________________
૨૮૦
ક્ષત્રપકાલીન ગુજરાત જણાય છે.
અનુગ અક્ષર જ્યારે પૂર્વગ અક્ષરની નીચે જોડાય છે ત્યારે તેની શિરોરેખાનો લોપ થાય છે, છતાં ક્યારેક એની શિરોરેખા કાયમ રહે છે. દા.ત. , ચ, સ, શ્વ વગેરે. આ સંયુક્તાક્ષરોમાં ૧ અને ૨ અનુગ અક્ષર તરીકે પ્રયોજાયા હોય ત્યાં એ બંનેનાં બબ્બે સ્વરૂપ પ્રચારમાં રહેલાં જોવા મળે છે. અનુગ ય એના મૂળ સ્વરૂપે જોડાય છે તો ક્યારેક વળાંકદાર મરોડ (જુઓ આલેખ નંબર ૩ અને ૪) તરીકે જોડાય છે. માં એનો પૂર્વકાલીન સર્પાકાર મરોડ અને બીજો સમકાલીન હૃસ્વ જેવો મરોડ નજરે પડે છે. પૂર્વગ અક્ષર તરીકે વપરાતા ૧ અને ૨ જયારે અનુગ અક્ષર સાથે જોડાય છે ત્યારે મુખ્યત્વે તેમનો નીચેનો ડાબી બાજુનો વળાંક લુપ્ત થાય છે. લિપિની સ્થાનિક વિશેષતા
પશ્ચિમી ક્ષત્રપોના ચાન્ટન કુળની રાજધાની ઉર્જનમાં હતી. આથી, સ્વાભાવિક તેમના સમયની લિપિમાં માળવી લિપિની અસર હોય. ક્ષત્રપકાલીન લિપિનું શરૂઆતનું સ્વરૂપ પૂર્વ માળવા અને કોસાંબી પ્રદેશની લિપિઓને આધારે ઘડાયું હતું. પરંતુ ક્ષત્રપકાલ દરમ્યાન કેટલાંક નવાં પરિબળોથી એક નવી શૈલીની લિપિ ઉદ્ભવી.
ક્ષત્રપોને સાતવાહનો સાથે રાજકીય સંઘર્ષમાં આવવાનું થતાં ક્યારેક સાતવાહનોની સત્તા ગુજરાત ઉપર પ્રવર્તેલી જોવી પ્રાપ્ત થાય છે તો ક્યારેક ક્ષત્રપોની સત્તા દખ્ખણ પ્રદેશ ઉપર. ફલતઃ પરસ્પરે કેટલાંક સાંસ્કૃતિક આદાનપ્રદાનની અસરનો અનુભવ કર્યો. સાતવાહનો પાસે બ્રાહ્મી લિપિનો ઘડાઈ રહેલો દક્ષિણી મરોડ હતો, તો ક્ષત્રપો પાસે ઉત્તરી લિપિની પરંપરા હતી. પરિણામે ક્ષત્રપોએ એક તરફ ઉત્તરી પરંપરા જાળવી રાખી તો બીજી તરફ દક્ષિણી મરોડની અસર અંકે કરી. આમાંથી, ક્રમશઃ રૂપાંતરો થતાં એક અભિનવ શૈલી ઉદ્ભવી, જે પશ્ચિમી રૌતી તરીકે ઓળખાઈ
ક્ષત્રપકાલ દરમ્યાન ૩, ૫, ૫ અને ૬ તથા સંયુક્તાક્ષરોમાં અનુગ ના નવા મરોડ પ્રચારમાં આવ્યા. આ નવા મરોડ ઉત્તર ભારતના મરોડને વિશેષ મળતા આવે છે. એનો પ્રચારપ્રયોગ પણ આ પ્રદેશ પૂરતો મર્યાદિત રહ્યો છે. અર્થાત્ નવા મરોડનો સાતવાહનો દ્વારા દક્ષિણના પ્રદેશોમાં પ્રચાર ભાગ્યે જ જોવા મળે છે. દખ્ખણમાં રવના ઉપલા હૂકને વધારે મહત્ત્વ અપાતું હતું, જયારે ક્ષત્રપોમાં વના નીચલા છેડાને વિશેષ મહત્ત્વ અપાયું છે. સની ડાબી બાજુનું અંદર તરફ વળવું એ પણ માત્ર અહીં જોવા મળે છે, જે ઉત્તરના લખાણની અસર સૂચવે છે. પૂંછડીઓ મ અને હૂકવાળો દુ ઐચ્છિકપણે રુદ્રસેનના ગઢાના લેખમાં પ્રયોજાયા છે. આમાં મનું સ્વરૂપ ગુપ્તકાલીન ઉત્તરી શૈલી જેવું છે. ઉપરાંત સંયુક્તાક્ષરોમાં અનુગ ૨ તરીકેનો હૂકવાળો મરોડ કુષાણોમાં પ્રયોજાતો જોઈ શકાય છે. હકીકતમાં ગુપ્તો અને કુષાણોએ, સમયના પરિપ્રેક્ષ્યમાં, ક્ષત્રપોની શૈલી અપનાવી હોય તે વધારે સંભવિત છે.
ક્ષત્રપકાલીન લિપિના કેટલાક અક્ષરોના મરોડની અસર દખ્ખણમાં ફેલાઈ હોવાનું જણાય છે; જેમાં ત અને ના મરોડનો સમાવેશ થઈ શકે. ક્ષત્રપકાલીન લિપિના અક્ષરો કલાત્મક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org