________________
પ્રકરણ સોળ
૨૮૧
સ્વરૂપ ધરાવે છે. અક્ષરોને કલાત્મક બનાવવાની પ્રક્રિયા દખ્ખણમાં વહેલી શરૂ થઈ હતી, જેની અસર ક્ષત્રપોના કલાત્મક અક્ષરોમાં જોવી પ્રાપ્ત થાય છે. અને આ અસર પછી ક્ષત્રપો દ્વારા પૂર્વ માળવાનાં લખાણોમાં જણાય છે. આ પ્રવૃત્તિ સીધી ઊભી અને સીધી આડી રેખાઓને વળાંકદાર અને ખાંચાદાર મરોડ આપવામાં વિશેષ વ્યક્ત થાય છે. મ, ના, , , ૨ અને અંતઃ ૩ ના નીચલા છેડાઓને ડાબી તરફ વાળવામાં; વ અને માં ડાબી બાજૂની ઊભી રેખામાં ખાંચા પાડવામાં; નની ડાબી બાજૂની નાની ઊભી રેખાને ગોળ ખાંચાકાર બનાવવામાં આ લક્ષણ ખાસ તરી આવે છે. ગોળ પીઠવાળો ડું, પાયામાંથી ઝૂકેલા અને Iનાં સાદાં સ્વરૂપ, મની મધ્યમાં ઐચ્છિકપણે ઉમેરાતું અંતઃસ્થ ગોનું ચિત ક્ષત્રપકાલીન લિપિ ઉપર દખ્ખણની લિપિની અસર સૂચવે છે.
ક્ષત્રપકાલ દરમ્યાન બ્રાહ્મી લિપિના અક્ષરો ઉપર શિરોરેખા અંકિત કરવાની પ્રક્રિયા પ્રારંભાઈ. ક્યાંય નાનીશી આડી રેખાનું સ્વરૂપ ધારણ કરે છે. અંતઃસ્થ ૩ અને નાં ચિહ્નોમાં બેવડાંરૂપ પ્રયોજાયેલા છે તે નોંધપાત્ર છે. નૌ અને મૌમાં પ્રયોજાયેલું અંતઃસ્થ મૌનું ચિહ્ન પ્રા અશોકકાલીન હોવાનું જણાય છે. હવંત વ્યંજનોનો પ્રયોગ અહીં પહેલપ્રથમ પ્રયોગયેલો જોવો પ્રાપ્ત થાય છે. આ સ્વરરહિત વ્યંજનો અને સ-સ્વર વ્યંજનો વચ્ચે કોઈ ભેદ નથી. માત્ર હલત વ્યંજનો બીજા અક્ષરોની અપેક્ષાએ કદમાં નાના હોય છે. અંકચિહ્ન
આ સમયની લિપિમાં આંકડાઓનાં ચિહ્ન પણ ધ્યાનાર્હ છે. ૧થી ૩ સુધીની સંખ્યા આણપાણમાંની આડી રેખાઓની જેમ ઉત્કીર્ણ થતી હતી. ૪થી ૯ સુધીના આંકડા માટે અક્ષરો જેવાં ખાસ ચિહ્ન ઘડાયાં હતાં. નૂતન અંક શૈલીનું શૂન્યનું ચિહ્ન હજી આ સમય સુધી પ્રચારમાં ન હતું, કહો કે પ્રયોજાયું ન હતું. આથી, ૧૦, ૨૦, ૩૦, ૪૦, ૫૦, ૬૦, ૭૦, ૮૦, ૯૦, ૧૦૦ તથા ૨૦૦ અને ૩૦૦નાં અલગ અલગ ચિહ્ન વપરાતાં હતાં.
ક્ષત્રપકાલીન સિક્કાઓ ઉપર ૧થી ૩૦૦ સુધીના આંકડા વપરાયા હોઈ એ કાળના ૪૦૦ અને તે પછીના શતકના આંકડા માટેનાં કોઈ ચિહ્ન હાથવગાં થયાં નથી. શૂન્યનું ચિહ્ન અહીં નહીં હોવાને કારણે તથા સ્થાનમૂલ્યની પદ્ધતિનો અભાવ હોવાથી પૂર્વકાલીન અંક શૈલી અનુસાર એકમ, દશક, શતક વગેરે સંખ્યા માટે અલગ ચિહ્ન વપરાતાં હતા; જેમ કે ૧૦ માટે દશકનું એક ચિહ્ન વપરાતું, પરંતુ ૧૭ માટે ૧૦નું તથા ૭નું એમ બે ચિહ્ન પ્રયોજાતાં. ૧૪૪ માટે ૧૦૦નું, ૪૦નું તથા ૪નું એમ ત્રણ ચિહ્ન વપરાતાં. તો વળી ૧૦૮ માટે ૧૦૦નું અને ૮નું એમ બે ચિહ્ન ઉપયોગમાં લેવાતાં હતાં. (જુઓ આલેખ ૪). લેખન-પદ્ધતિ
- ઉત્કીર્ણ લેખોમાંનાં લખાણ ઉપરથી ક્ષત્રપકાલીન લેખનપદ્ધતિનો પરિચય થાય છે. લખાણ હાલની જેમ ડાબેથી જમણી તરફ આડી લીટીઓમાં અને સળંગ લખાતું. એટલે કે શબ્દ અને શબ્દ વચ્ચે જગ્યા રાખવાનો રિવાજ આ સમયે અસ્તિત્વમાં ન હતો. આ સમયનાં લખાણમાં વિરામ ચિહ્નોનો પ્રયોગ જવલ્લે જ થતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org