________________
પ્રકરણ અઢાર
મોટાભાગના લોકો જનસામાન્ય હોય છે અને તેથી તેમને દેવીદેવતાનાં નામ અપરિચિત હોય છે. આથી એ બધાંની પરખ-ઓળખ હોવી જોઈએ.
૨૯૫
પ્રસ્તુત ભૂમિકા આ અને હવે પછીનાં બે પ્રકરણ વાસ્તે અહીં પ્રસ્તુત કરી છે.
આપણા અવલોકન હેઠળના કાલખંડની લલિતકલાના અભિજ્ઞાન માટે સાહિત્યિક ગ્રંથો ઉપલબ્ધ નથી. પરંતુ સ્થળતપાસ અને ઉત્ખનનથી પ્રાપ્ત અવશેષોને આધારે ક્ષત્રપકાલીન ગુજરાતની લલિતકલા બાબતે કેટલીક માહિતી મેળવી શકાય છે.
શૈલોત્કીર્ણ ગુફા-સ્થાપત્ય
આ સમયના ગુજરાતમાંથી શૈલોત્કીર્ણ ગુફાસ્થાપત્યના ઠીક પ્રમાણમાં અવશેષ હાથ લાગ્યા છે. આ બધાં ગુફાસ્થાપત્ય ધાર્મિક છે. જૂનાગઢ, ઢાંક, તળાજા, સાણા વગેરે આનાં મુખ્ય કેન્દ્ર છે. આ પ્રકારનાં સ્થાપત્યમાં સામાન્યતઃ ચૈત્યગૃહ અને વિહાર સ્વરૂપે કંડારેલી ગુફાઓનો સમાવેશ થાય છે. અહીં આપણે તેમનો શક્યતઃ કાલાનુક્રમે પરિચય મેળવીશું.
બાવા-ખારાની ગુફા
હાલના જૂનાગઢ નગરની પૂર્વમાં, નગરની વસ્તીના છેવાડે અને કોટની વચ્ચે ગુફાઓનો એક મોટો સમૂહ છે. આ ગુફાઓની નજીકમાં આવેલા વર્તમાનના ‘બાવા-પ્યારાના મઠ’ ઉપરથી આ શૈલગૃહોને, સગવડ ખાતર અને પુરાવસ્તુકીય શોધખોળ પરંપરા મુજબ, આપણે મઠના નામ ઉપરથી તે નામે ઓળખાવીશું.
આ ગુફાસમૂહનો ઉલ્લેખ સાતમી સદીમાં ગુજરાતમાં આવેલા ચીનીયાત્રી યુઆન સ્વાંગની પ્રવાસનોંધમાં છે ઃ સુરતમાં પચાસેક સંઘારામ છે અને તેમાં ત્રણ હજાર ભિક્ષુઓ રહે છે, જે બધા મહાયાન અને સ્થવિર નિકાયના છે. ઉજ્જયન્ત પર્વતના શિખર ઉપર એક સંઘારામ છે. વગેરે૧. આ સંઘારામ કયો હશે તે જાણી શકાયું નથી. ગિરનાર પર્વત ઉપર હાલ કોઈ બૌદ્ધ
વિહાર નથી.
બાવા-પ્યારાની ગુફાઓ વર્તમાને એકબીજાને અડોઅડ એવી ત્રણ પંક્તિમાં અને પરસ્પરને કાટખૂણે જોડતી પથરાયેલી છે. (જુઓ આલેખ-૫, બાવાપ્યારાની ગુફાનું તલમાન). આ ગુફાસમૂહમાંની ઉત્તરે આવેલી પહેલી પંક્તિ પશ્ચિમ-પૂર્વ આડી પથરાયેલી છે. તે દક્ષિણાભિમુખ છે. હારની આગળ ખૂલ્લો ચોક છે. આ હારમાં નાનીમોટી ચાર ગુફા છે. આ હા૨ના પશ્ચિમ છેડા તરફ ૮૧ ૪ ૫ મીટરની એક મોટી ઓરડી છે. (આલેખ ૫, સંજ્ઞા F) તેની વચ્ચે છાપરાના ટેકા કાજે બે અસલ થાંભલા મોજૂદ છે, જે પૂર્વ-પશ્ચિમ હરોળમાં છે. તેમની પશ્ચિમે એક ત્રીજો સ્તંભ છે જે પુનર્નિર્મિત છે. ગુફાની લંબાઈપહોળાઈ અવલોક્તાં સૂચવી શકાય કે આ જગ્યાએ અસલમાં ત્રીજો સ્તંભ હોવો જોઈએ. ગુફાનો આગળનો થોડો ભાગ નાશ પામેલો છે. એના પ્રવેશભાગ આગળ, મુખ્યતઃ ચોરસ પણ જેના દંડનો ઉપલો થોડો ભાગ અષ્ટકોણ છે એવા, ત્રણ સ્તંભ છે. આમાંના જમણી તરફના બે સ્તંભની ઉપરના ભાગે અર્ધવર્તુળાકાર પ્રકારની એક સાદા ચૈત્યવાતાયન જેવી આકૃતિ છે. તેના નીચેના બે છેડાને એક આડી પટ્ટી વડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org