________________
૨૯૦
ક્ષત્રપકાલીન ગુજરાત અભિલેખ, જૈન સાહિત્યની કૃતિઓ, શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયોનાં ઉત્પત્તિસ્થાન વગેરે સંદર્ભે સંકલિત અને પૃથક્કકૃત કરેલી ઉપર્યુક્ત હકીકતથી ક્ષત્રપોના સમયમાં આપણા પ્રદેશમાં જૈનધર્મના અભ્યદયનું સુંદર અને સ્પષ્ટ ચિત્ર ઉપસેલું જોવું પ્રાપ્ત થાય છે. બૌદ્ધધર્મ
સ્થિરમતિ અને ગુણમતિએ વલભી નજીકના વિરહમાં રહીને અનેક ગ્રંથો રચ્યા હોવાની વિગતો આપણે અગાઉ પ્રકરણ પંદરમાં જોઈ ગયા. આ ગ્રંથો ઉપલબ્ધ નથી પણ તેના ચીની અનુવાદ ઉપલબ્ધ છે. બૌદ્ધદર્શનના આ શ્રેષ્ઠ ગ્રંથો છે.
દેવની મોરીના બૌદ્ધસૂપમાંથી પ્રાપ્ત શેલસમુદ્ગકના ઢાંકણા ઉપર બહારના, બાજુના અને અંદરના ભાગે ત્રિપિટકમાંનું પ્રતીત્યસુમાના સિદ્ધાંતને સ્પર્શતું ગુજરાતમાંથી મળી આવેલું આ આમિલેખિક-ધાર્મિક પ્રમાણ અહીંયાં બૌદ્ધધર્મના પ્રચારનું ઘાતક દષ્ટાંત છે. આ માહિતી પણ આપણે પ્રકરણ પંદરમાં પ્રસ્તુત કરી છે.
બાવા-પ્યારાના ત્રણ ગુફાસમૂહોમાંની “એફ” સંક્ષિત ગુફામાંનો સૂપ બૌદ્ધ હોવા સંભવે છે. (જુઓ પ્રકરણ અઢાર, આલેખ પાંચ)૪૭. જૂનાગઢ પાસેના બોરિયા નામના સ્થળેથી એક ઈંટરી સ્તૂપ હાથ લાગ્યો હતો, જેમાંનું અસ્થિપાત્ર હાલ જૂનાગઢ સંગ્રહાલયમાં સંગૃહીત છે. આ પણ બૌદ્ધ હોવાનું અનુમાનાયું છે. જૂનાગઢ પાસેના ઇંટવા ગામેથી રુદ્રણેન વિહાર મળી આવ્યો છે. આ વિહારના ખોદકામમાંથી ૨૩ સે.મી. વ્યાસનું પકવેલી માટીનું એક નાનકડું મુદ્રાંક મળી આવ્યું છે, જેના ઉપર મહીરના રુદ્રસેન વિહાર fમક્ષુસંધસ્થ એ પ્રકારનું લખાણ ઉત્કીર્ણ છે. આથી, કહી શકાય કે ક્ષત્રપ રાજવી દ્રસેન ૧લાના સમયમાં ભિક્ષુસંઘ વાસ્તે આ વિહારનું નિર્માણકાર્ય સંપન્ન થયેલું.
જેતપુરથી એક કિલોમીટરના અંતરે ભાદર નદીના કાંઠે ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ પાંચ નાનાં નાનાં જૂથમાં કંડારેલી મળી આવી છે. તળાજાના ડુંગરમાંથી ત્રીસ કરતાંય વધારે બૌદ્ધગુફાઓ હાથ લાગી છે. અહીં એક નાનકડું ચૈત્ય પણ છે. સાણાના ડુંગરની બંને ધારે બાસઠ જેટલી ગુફાઓ બૌદ્ધ હોવાનું કહેવાય છે. ઝીંઝુરીઝરની ખીણમાં પણ બૌદ્ધ ગુફાઓ હોવાનો મત વ્યક્ત થયો છે.
દેવની મોરીમાંથી સંપ્રાપ્ત ઈંટરી મહાતૂપ અને ઈંટેરી મહાવિહાર બૌદ્ધધર્મી છે. સૂપના પેટાળમાંથી ભગવાન શિબલના શરીરાવશેષ અને અન્ય ચીજોયુક્ત પથ્થરનો એક દાબડો મળી આવ્યો છે. સ્તૂપની બીજી પીઠિકાના ગવાક્ષમાંથી માટીથી બનાવેલી, માટીના ફલકના પશ્ચાદભૂ ઉપર ઉપસાવેલી અને પછી પકવીને તૈયાર કરેલી એવી ધ્યાનસ્થ બુદ્ધની છવીસ પ્રતિમાઓ સંપ્રાપ્ત થઈ છેv૦.
બૌદ્ધાચાર્ય બુદ્ધાનંદે જિનાનંદને હરાવ્યા હતા. જિનાનંદના ભાણેજે બુદ્ધાનંદને હરાવ્યા હતા. આમ, બે ધર્મ વચ્ચેના વિવાદને અહીં આ સંદર્ભે ધ્યાનમાં લેવો જોઈએ.
ચાખન-રુદ્રદામાના સમયના આંધના યઝિલેખોમાંથી બેમાં ગ્રામજોર અને ગ્રામોરી એવા ઉલ્લેખ પ્રાપ્ત થયા છે. આ શબ્દો બૌદ્ધધર્મમાં શિખાઉ શ્રમણ અને શ્રમણી વાસ્તુ પ્રચલિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org