબી પરશાળ છે (સંજ્ઞા છે). એનો ઉપયોગ જાણમાં નથી. એની મધ્યમાં એક પુનર્નિર્મિત લંબચોરસ સ્તંભ છે (સંજ્ઞા ).
ધર્મપ્રતીકનો અભાવ : આ ગુફાઓમાં કોઈ ધર્મનાં પ્રતીક જોવાં પ્રાપ્ત થતાં નથી. પરંતુ બૌદ્ધ ધર્મનાં ચિહ્નનો અભાવ દર્શાવી અને બાવાપ્યારાની ગુફાઓ જૈનધર્મી હોવાથી આ ગુફાઓ પણ તે ધર્મની હોય એવી અટકળ સાંકળિયાએ કરી છે. તેઓ એવું પણ કહ્યું છે કે અહીં શરૂમાં બૌદ્ધ સાધુઓનો વસવાટ હોય, તે પછી જૈન સાધુઓ વસ્યા હોય અને છેવટે પુનઃ બૌદ્ધ સાધુઓ રહ્યા હોય. શક્ય છે કે ઉભય ધર્મના સંન્યાસીઓએ અહીં વસવાટ કર્યો હોય.
પરંતુ સ્ત્રીઓની નિર્વસ્ત્રી અને અલ્પાચ્છાદિત વસ્ત્રોયુક્ત આકૃતિઓ, લંગોટીધારી સશક્ત માનવાકૃતિઓ, ચૈત્યગવાક્ષોમાંથી નમીને બહાર જોઈ રહેલી માનવાકૃતિ વગેરે સંદર્ભે સાંકળિયાની અટકળને સ્વીકારવી મુશ્કેલ જણાય છે. બર્જેસ આ સ્થળ પ્રમોદભવન હોવાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org