________________
૨૮૪
ક્ષત્રપકાલીન ગુજરાત પ્રતીકથી પણ કોઈ સૂચન મળતું નથી. નહપાન-ઉષવદારના લેખો બૌદ્ધગુફાઓમાંથી પ્રાપ્ત થયા છે અને એમાં બૌદ્ધ સંઘને દાન આપ્યાં હોવાનો નિર્દેશ છે. આથી, તેઓ બૌદ્ધધર્મના અનુયાયી હોઈ શકે એવો સંભવ વ્યક્ત કરી શકાય.
આ રાજાઓના ચાંદીના સિક્કાઓ ઉપર ચંદ્ર, સૂર્ય, પર્વત તથા નદીનાં ચિહ્ન છે. આ બધાં શાશ્વતતાનાં-અમરકીર્તિનાં પ્રતીક હોય અને ધાર્મિક પ્રતીક તરીકે એમનું એવું કોઈ તાત્પર્ય ના પણ હોય. આથી આ ચિહ્નો પણ ક્ષત્રપોના રાજધર્મ બાબતે કોઈ અનુમાન તારવવા ઉપકારક થતાં નથી.
ઉષવદારના નામમાં પૂર્વપદ ઉષવ(=વૃષભ) કાં તો શૈવ સંપ્રદાયનું, કાં તો જૈન ધર્મનું સૂચન ધરાવતું હોય. એણે બ્રાહ્મણોને આપેલાં ગ્રામદાન, કન્યાદાન અને ભોજનદાન ઉપરથી બ્રાહ્મણધર્મનું સૂચન પણ રાજધર્મ તરીકે થઈ શકે. ચારુનાદિ વંશના ત્રીસ જેટલા પુરુષોમાંથી નવ પુરુષોનાં નામના પૂર્વાર્ધ તરીકે રૂદ્ર શબ્દ છે. આથી અનુમાની શકાય કે પશ્ચિમી ક્ષત્રપો શૈવ સંપ્રદાયના અનુયાયી હોય. જયદામાના તાંબાના ચોરસ સિક્કા પરનાં વૃષભ અને ત્રિશૂળનાં પ્રતીક ઉપર્યુક્ત અનુમાનને સમર્થે છે. માળવામાંથી પ્રાપ્ત થયેલા સ્વામી જીવદામાના શિલાલેખમાં તે પોતાને સ્વામી મહાસેનનો ઉપસાક ગણે છે. તેથી સંભવતઃ ક્ષત્રપોમાંના કેટલાક રુદ્ર(મહાદેવ) અને મહાસેનના ઉપાસક હોવા જોઈએ. રાજા મહાક્ષત્રપ ઈશ્વરદત્તનું નામ પણ અહીં વિચારવા યોગ્ય ખરું".
પ્રસ્તુત પૃથક્કરણથી સૂચવી શકાય કે પશ્ચિમી ક્ષત્રપોનો કોઈ સ્પષ્ટ રાજધર્મ અનુમાનવો મુશ્કેલ છે. પરંતુ મુખ્યત્વે તેઓમાંના ઘણા શૈવપંથી હોવા સંભવે છે.. બ્રાહ્મણ ધર્મ
શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયની ચર્ચા અલગ રીતે હવે પછી કરી છે. અહીં તો માત્ર એમના મૂળ સ્રોત સમા બ્રાહ્મણધર્મની પ્રવૃત્તિઓનો પરિચય આપવો આવશ્યક જણાય છે.
નહપાનના જમાઈ ઉષવદાત્તના નાસિક ગુફાના લેખોથી આ વિશે થોડીક માહિતી મળે છે. એણે ત્રણ લાખ ગાયનું દાન, બ્રાહ્મણોને સોળ ગામનું દાન, દર વર્ષે એક લાખ બ્રાહ્મણોને ભોજનનાં દાન, પ્રભાસના પુણ્યતીર્થમાં પોતાના પૈસે બ્રાહ્મણોને આઠ કન્યાનાં દાન જેવા ઉલ્લેખ સ્પષ્ટતઃ બ્રાહ્મણોને સ્પર્શે છે. ઉપરાંત બાસ્કૃશા નદીનો ઘાટ બંધાવ્યો; ભરૂચ, દશપુર, ગોવર્ધન, શુપરક જેવાં સ્થળોએ આરામગૃહ બંધાવ્યાં. ઇબા, પારદા, તાપી, કરબેરા, દાહનૂકા જેવી નદીઓમાં નિઃશુલ્ક હોડીઓની વ્યવસ્થા કરી. આ બધી બાબતોથી ફલિત થાય છે કે ક્ષહરાત ક્ષત્રપોના સમયમાં બ્રાહ્મણાધર્મનો ઠીક ઠીક પ્રચાર થયો હતો. સોમસિદ્ધાંત
પ્રભાસપાટણના એક લેખમાં (ઈસ્વી ૧૧૬૯) ૧૦ દર્શાવ્યા મુજબ સોમે પ્રભાસમાં સોમનાથમાં સોનાનું મંદિર બંધાવ્યું અને શિવની આજ્ઞાથી પોતાની પદ્ધતિ (school) સ્થાપી અને તે સ્થાન પાશુપતોને અર્પણ કર્યું. પુરાણો અનુસાર" શિવે પ્રભાસમાં સોમશર્મારૂપે પધારી આ મંદિર બંધાવ્યું. અભિલેખમાંની સોમની અને સાહિત્યિક સામગ્રી અનુસાર સોમશર્માની કથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org