________________
૨૬૪
ક્ષત્રપકાલીન ગુજરાત શાસ્ત્રો સંહિતા જયોતિષને વર્ણવે છે. માત્ર હિન્દુધર્મનાં જ નહીં, બૌદ્ધ અને જૈન ધર્મોમાં પણ જ્યોતિષશાસ્ત્રને સ્થાન સંપ્રાપ્ત થયેલું છે.
નિમિત્ત જ્ઞાન આઠ અંગનું છે : વ્યંજન, અંગ, સ્વર, ભીમ, છિન્ન, અંતરિક્ષ, લક્ષણ અને સ્વપ્ર૬૧. જૈનોએ અષ્ટાંગ નિમિત્ત જ્ઞાનનો વિકાસ સ્વતંત્ર રીતે કર્યો છે. આ આઠને સૂચક નિમિત્ત કહેવાય છે, જેમાં વસ્તુ કે ક્રિયાને સૂચના મળે છે. અહીં આપણને પ્રસ્તુત છે સૂચક નિમિત્તના આઠ પ્રકારમાંના એક પ્રકાર ના વિશેની ચર્ચાનું કેમ કે આઠેયમાં અં અંગેની વિદ્યા શ્રેષ્ઠ છે, બલકે સંવિધાથી અન્ય બધાં નિમિત્ત સ્પષ્ટ થાય છે.
આમ તો અંગવિદ્યા ઘણા સમયથી લોકપ્રચલિત વિદ્યા હતી અને છે. મનુસ્મૃતિ, ब्रह्मजालसूत, जातकग्रंथो, थानांगसूत्त, समवायांग, उत्तराध्ययनसूत्र, पाणिनीय व्याकरण इत्यादि ગ્રંથોમાં અંગવિદ્યા વિશે વત્તાઓછા નિર્દેશ છે. પરંતુ આ બધા ઉલ્લેખ આ વિદ્યાને નાસ્તિક ગણાવે છે. તેથી તે અંગેનું વિસ્તૃત જ્ઞાન આપણને હાથવગું થતું નથી. આથી, અંગવિધા એ કઈ વિદ્યા છે તેની કોઈ માહિતી ઉપર્યુક્ત આસ્તિકવાદી ગ્રંથોમાં નથી. માત્ર જૈનધર્મમાં પ્રસ્તુત વિદ્યા પરત્વેનો ગ્રંથ સચાઈ રહ્યો છે, જે આ વિદ્યા વિશે વિગતપ્રચૂર માહિતી આપણને સંપડાવી આપે છે. જૈનો પણ આ વિદ્યાને નાસ્તિક પ્રકારની ગણાવતા હોવા છતાંય દૃષ્ટિવાદ્ર નામના બારમા અંગમાં મહાવીરે નિમિત્ત જ્ઞાન દર્શાવતા આ વિષયનો ઉપદેશ આપ્યો હતો.
આમ, આ વિદ્યાનો ઉપયોગ ધાર્મિક દૃષ્ટિએ નિષિદ્ધ હોવા છતાંય એ વિદ્યાનાં અસ્તિત્વ અને પ્રચાર ચાલુ રહ્યાં. પરંતુ આ વિદ્યાની વિશેષ જાણકારી અહીં વર્ણિત પુસ્તકના પ્રકાશન પૂર્વે ન હતી. આ ગ્રંથનું પ્રાકૃત નામ છે સંવિના પય અને સંસ્કૃત નામ છે મંવિદ્યા પ્રા. પ્રસ્તુત ગ્રંથ અજ્ઞાતનામા એક જૈન મુનિએ કે ઘણા મુનિઓએ રચ્યો હોવો જોઈએ. ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે અને એમાં ગદ્ય તેમ જ પદ્ય ઉભયનો સુચારુ રીતે વિનિયોગ થયો છે.
આગમ ગ્રંથો ૮૪ છે અને એમાં ૩૦ પ્રકીર્ણક ગ્રંથો છે. અવલોકન હેઠળનો ગ્રંથ આ ત્રીસમાંનો એક છે. આ ગ્રંથની વિવિધ પ્રતો એકત્રિત કરી મુનિશ્રી પુણ્યવિજયજીએ એનું અન્વેષિત, અર્થઘટિત અને પ્રમાણભૂત સંપાદન પ્રસિદ્ધ કર્યું હતું.... આ ગ્રંથનું બાહ્ય સ્વરૂપ આ પ્રમાણે છે : ગ્રંથમાં કુલ ૬૦ અધ્યાય છે. છેલ્લો અધ્યાય પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગમાં વિભાજિત છે. પૂર્વ જન્મ માટેના ફલાદેશના પ્રશ્નો પૂર્વાર્ધમાં છે, તો આગામી જન્મ અંગેના પ્રશ્નો ઉત્તરાર્ધમાં. આઠ, નવ અને ઓગણસાઠમા અધ્યાયમાં અનેક પેટાવિભાગ છે : દા.ત. આઠમા અધ્યાયમાં ત્રીસ, નવમામાં બસો સિત્તેર અને ઓગણસાઠમાં બે. સમગ્ર ગ્રંથમાં નવા હજાર શ્લોક છે અને ગદ્ય અલગમાં. ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે. જૈન મુનિઓ વિહારાર્થે પાદપરિભ્રમણ કરતા રહેતા હોઈ પ્રાદેશિક ભાષાઓની અસર એમનાં લખાણમાં જોવી પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં પણ અત્રતત્ર આવી અસર વર્તાય છે. આથી, અર્થઘટનમાં મુશ્કેલી ઊભી થાય છે. આ ગ્રંથમાં પાકૃત ભાષાના કેટલાક અભિનવ પ્રયોગો પણ જોવા મળે છે. પરિણામે પ્રાકૃત કોશમાં નવા શબ્દો ઉમેરવા પડે તેવું આલેખન આ ગ્રંથનું છે. સંપાદકે પાંચ પરિશિષ્ટના અર્પણ દ્વારા ગ્રંથને, વિશેષતઃ પંખીદર્શનન્યાયે, વાચકપ્રત્યક્ષ કર્યો છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org