________________
પ્રકરણ અઢાર
લલિતકલા-૧: શૈલોત્કીર્ણ સ્થાપત્ય
ભૂમિકા
આપણા દેશના પૂર્વકાલીન સાહિત્યમાં ચોસઠ કળાનો નિર્દેશ છે. આમાં ગીત, વાદ્ય, નૃત્ય, સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રની કળાઓ વિશેષ મહત્ત્વની ગણાય છે. અવશેષોની દૃષ્ટિએ સ્થાપત્ય-શિલ્પ-ચિત્રની માહિતી સવિશેષ હાથવગી થાય છે.
કલાને એટલે કે લલિતકલાને ધર્મની અનુગામીની દર્શાવાઈ છે. આપણું રાષ્ટ્ર પૂર્વકાલીનતમ સમયથી ધર્માવલમ્બી છે. આપણી સાંસ્કૃતિક પરંપરામાં માનવજીવન ધર્મના જીવંત આવિર્ભાવ સમાન ગણાવાયું છે. આથી, જ્યાં ધર્મનું આગવું અને ધ્યાનાર્ણ સ્થાન છે, ત્યાં સ્થાપત્ય-શિલ્પ-ચિત્રના આવિર્ભાવ પૂરતા પ્રમાણમાં જોવા પ્રાપ્ત થાય છે. આપણી તો એ અનુભૂત લાગણી છે કે ધર્મનું અવલંબન માનવીને વિકાસના પથ ઉપર ગતિમાન થવામાં ખસૂસ સહાયભૂત થાય છે. આ કારણે પ્રસ્તુત ત્રિ-કલાનો પ્રાદૂર્ભાવ માનવસંસ્કૃતિના પ્રારંભ સાથે થયો હોવાનો આપણો અવશેષોથી પ્રાપ્ત સામગ્રીથી અનુભવ છે.
સ્થાપત્યમાં શૈલોત્કીર્ણ નમૂનાઓ સામાન્યતઃ ધાર્મિક હોય છે, જ્યારે ઇમારતી સ્થાપત્ય ધાર્મિક અને લૌકિક એમ ઉભય પ્રકારનું હોય છે. શૈલોત્કીર્ણ અને ઈંટેરી સ્થાપત્ય દીર્ઘકાળ સુધી સચવાતાં હોય છે. શિલ્પ અને ચિત્ર પ્રારંભથી જ વાસ્તુકળા સાથે સંલગ્નિત રહે છે, તેમ તેથી ભિન્ન રીતે નિર્માણ પણ થતાં રહે છે.
સંસારમાં મૂર્તિના પ્રતીક જેટલું શક્તિશાળી પ્રતીક અન્ય કોઈ પ્રતીકનું નથી. અને તેથી આપણે અભિશિત છીએ કે આપણા દેશની સાંસ્કૃતિક પરંપરામાં મૂર્તિપૂજાની પ્રથા-પરંપરા પૂર્વકાલીન અને દીર્ઘકાલીન છે. ધર્મ અને કલા સાથે મૂર્તિનો અવિનાભાવિ સંબંધ રહ્યો છે.
આપણા દેશમાં બ્રાહ્મણ અને શ્રમણ પરંપરા ધર્મનાં બે નોંધપાત્ર પાસાં છે. અનેક સંપ્રદાયોના સ્વરૂપે આ બંને પાસાં લોકપ્રિય છે. આ બંને પ્રવાહ પ્રેરિત સંખ્યાતીત ધર્મ-સંપ્રદાય સંલગ્નિત અનેક દેવી-દેવતા છે જે એના ધર્માનુયાયીઓ મારફતે શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજાય છે.
આપણાં ગામો અને નગરોમાં સ્થિત પૂજાસ્થાનોમાં પ્રસ્થાપિત અથવા ગામ અને નગરના નજીકના કોઈ નિર્જન સ્થળે દેવી-દેવતાઓની સંખ્યાબંધ મૂર્તિઓ વેરવિખેર પડેલી જોવી પ્રાપ્ત થાય છે. મંદિરનાં દ્વાર રાતે બંધ રહેતાં હોઈ એમાંની મૂર્તિઓ સુરક્ષિત રહે છે. પરંતુ નિર્જન સ્થળોમાંની મૂર્તિઓ નિતાંત અસુરક્ષિત હોય છે. ઉપરાંત આપણાં સંગ્રહાલયોમાં પણ દેવીદેવતાનાં શિલ્પના અખૂટ ભંડાર ભરેલા હોય છે અને એમાંના ઘણા પ્રદર્શિત પણ હોય છે. પરંતુ આપણા સામાન્યજનમાંથી ઘણાને વેરવિખેર અસુરક્ષિત મૂર્તિઓ કયાં દેવીદેવતાની છે અને એનાં દાર્શનિક લક્ષણો ક્યાં છે; એટલું જ નહીં સંગ્રહાલયોની મુલાકાતે જતા દર્શકોમાંથી પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org