________________
૨૭૬
ક્ષત્રપકાલીન ગુજરાત પ્રકરણ અઢાર, ઓગણીસ અને વીસમાં લલિતકળાનાં વિવિધ પાસાંની થયેલી ચર્ચા ઉપરથી પણ અને તવિષયક અવશેષોના અભ્યાસ ઉપરથી પણ આ સમયમાં સ્થાપત્ય અને શિલ્પ, કહો કે લલિતકળા, વિશેનાં તાલીમ કેન્દ્રીય અસ્તિત્વમાં હોવાં જોઈએ. ભાષા-પ્રક્રિયા
ક્ષત્રપોના સમયમાં ગુજરાતમાં રાજભાષા અને જનસમૂહની ભાષા વિશેની માહિતી તત્કાલનાં ઉપલબ્ધ આભિલેખિક સાધનો અને સાહિત્યિક સામગ્રીના આધારે અનુમાનિત કરી શકાય છે.
પશ્ચિમી ક્ષત્રપ શાસકોના સંખ્યાતીત સિક્કાઓ અને ઉપલબ્ધ શિલાલેખોમાંના કેટલાક ઉપરનું લખાણ પ્રધાનતઃ પ્રાકૃત મિશ્ચિત સંસ્કૃતમાં છે. નહપાનના સમયના ગુફાલેખો પ્રાકૃતમાં છે. ચાખન-રુદ્રદામાથી આરંભી પછીના બધા શિલાલેખો પ્રાકૃત મિશ્રિત સંસ્કૃતમાં છે. હા, થોડાક અપવાદ પણ ધ્યાનાર્હ છે : રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ શુદ્ધ સંસ્કૃતમાં છે. જયદામાના પૌત્રનો જૂનાગઢનો લેખ સંસ્કૃતમાં છે. દેવની મોરીનો દાબડાલેખનો ઐતિહાસિક ભાગ પદ્યબદ્ધ સંસ્કૃતમાં છે. દામજદશ્રી ૧લાના એક પ્રકારના અને એના પુત્ર સત્યભામાના સિક્કા ઉપરનું લખાયેય શુદ્ધ સંસ્કૃતમાં છે. દેવની મોરીના દાબડા ઉપરનું ત્રિપિટકમાંનું અવતરણ પાલિમાં છે. સાહિત્યના ઉપલબ્ધ ગ્રંથો પણ પ્રાકૃત અને/અથવા સંસ્કૃતમાં છે તે આપણે અવલોક્યું છે.
પ્રસ્તુત સમીક્ષાથી સૂચવી શકાય કે રાજભાષા કે દરબારની ભાષા સામાન્યતઃ પ્રાકૃત મિશ્રિત સંસ્કૃત હોય એમ સંભવે; પણ જનતાની ભાષાય આ જ હોવાનું કહી શકાય; કેમ કે સિક્કાઓ લોકવ્યવહારનું જ્ઞાત જ્ઞાપક છે. પ્રજા સિક્કાઓનો ઉપયોગ હરહંમેશ કરે છે. રોજિંદા
વ્યવહારમાં ચીજવસ્તુઓની લેવડદેવડ કાજે સિક્કાઓ પ્રજાજીવનનું અનિવાર્ય અંગ છે. શિલાલેખોમાં નિર્દિષ્ટ રાજદ્વારી આદેશો કે સૂચનો કે રાજકાર્યોની પ્રશંસા પણ લોકોની જાણકારી વાતે જ હોય છે. એટલે પ્રજાગત થતાં સૂચનો કે વ્યવહારનાં માધ્યમ માટેના સિક્કાઓ એમ ઉભયમાંનું લખાણ જનભાષામાં હોય તો જ પ્રજાનો પ્રત્યેક શિક્ષિતવર્ગ એમાંનું લખાણ વાંચી સમજી શકે. છતાં વિદ્વાનો અને શાસકો શિષ્ટવર્ગની ભાષા પ્રયોજતા અને જેમાંથી રાજભાષા કે દરબારની ભાષા ઘડાતી. આથી, કેટલીક વખત આ પ્રકારનાં જાહેરનામો કે જાહેર ફરમાનો લોકભાષાને બદલે શાસકવર્ગની અંગત રુચિ-અભિરુચિની ભાષામાં બહાર પડતાં. દા.ત. રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ. આથી, સંસ્કૃત ભાષાએ લોકભાષાનું પૂરેપૂરું સ્થાન મેળવ્યું હોય એમ સ્પષ્ટ થતું નથી. ટૂંકમાં આમવર્ગનો મોટોભાગ સમજી શકે તેવી ભાષા પ્રાકૃત મિશ્રિત સંસ્કૃત હશે.
આ સમયની ઉપલબ્ધ સાહિત્ય-કૃતિઓ મહદંશે સંસ્કૃતમાં છે. જો કે તેથી સંસ્કૃત જનભાષા બની શક્તી નથી; કેમ કે આવા વિષયોના ગ્રંથો આમ જનતા માટે નથી હોતા. આથી, શુદ્ધ સંસ્કૃત એ સાહિત્યિકવર્ગની અને શિષ્ટ સમાજની ભાષા રહી હોય એમ સૂચિત થાય છે. પ્રાકૃત આ સમયે બોલચાલની ભાષા રહી હોય પણ તે સંસ્કૃતની અસરથી મુક્ત ન હતી. આથી, પ્રાકૃતને સંસ્કૃતથી અલગ ભાષા તરીકે ઓળખવાને સ્થાને સંસ્કૃત ભાષાનું એ એક જનસમાજનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org