________________
પ્રકરણ અઢાર
૨૯૭
૬૦ સે.મી. સમચોરસ કદનો અને ૨૪ સે.મી. જાડાઈનો ક્ષત્રપનો એક શિલાલેખ હાથ લાગ્યો હતો. પરંતુ આ શિલાલેખ નરમ પ્રકારના રેતિયા પથ્થરની જાતનો હોઈ એમાંના ઘણા અક્ષરો અવાચ્ય થયા છે. ખોદકામને કારણે પણ એનો એક ભાગ તૂટી ગયો છે. આ લેખની છેલ્લી પંક્તિમાંના છેવનીજ્ઞાન સંપ્રાસાનાં નિતનરી-૨UIનમ્ શબ્દો આ ગુફાસમૂહના સંદર્ભમાં ઉલ્લેખનીય છે. આથી, આ ગુફાઓને જૈનધર્મ સાથે સંબંધ હોવાનું સૂચિત થાય છે.
ખુલ્લા ચોકના દક્ષિણ છેડે બહારની બાજુએ બીજી એક ગુફા આવેલી છે. આ ગુફા પણ નીચાણમાં હોવાથી ઉતરવા કાજે પગથિયાં છે. આ ગુફા પૂર્વાભિમુખ છે. અને આગળના ભાગે ખુલ્લો ચોક છે (સંજ્ઞા ). ચોકમાં જવા એક પ્રવેશમાર્ગ છે. (સંજ્ઞા . પ્રવેશમાર્ગની બંને બાજૂ ઉપર એકેક વાલમુખ છે, જે સિંહવ્યાલ હોવાનું દેખાય છે. આ ગુફાને બે સ્તંભયુક્ત એક અલિંદ છે. (સંજ્ઞા F). એને જોડતી બે નાની ઓરડીઓ છે, જે પ્રત્યેક આશરે ત્રણ મીટર સમચોરસ માપની છે (સંજ્ઞા વ). આમાંની ડાબી બાજૂની ઓરડીના પ્રવેશદ્વાર (બારસાખ) ઉપર કેટલીક ભૌમિતિક આકૃતિ કંડારેલી જોવી પ્રાપ્ત થાય છે૧૪. જ્યારે જમણી તરફની ઓરડીના દ્વારશાખ ઉપર અગિયાર જેટલાં માંગલિક પ્રતીક કોતરેલાં છે૫, જેમાં સ્વસ્તિક, ભદ્રાસન, મીનયુગલ, પૂર્ણઘટ, ઝારી, દર્પણ જેવાં કેટલાંક પ્રતીક ઓળખાય છે. બર્જેસ સ્વસ્તિક સિવાયનાં અન્ય ચિહ્ન બૌદ્ધધર્મી હોવાનું સૂચવે છે", તો સાંકળિયા તેને જૈનધર્મનાં ગણે છે. જૈનધર્મમાં અષ્ટમંગલ પ્રતીક જાણીતાં છે : સ્વસ્તિક, શ્રીવત્સ, કુંભ, પદ્માસન, નંદિયાવર્ત, વર્ધમાન, મત્સ્યયુગલ અને દર્પણ . પરંતુ અહીં તો ૧૧ પ્રતીક કંડારેલાં છે૧૯. સ્વસ્તિક તો પ્રત્યેક ધર્મમાં માંગલિક ચિહ્ન તરીકે જોવું પ્રાપ્ત થાય છે. આથી, સાંકળિયા કહે છે તેમ આ પ્રતીકો જૈનધર્મનાં હોવાનું નિશ્ચિત થતું નથી.
આ ગુફાની દક્ષિણે બીજી એક પૂર્વાભિમુખ ગુફા છે. (સંજ્ઞા ૫,મ). એની આગળ ખુલ્લો ચોક છે (સંજ્ઞા મળે. આ ગુફા નીચાણમાં હોવાથી તેમાં જવા કાજે પગથિયાં છે. આ ગુફાને અલિંદ નથી એ ખાસ નોંધવું જોઈએ. ખુલ્લા ચોકને અડીને પશ્ચિમમાં નાની ઓરડી છે (સંજ્ઞા મ), જેની દ્વારશાખ ઉપર સાદા ચૈત્યવાતાયનની એક આકૃતિ છે.
| ગુફાસમૂહની ત્રીજી હાર, બીજી હારના દક્ષિણ છેડેથી, પશ્ચિમ તરફ આડી લંબાયેલી છે અને ઉત્તર તરફ વળેલી છે. આ હાર દક્ષિણાભિમુખ છે. શૈલના દક્ષિણ તરફના ઢોળાવના પરિણામે એનું છાપરું પહેલી હારના ભોંયતળિયા નીચે છે. અહીં કુલ પાંચ ગુફા છે. જમણી તરફની પહેલી ગુફાનો અલિંદ એક પ્રવેશમાર્ગ અને બે વાતાયનથી રક્ષાયેલો છે (સંજ્ઞા ). અલિદને જોડતી ઉત્તરમાં આવેલી ઓરડી ૩ X ૩ મીટરની છે. બીજી ગુફાનો અલિંદ ૫ X ૩ મીટરનો છે (સંજ્ઞા ૨). એની ઉત્તરે એક મોટો ઓરડો ૪૩ ૪ ૫ મીટરના કદનો છે (સંજ્ઞા 7). એના પ્રવેશ માર્ગની ડાબી બાજુએ એક વાતાયન છે અને પ્રવેશમાર્ગની બારશાખ ઉપરની આકૃતિઓ નષ્ટપ્રાય સ્થિતિમાં હોઈ તેને ઓળખાવી મુશ્કેલ છે. આ મોટા ઓરડાની મધ્યમાં છાપરાનો ટેકો આપતો ગોળ સ્તંભ છે (સંજ્ઞા ત). એની બેસણીનો આકાર કહી શકાય તેમ નથી. એનો શીર્ષ ત્રણ ભાગમાં વિભાજિત છે, જેનો વચલો ભાગ પૂર્ણઘટયુક્ત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org