________________
૩૦૬
ક્ષત્રપકાલીન ગુજરાત દિશાએ આવેલે ૯૬ મીટર ઊંચી ટેકરીની પશ્ચિમોત્તર બાજુ ઉપર શૈલોત્કીર્ણ એવી ત્રીસ ગુફાઓનો સમૂહ આવેલી છે. જવાળામુખીની અસરોમાંથી ઉદ્ભવેલો આ ડુંગર છે૫. ડુંગરના ઈશાન ખૂણેથી ગુફાસમૂહ શરૂ થઈ દક્ષિણમાં પૂરો થાય છે. આમાંની કેટલીક ગુફાને એક એક ટાંકું છે, તો કેટલીકને બળે છે, તો વળી કેટલીકમાં એકેય ટાંકું નથી. બધાં મળી ૨૦ ટાંકાં છે. બધી ગુફાઓ હાલ જીર્ણાવસ્થામાં છે; કેમ કે પોચા અને ખરતા પથ્થરને કારણે મોટાભાગની ગુફાની આવી હાલત છે. બધી ગુફાનો પથ્થર એક સરખો નથી. વાયવ્યમાં આવેલી “એભલ મંડપ' નામની ગુફા સખત પથ્થરની હોઈ તે સારી સ્થિતિમાં છે. આ ગુફાનું નામ દંતકથા આધારિત છે.
યુઆન શ્વાંગ વલભીનું વર્ણન કરતાં એ નગરથી થોડે અંતરે આવેલા એક મહાવિહારનો ઉલ્લેખ કર્યો છે. આ વિહાર અહિત અચલે કરાવ્યો હતો.... વલભી નજીકના ડુંગરોને લક્ષ્યમાં લેતાં આ મહાવિહાર વલભી નજીક આવેલા તળાજા-ડુંગર ઉપરનાં પૂર્વકાલીન શૈલગૃહો હોવાનું સંભવિત છે.
આ ગુફાસમૂહમાં સહુથી વિશેષ સુરક્ષિત અને શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ ખૂબ જ ઉત્કૃષ્ટ એવી બે ગુફા છે : એભલ મંડપ ગુફા અને ચૈત્યગૃહ ગુફા. પહેલી ગુફા આશરે ૩૦ મીટર ઊંચાઈ ઉપર છે. તે ૨૨ મીટર લાંબી અને ૨૧ મીટર પહોળી છે. ગુફાની ઊંચાઈ ૫ થી ૬ મીટર જેટલી છે; કેમ કે છત એક તરફ ઢળતી છે. નિવાસ માટેની ઓરડીઓ અહીં નથી એ વિશેષતા નોંધપાત્ર છે. ગુફાના વિશાળ ખંડની આગળ અષ્ટકોણીય ચાર સ્તંભનાં અવશિષ્ટ રહેલાં જણાય છે. (આ ગુફામાંના લગભગ બધા જ સ્તંભ પથ્થરના કનિષ્ઠ પ્રકારને કારણે નાશ પામ્યા છે. આ રીતે, સ્તંભોનો એક સરખો અભાવ આશ્ચર્ય ઉપજાવે છે. આ દૃષ્ટિએ આ ગુફાઓ વિરલ ગણાય.) એભલ મંડપના અગ્રભાગની દીવાલ ઉપર ઊંચાઈ ઉપર મોટાં ચૈત્યવાતાયનની આકૃતિઓ કંડારેલી છે. વાતાયનોના બંને છેડાને જોડતો વેદિકાની પહોળી ભાતનો પટ્ટો કંડારેલો છે. આ ચૈત્યવાતાયનોના આકાર અસાધારણ અને ભિન્ન છે. તે અર્ધ અંડાકાર છે અને અંદરના ભાગમાં અર્ધવર્તુળાકાર કમાન કંડારેલી છે. કમાનની નીચે એક લંબચોરસ છે અને એની બંને બાજુએ નાની અર્ધવર્તુળ આકૃતિ છે. આમ, આ ત્રણ- બે નાનાં અને એક મોટું- અર્ધવર્તુળથી ત્રિદલની આકૃતિ બને છે. બાવાપ્યારાનાં વાતાયન કરતાં આ વધુ વિકસિત દેખાય છે.
બીજી સુરક્ષિત ગુફા “ચૈત્યગૃહથી ઓળખાય છે. ચૈત્યગૃહમાંનો સૂપ વચ્ચેથી ખંડિત છે અને ટોચનો ભાગ નાશ પામ્યો છે. સ્તૂપ અર્ધનળાકાર પછીતથી અલગ છે. બાવાપ્યારાના ચૈત્યસમૂહ સાથે આને સરખાવી શકાય.
ચૈત્યવાતાયનો અને સ્તૂપયુક્ત ચૈત્યગૃહ ઉપરથી તથા યુઆન શ્વાંગે એનો નિર્દેશ કર્યો હોવાથી તેમ જ વલભી બૌદ્ધવિહારનું કેન્દ્ર હોવાની હકીકત ધ્યાનમાં લેવાથી આ ગુફાસમૂહ બૌદ્ધધર્મી હોવા સંભવે છે.
સમયનિર્ણય : ગુફાઓની જીર્ણાવસ્થા સમયાંકનમાં બાધાક નીવડે છે. પરંતુ એભલ મંડપ નામની ગુફાનાં વાતાયન અને ચૈત્યગૃહ સમયનિર્ણય નિર્ધારિત કરવા કાજે ઉપકારક બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org