________________
30
»પકાલીન ગુજરાત ચવે છે. ઉમાકાંત શાહ બર્જેસના સૂચનને આવકારી સકારણ તે પ્રમોદભવન હોવાનું પ્રસ્થાપિત કરે છે. ધર્મપ્રતીકોના અભાવે કરીને આ સૂચન સ્વીકાર્ય જણાય છે.
સમયનિર્ણય : સ્થાપત્યની સરખામણીએ, સ્થાપત્ય સાથે સંલગ્નિત શિલ્પાકૃતિઓ આ ગુફાઓના સમયાંકનમાં ઉપકારક બની રહે છે. બર્જેસે આ ગુફાઓના સમય બાબતે કોઈ અભિપ્રાય દર્શાવ્યો નથી. આ ગુફાઓમાં સ્થિત સ્તંભોના પ્રકાર પાડીને તેના ઉપર કંડારેલી માનવ-પ્રાણી-આકૃતિઓને ધ્યાનમાં લઈ સાંકળિયા એનો સમય ઈસુની પહેલી સાત સદી જેટલો વિસ્તૃત આંકે છે. જયારે ઉમાકાંત શાહ પ્રાણીઓની આકૃતિ, સ્ત્રીઓની આકૃતિ, પત્રાવલી અને ચૈત્યવાતાયનોની કોતરણી, સ્તંભો ઉપરનાં અલંકરણો વગેરના સંદર્ભમાં આ ગુફાઓ ઈરવીની બીજી સદી દરમ્યાન નિર્માણ પામી હોવાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.
બાવા-પ્યારાના ગુફાસમૂહમાંની ગુફાઓમાં ચૈત્યવાતાયનો કરતાં ઉપરકોટની ગુફાઓનાં ચૈત્યવાતાયનો વધારે વિકસિત અને પ્રગતિશીલ છે. બાવાપ્યારાની ગુફાઓનાં ચૈત્યવાતાયનો સાદાં અને માનવાકૃતિઓ વિનાનાં છે, એની પટ્ટીઓ પણ અલંકરણ વિનાની છે. જ્યારે ઉપરકોટની ગુફાનાં ચૈત્યવાતાયનો સુશોભનનાં અલંકરણોથી યુક્ત અને માનવપ્રાણીઆકૃતિઓથી સુંદર દશ્ય પ્રસ્તુત કરે છે. આ ચૈત્યવાતાયન વેદિકાથી યુક્ત છે, જે બાવાયારામાં નથી. આ ઉપરાંત બાવાપ્યારાની ગુફાઓ કરતાં ઉપરકોટની ગુફાઓ સંખ્યામાં ઓછી અને વિસ્તારમાં નાની છે. આ બધી બાબતોના સંદર્ભે સૂચિત થાય છે કે ઉપરકોટની ગુફાઓ બાવાયારાની ગુફાઓ કરતાં સમયના પરિપ્રેક્ષ્યમાં અનુકાલીન જણાય છે.
- ઉપરકોટનાં ચૈત્યવાતાયન ગોપના મંદિરનાં ચૈત્યવાતાયન કરતાં પૂર્વકાલીન છે''. અહીં જોવી પ્રાપ્ત થતી માનવાકૃતિઓ અને વેદિકાનું અલંકરણ ગોપમાં નથી. આથી, ઉલટું ગોપનાં ચૈત્યવાતાયનમાં માનવાકૃતિઓને સ્થાને દેવની આકૃતિઓ છે. અજન્તા અને ઇલોરામાં ચૈત્યવાતાયનોમાં પણ દેવાકૃતિઓ છે, જયારે ભારહૂત, સાંચી અને કટકનાં ચૈત્યવાતાયનમાં બહુ થોડી માનવાકૃતિઓ છે. આથી, ઉપરકોટની ગુફામાંના ચૈત્યવાતાયન ભારહૂત-સાંચી (ઈસ્વીપૂર્વ ૧OO આસપાસ) પછીનાં અને ગોપ કરતાં પૂર્વકાલીન હોવાનું ફલિત થાય છે. ગોપનાં મંદિરનો સમય સાંકળિયા ઈસ્વીની પાંચમી સદીનો મૂકે છે. એટલે ઉપરકોટની ગુફાઓ તે પહેલાંની હોવી જોઈએ.
- ઉપરકોટની ગુફાઓમાં નીચલા મજલે ચૈત્યવાતાયનોની બે હાર મળે સંયુક્ત ચોરસ આકૃતિઓની એક સળંગ પટ્ટી છે. આ પ્રકારનાં અલંકરણ દેવની મોરી સૂપમાંથી છે. આથી, ઉભય સમકાલીન હોવા સંભવે. દેવની મોરીનો સ્તૂપ ઈસ્વીની ચોથી સદીના આસપાસના છે, એટલે ઉપરકોટની ગુફાઓ કાં તો તે સમયની અથવા થોડી વહેલી હોવાનું મંતવ્ય અભિવ્યક્ત થઈ શકે.
પરંતુ સ્તંભ-શી ઉપરની બાલ-આકૃતિઓ તો પ્રાય: ઈસુની બીજી સદીની છે તે આપણે અગાઉ અવલોકી ગયા (જુઓ બાવાપ્યારાની વ્યાલ આકૃતિઓ વિશે). આથી, ઉપરકોટની ગુફાઓ તેટલી પૂર્વકાલીન હોવાનો સંભવ ખરો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org