________________
પ્રકરણ સોળ
૨૭૯ સ્થાન તથા તેમના આકારમાં ફેરફાર થાય છે. આ સમયમાં અંતઃસ્થ સ્વરચિત નિશ્ચિતપણે વળાંકદાર મરોડ ધારણ કરતાં જોવા મળે છે. અને લંબાઈ ક્રમશઃ વધતી જાય છે. (આ બધા માટે જુઓ આલેખ નંબર ૩). સંયુક્તાક્ષરો
આ લિપિમાં એકંદરે ૨૪ જેટલા સંયુક્તાક્ષરો જોવા પ્રાપ્ત થયા છે. દા.ત. ક્ષ, પ્રા, રૂ, , ભ, ન, 7, શ્વ, સ, સ્મી, ઇ, ત્ય, ત્રા, ગ, , રૂ, શ્ય, શૈ, , ઍ, , દ્ધિ, શ્ર, દ્ર.
ક્ષત્રપકાલનાં લખાણમાં વ્યંજનની નીચે વ્યંજનને ઊભો જોડીને સંયુક્તાક્ષર લખાતા હોવાનું દર્શાવાયું છે. અર્થાત્ પૂર્વગ અક્ષરની નીચે અનુગ અક્ષર ઊભો જોડાય છે. અને અશોકના સમયનાં લખાણમાં સંયુક્તાક્ષરો કોતરવામાં આવી પદ્ધતિ હતી. પૂર્વગ સાથેના સંયુક્તાક્ષરોમાં નીચલા વળાંકવાળા છેડાનો સામાન્યતઃ લોપ થાય છે અને તેની ઊભી રેખા સાથે સીધો અનુગ અક્ષર જોડાય છે; દા.ત., ઝિ, વક્ત, વરૂ વગેરે. અહીં અનુગ અક્ષરના ઉપલા છેડા સીધા ઊભા હોય તે તે વર્ણની સીધી ઊભી રેખાના નીચલા છેડા સાથે એકાકાર થઈ જાય છે. દા.ત. જી, , ક્ષ, વસ વગેરે.
જ્ઞ અને જ્ઞોમાં પૂર્વગ બના નીચલે છેડે જમણી તરફ અનુગ ગ જોડાય છે. સ્ત્રના વિભિન્ન મરોડ નોંધપાત્ર છે. ક્ષની જેમ જ્ઞનો મરોડ સિક્કાઓમાં ઘણો પ્રચલિત જણાય છે. સંભવ છે કે સિક્કાના લઘુ કદના કારણે આ વિશિષ્ટ મરોડ તૈયાર થયો હોય. ગના મધ્યમાં જમણી તથા ડાબી બાજુ જતી રેખાનો લોપ થાય છે અને તેથી સંયુક્તાક્ષરનો આકાર ઝના મરોડને ઘણો જ મળતો આવે છે. આથી, વર્ણ પરિચયમાં ભ્રમ ઉભવે છે.
ર સાથેના સંયુક્તાક્ષરોમાં પૂર્વગ ર જ્યારે અનુગ અક્ષર સાથે જોડાય છે ત્યારે ના નીચલા ડાબી બાજુના વળાંકનો લોપ થાય છે અને ઊભી રેખાની લંબાઈ ઘટે છે. એટલે એનો આકાર એક નાની ઊભી રેખાને મથાળે શિરોરેખા કરી હોય તેવો જણાય છે (આ વિવરણના અનુસંધાને જુઓ આલેખ નંબર ૪). લક્ષણ
સંયુક્તાક્ષરોમાં પૂર્વગ અક્ષર અને અનુગ અક્ષર સાધારણ રીતે સરખી ઊંચાઈના જોવા પ્રાપ્ત થાય છે. છતાં ક્યાંક ક્યાંક અનુગ અક્ષરની ઊંચાઈ ઘટેલી પણ હોય છે. સંયુક્તાક્ષરો સપ્રમાણ, ગોળ, મરોડદાર અને ચાલુ ટાંકણે કોતરાયા હોવાના કારણે કલાત્મક દેખાય છે. પૂર્વગ અક્ષરના નીચલા છેડે બે પાંખો હોય ત્યાં અનુગ અક્ષરનો ઉપલો છેડો બહુધા પૂર્વગ અક્ષરની જમણી બાજુની પાંખ સાથે જોડાય છે. ક્યારેક અનુગ અક્ષરનો ઉપલો છેડો પૂર્વગ અક્ષરના વચ્ચેના ભાગ સાથે જોડાયેલો જોવા મળે છે. દા.ત. સ. ક્યારેક નીચલા અક્ષરનો ઉપલો ભાગ બે પાંખ-વાળો હોય તો કેટલીકવાર એની બે પાંખ ઉપલા અક્ષરના નીચલા ભાગના બંને છેડે પણ જોડાય છે. દા.ત. ૫. આમ, ઉપલા અક્ષરની સાથે નીચલા અક્ષર જોડવાની પ્રક્રિયાની આ ભિન્ન પદ્ધતિના કારણે સંયુક્તાક્ષરો જુદા જુદા આકારના-મરોડના દેખાય છે. આમાં નીચલો અક્ષર જમણી બાજુએ ઢળતો હોય છે, તો કેટલીકવાર ઉપલા અક્ષરની બરોબર નીચે રહેલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org