________________
પ્રકરણ અઢાર
૧૯૫૮-૫૯ના વર્ષ દરમ્યાનના પુરારક્ષણકાર્યથી ગુફાના ટોચના ભાગેથી રુદ્રસેનના સીસાના સિક્કા તથા રાતાં ચકચક્તિ વાસણોનાં ઠીંકરાં હાથ લાગ્યાં હતાં. આ રુદ્રસેન સંભવતઃ રુદ્રસેન ત્રીજો હોવાનું જણાય છે કેમ કે એના સીસાના સિક્કા મળ્યા છે (જુઓ પ્રકરણ તેર). આ રાજાના મહાક્ષત્રપપદના વર્ષ ૨૭૦ (ઈસ્વી ૩૪૮થી)થી ૩૦૨ (ઈસ્વી ૩૮૦) સુધીના
સિક્કા મળે છે.
અત્યાર સુધીના પૃથષ્કૃત વિશ્લેષણથી સૂચિત થઈ શકે કે ઉપરકોટની ગુફાઓ ઈસુની બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં નિર્માણ પામી હોવી જોઈએ. ખાપરા-કોડિયાની ગુફા
304
જૂનાગઢમાં સ્થિત આ ગુફાઓની પહેલપ્રથમ મુલાકાત કર્નલ ટોડે લીધી હોવાનું જણાય છે. પણ એનું વિસ્તૃત વર્ણન તો સહુ પ્રથમ બર્જેસે આપ્યું છે॰. ટૉડના સમયે સ્થાનિક લોકો આ ગુફાઓને ‘ખેંગાર મહેલ' તરીકે ઓળખતા હતા. પરંતુ અસલમાં એ ગુફાઓ મોટી હોવાનું (અને મહેલ નહી હોવાનું) અભ્યાસાવલોકનથી કહી શકાય. બર્જેસની મુલાકાત સમયે એની લંબાઈ આશરે ૭૫ મીટર અને પહોળાઈ આશરે ૨૪ મીટરની હોવાનું નોંધાયું છે. પથ્થરના ખાણખોદકાર્યથી ગુફાઓને સારું એવું નુકસાન થયું છે.
ગુફાની પશ્ચિમ તરફના છેડે બે (જેમાંની એક દક્ષિણાભિમુખ અને બીજી ઉત્તરાભિમુખ છે) અને પૂર્વ તરફના છેડે બે (જેમાંની એક ઉત્તરાભિમુખ અને બીજી દક્ષિણાભિમુખ છે) એમ કુલ ચાર સીડી છે. આથી, સ્પષ્ટ થાય છે કે ગુફાઓ એક કરતાં વધારે મજલાયુક્ત હોવી જોઈએ. પરંતુ વર્તમાને આ સીડીઓ સિવાય મજલો કે મજલાની કોઈ નિશાની અવશિષ્ટ રહી નથી. આ ગુફાઓનું મુખ્ય પ્રવેશદ્વાર ક્યાં હશે તે કહેવું મુશ્કેલ છે.
ગુફાની ભીંતો અત્યંત સાદી છે. બહારના સ્તંભોના છાઘ ઉપર વ્યાલમુખો અત્યંત ઘસાઈ ગયેલી હાલતમાં છે. સૂક્ષ્મ નિરીક્ષણથી સૂચવાય છે કે તે મેષ-વ્યાલ-મુખો છે. આ સિવાય માનવ કે પ્રાણીની કોઈ આકૃતિ અહીં જોવી પ્રાપ્ત થતી નથી.
ગુફાના પશ્ચિમ ભાગમાં એક ખંડ છે. એની મધ્યમાં કુંડ છે. એના ચારેય ખૂણા ઉપર એકેક સ્તંભ છે. આ ખંડની પૂર્વ દિશામાં આવેલી ગુફામાં સમચોરસ એવા ચાર કુંડ છે, જે પ્રત્યેકના ખૂણા ઉપર એકેક સ્તંભ છે. આમ કુલ ૨૦ સ્તંભ છે. કુંડમાં ઉતરવા વાસ્તે સોપાનશ્રેણી છે. આ ગુફાઓમાં ઘણી જગ્યાએ શંખિલપિમાં અક્ષરો કોતરેલા છે.
ગુફાઓનાં સમયાંકન બાબતે કશું અસંદિગ્ધપણે કહેવું મુશ્કેલ છે. એની સાદાઈ, વ્યાલમુખો, બાવાપ્યારા જેવા અલંકરણ વિનાના સ્તંભ અને ઉપરની કોટની જેમ કુંડનું અસ્તિત્વઆ સંદર્ભે આ ગુફાઓ ઈસુની આરંભની ત્રણેક સદી દરમ્યાન નિર્માણ પામી હોવાનો સંભવ
અભિવ્યક્ત થઈ શકે૪.
તળાજાનાં શૈલગૃહ
ભાવનગર જિલ્લાના શેત્રુંજી નદીના કાંઠે સ્થિત તળાજા ગામની લગભગ પશ્ચિમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org