________________
૨૬૬
ક્ષત્રપકાલીન ગુજરાત ભારતમાં સાહિત્યિક પ્રવૃત્તિના માધ્યમ તરીકે ઈસુની પહેલી સદીમાં થયો હતો૭. આથી, ઈસુની પહેલી સદી પૂર્વે આ ગ્રંથની રચના થઈ હોય નહીં. બીજું આ ગ્રંથ પશ્ચિમ ભારતમાંના કોઈ ભૂભાગમાં લખાયો હોય તેવું આથી સૂચિત થાય છે. આ ગ્રંથમાં વાહનવ્યવહારના સંદર્ભમાં વિવિધ પ્રકારની હોડીઓનાં નામના નિર્દેશ થયા છે જેમાં મેટ્ટિ અને તHT ખાસ નોંધપાત્ર છે. પેરિપ્લસના લેખકે ભરૂચના બંદરનું વર્ણન કરતાં આ બંને નામની મોટા કદની હોડીના ઉપયોગ વિશે નોંધ કરી છે.... આથી, આ ગ્રંથની રચનાસમય પેરિપ્લસના સમકાલીન હોવાનું સૂચવી શકાય. પેરિપ્લસનો સમય સામાન્યતઃ પહેલી સદીના છેલ્લા ચરણનો સૂચવાયા છે. તો સંવિજ્ઞા પણ આ સમયે રચાયો હોય.
આ ગ્રંથમાં કયા શબ્દનો નિર્દેશ છે°. મથુરાના ઉખનનમાંથી ઘણા આયા પટ્ટ હાથવગા થયા છે. પરંતુ કોઈ પણ જૈનગ્રંથોમાં આ શબ્દનો ઉલ્લેખ નથી૧. મથુરામાંથી ઉપલબ્ધ “આયાગપટ્ટીને સામાન્યતઃ શુંગકાળના છેલ્લા તબક્કાનો મૂકી શકાય. આથી પ્રસ્તુત ગ્રંથકર્તા આયાગપટ્ટનો મહિમા પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય ત્યારે વિદ્યમાન હોય. અર્થાત્ ઈસુની પહેલીબીજી સદી દરમ્યાન આ ગ્રંથ લખાયો હોય.
અષ્ટમંત્તિ નામના આભૂષણનો નિર્દેશ ધ્યાનયોગ્ય છે. મથુરાના આયાગપટ્ટોમાં અષ્ટમંગલ ચિહ્ન રજૂ થયાં છે, જેનો સમય ઈસુની પહેલી સદીના પ્રારંભનો સૂચવાય છે. પરંતુ કુષાણકાળના આરંભ સુધી અષ્ટમંગલ ચિહ્નના પટ્ટની નિશ્ચિતતા અંકાઈ ન હતી. આમ, આ શબ્દનો પ્રયોગ ઈસુની આરંભની સદીઓમાં પ્રચારમાં આવ્યો હોઈ મંછાવિજ્ઞાના લેખક આ સમય દરમ્યાન વિદ્યમાન હોવા જોઈએ.
પ્રસ્તુત ચર્ચા ઉપરથી એવું ફલિત થાય છે કે ગંગાવિજ્ઞાની રચના ઈસુની પહેલી કે બીજી સદી દરમ્યાન થઈ હોવી જોઈએ. પરંતુ આ ગ્રંથમાં કેટલાક સિક્કાઓનાં નામનો નિર્દેશ આ બાબતે નોંધપાત્ર બની રહે છે. આ નામોમાં વત્તપનામના સિક્કાનો ઉલ્લેખ આપણી સમયનિર્ણયની ચર્ચામાં ઉપાદેયી નીવડે છે. આ નામ ક્ષત્રપ રાજાઓના સિક્કાના સંદર્ભમાં પ્રયોજાયો હોવાનું સૂચવાય છે. અન્ય કોઈ આભિલેખિક કે સાહિત્યિક સામગ્રીમાં વૃત્તપનો નિર્દેશ નથી. સંવિનામાં આ પ્રયોગ પહેલપ્રથમ થયો છે. સંભવ છે કે આ ગ્રંથકર્તાને ક્ષત્રપ રાજાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હોય અને તો આ ગ્રંથની રચના ક્ષત્રપોના સત્તાકાળ દરમ્યાન થઈ હોય અને તે ગુજરાત પ્રદેશમાં લખાયો હોય. ગુપ્તોના ચાંદીના સિક્કા રૂપ નામથી ઓળખાતા હતા, જેનો ઉલ્લેખ કરવામાં નથી. ચાંદીના ગુપ્ત સિક્કા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યથી શરૂ થયા હોઈ આ ગ્રંથનું આલેખન તે પૂર્વે થયું હોવું જોઈએ.
બીજું ક્ષત્રપ રાજાઓના સિક્કા ઝાષપ નામથી ઓળખાતા હતા તે આપણે અગાઉ અવલોકી ગયા છીએ. તેથી આવું અધિકૃત નામ પ્રયોજવાને સ્થાને નવું નામકરણ પ્રયોજવા માટે એક જ આશય હોય અને તે એ કે ગ્રંથકર્તા આ રાજાઓના નિર્દોના પરિચયમાં કે એમના અંતરંગ વર્તુળમાંનો એક હોય એવું કહી શકાય અને તેથી એણે અધિકૃત નામને સ્થાને વહાલસોયું એવું અભિનવ નામ યોજવાનું મુનાસિબ માન્યું હોય એવી દલીલ તાર્કિક જણાય છે. આથી, રવૃત્તપ શબ્દના પ્રયોગથી બે સંભવિત ઉકેલ હાથવગા થયા છે : ૧. પ્રસ્તુત ગ્રંથના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org