________________
૨૯૯
ગુફાસમૂહનો સમયનિર્ણય : સ્થાપત્યના સંદર્ભે તો આ ગુફાઓનું સમયાંકન કરવું ખરેખર મુશ્કેલ છે. જો અહીંથી ઈંટેરી બાંધકામના અવશેષો ઉપલબ્ધ થયા હોત તો કદાચ સમયનિર્ણયનું કાર્ય સ૨ળ રહ્યું હોત. પરંતુ આ તો શૈલખંડમાંથી કંડારેલી ગુફાઓ છે તેથી તેનો સમય નિશ્ચિત કરવો મુશ્કેલ છે. એટલે આ સ્થાપત્ય સાથે સંલગ્નિત કોતરણી કે શિલ્પ કે અન્ય ઉપલબ્ધ અવશેષોના પરિપ્રેક્ષ્યમાં સમયનો સંદર્ભ વિચારવો રહ્યો.
પ્રકરણ અઢાર
બર્જેસે આ ગુફાઓના સમય બાબતે કોઈ સ્પષ્ટ અભિપ્રાય દર્શાવ્યો નથી. સાંકળિયા આ ગુફાસમૂહનો સમયપટ પાંચમી સદી જેટલો વિસ્તૃત હોવાનું સૂચન કરે છે. તેમના મતે ચૈત્યગૃહ અને અનલંકૃત ઓરડીઓ આશરે ઈસ્વીપૂર્વ ૨૦૦ની આસપાસની તથા જૈનધર્મી પ્રતીક અને વિકસિત સ્તંભોયુક્ત ગુફાઓ આશરે ઈસ્વી ૨૦૦-૩૦૦ દરમ્યાનની હોવા સંભવે. સાંકળિયા પછીથી ખાસ કરીને કોઈએ આ ગુફાઓના સમયાંકનનો પ્રશ્ન ચર્ચો હોવાનું જાણમાં નથી”. આથી સાંકળિયાએ આ વાસ્તે આંકેલો વિસ્તૃત સમયપટ મર્યાદિત કરવો રહ્યો. એમણે સંજ્ઞા ત વાળા ઓરડામાં પૂર્ણઘટ શીર્ષવાળા સ્તંભનું નાસિકમાંના નહપાનના વિહાર સાથે સામ્ય હોવાનું બર્જેસના^ આધારે સૂચવ્યું છે. આથી તો સ્પષ્ટ છે કે આ ગુફાસમૂહ ઈસુની પહેલી સદીના આરંભે નિર્માણ પામ્યો હોય. વળી સાંકળિયા K સંક્ષિત ગુફામાંના સ્તંભ અને અર્ધસ્તંભને રામેશ્વર-ઈલોરાની ગુફાઓ તથા ભારહૂતના સ્તંભના શીર્ષ સાથે સરખાવે છે. તદનુસાર આ ગુફાસમૂહ ઈસ્વીની પહેલી-બીજી સદીની હોવાનું સૂચવાય છે.
આ ગુફાસમૂહમાંની બીજી હારમાં એક સાદું ચૈત્યગૃહ છે. તેનું છાઘ સપાટ છે (સંજ્ઞા થ). ચૈત્યગૃહનાં છાપરાં ઈસ્વીસનની શરૂઆતમાં સપાટ હતાં અને તે પછી તે અર્ધનળાકાર રૂપ ધારણ કરે છે. આથી આ ગુફાઓ ઈસ્વીસનના આરંભની બે એક સદી દરમ્યાનની હોવાની શક્યતા સૂચવાય છે.
બીજી હરોળમાંની પૂર્વ તરફની બે ગુફામાંની (આલેખ ૫, સંજ્ઞા ત) એકના આગળના ભાગમાંથી બર્જેસને એક શિલાલેખ હાથ લાગ્યો હતો. આ લેખમાંના ઘણા અક્ષરો વાચનક્ષમ નથી. જે થોડાક ઉકેલી શકાય છે તે ઉપરથી એવું સૂચવાય છે કે આ શિલાલેખ ચાષ્ટનના પ્રપૌત્ર અને જયદામાના પૌત્રનો છે, જે રુદ્રસિંહ ૧લો હોવા સંભવે છે તે બાબત આપણે અગાઉ નોંધી છે (જુઓ પાદનોંધ ૧૨). આ રાજાના મહાક્ષત્રપપદના સિક્કા વર્ષ ૧૦૩થી પ્રાપ્ત થયા છે. એના પાંચ શિલાલેખોય ઉપલબ્ધ થયા છે (જુઓ પરિશિષ્ટ પહેલું).
આ ગુફાનાં સમયાંકન કાજે એક મહત્ત્વના પુરાવા તરફ સંભવતઃ કોઈ અધ્યેતાનું ધ્યાન આકૃષ્ટ થયું નથી. આ પુરાવો છે સંજ્ઞા ૬ નામની ગુફાના પ્રવેશમાર્ગની બંને બાજુએ આવેલાં બે વ્યાલમુખ૪. આ વ્યાલમુખ સ્પષ્ટતઃ ક્ષત્રપકાલીન છે અને તે ઈસ્વીસનની બીજી-ત્રીજી સદીના હોવાની સંભાવના છે".
અત્યાર સુધીના વિશ્લેષિત પૃથક્કરણના આધારે સૂચવી શકાય કે બાવાપ્યારાનો ગુફાસમૂહ ઈસ્વીસનની બીજી કે ત્રીજી સદી દરમ્યાન કંડારાયો હોવો જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org