________________
પ્રકરણ સત્તર
ભૂમિકા
ક્ષત્રપકાળના શાસન દરમ્યાન આપણા પ્રદેશમાં ધર્મ-પરંપરા અને ધર્મ-સંપ્રદાયોની માહિતી મેળવવા માટેનાં પ્રત્યક્ષ પ્રમાણિત સાધનો હાથવગાં નથી. એટલે અવલોકન હેઠળના સમય દરમ્યાન આપણે અહીં કયો ધર્મ કે સંપ્રદાય વધારે લોકપ્રિય હતો, કયો રાજધર્મ હતો, સમાજજીવન ઉપર કયા ધર્મની વિશેષ અસર હતી જેવા મુદ્દાઓ પરત્વે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. તો પણ ક્ષત્રપ શાસકોના શિલાલેખોમાં ઉલ્લિખિત ધર્મદેયો-પૂર્વદેયો ઇત્યાદિ ઉપરથી તથા સિક્કાઓ ઉ૫૨ અંકિત ચિહ્ન, રાજાઓનાં નામમાં વપરાયેલા ઈશ્વરસૂચક શબ્દ, ઉત્ખનનથી પ્રાપ્ત સ્તૂપ, વિહાર, ગુફા, મૂર્તિઓ વગેરે ઉપરથી; સમકાલીન સાહિત્યગ્રંથોના આધારે તથા સમકાલમાં આપણા દેશમાં પ્રવર્તમાન વિવિધ સંપ્રદાયોના સંદર્ભથી ક્ષત્રપકાલીન ગુજરાતની ધાર્મિકસ્થિતિ વિશે ઠીક ઠીક પ્રકાશ પાથરી શકાય છે.
રાજધર્મ
ધર્મ-પરંપરા
સહુ પ્રથમ આપણે રાજધર્મનું વિવરણ કરીશું. ક્ષત્રપ શાસકો શક જાતિના હતા અને વિદેશી હતા. તેઓ પોતાના મૂળ વતનના ધર્મથી સજ્જ થઈ આવ્યા હતા કે નહીં તે જાણી શકાયું નથી. પરંતુ આપણા રાષ્ટ્રના સાંસ્કૃતિક ઇતિહાસનાં અવલોકનથી સૂચવાય છે કે પૂર્વકાળમાં આવનાર દરેક આક્રમક પ્રજાની જેમ આ શક જાતિના લોકોએ પણ આપણી સંસ્કૃતિનાં લક્ષણોને અંકે કરવામાં અને આપણા સમાજજીવનના માળખામાં ગોઠવાઈ જવામાં સંનિષ્ઠ અને સક્રિય પ્રયાસ કરેલા. શક જાતિના આ વંશજો આપણા પ્રદેશના ઇતિહાસમાં પશ્ચિમી ક્ષત્રપો તરીકે ખ્યાત હતા અને એમનાં ઇતિહાસ અને સંસ્કૃતિનો અભ્યાસ સ્પષ્ટતઃ સૂચવે છે કે તેઓ લગભગ ભારતીય થઈ ગયા હતા. એટલે તેમણે આપણા દેશમાં તત્કાળે પ્રવર્તતા કોઈ ધર્મમાંથી એકાદનો સ્વીકાર કર્યો હોવા સંભવે છે. ત્યારે આપણા દેશમાં હિન્દુધર્મ (ખાસ કરીને તેમાંથી ઉદ્ભૂત શૈવ અને વૈષ્ણવ સંપ્રદાય), બૌદ્ધધર્મ અને જૈનધર્મ પ્રવર્તમાન હતા, પ્રચારમાં હતા. આમાંથી ક્ષત્રપોએ કયો ધર્મ કે કયા ધર્મોનો કે તેના પેટાપંથોનો સ્વીકાર કર્યો હશે તેની વિગતો અવલોકીએ.
Jain Education International
ક્ષત્રપ રાજાઓમાંના આરંભના કેટલાક રાજાઓના સિક્કા ઉપર બાણ, વજ અને ચક્રનાં પ્રતીક જોવાં પ્રાપ્ત થાય છે. બાણ અને વજ્રનાં પ્રતીકથી કોઈ ધર્મનું સૂચન મળતું નથી; પરંતુ ચક્રનું પ્રતીક એક તરફ બૌદ્ધ અને જૈન ધર્મનાં પ્રતીક છે અને બીજી બાજુએ વિષ્ણુનું પ્રતીક પણ છે. આથી, ક્ષત્રપ રાજાઓ બૌદ્ધધર્મ કે વૈષ્ણવ સંપ્રદાયમાંથી કોના ભક્ત હશે એ કહેવું મુશ્કેલ છે. નહપાન અને તેના પછીના બધા રાજાઓના ચાંદીના સિક્કા ઉપર પ્રયોજાયેલા પર્વત
For Personal & Private Use Only
www.jainelibrary.org