________________
૨૬૨
ક્ષત્રપકાલીન ગુજરાત સદીથી પાંચમી સદી સુધીની સમયાવધિ દરમ્યાન રચાયો હોવા વિશેની દલીલો અભિવ્યક્ત કરી છે. વિમલસૂરિએ ઉલ્લિખિત કરેલી મિતિ મુજબ આ ગ્રંથ ઈસુની પહેલી સદીમાં લખાયો હતો, પણ આ ગ્રંથનું સંપાદન કરનાર યાકોબી એની રચના ત્રીજી સદીના અંતમાં સૂચિત કરે છે. ઘણાબધા અધ્યેતાઓ યાકોબીના મતને સ્વીકારે છે. પરંતુ કે. આર. ચંદ્રાએ આ ગ્રંથમાં નિર્દિષ્ટ જનજાતિઓ, રાજ્યો, રાજનૈતિક ઘટનાઓ વગેરેનું વિગતે વિશ્લેષણ કરીને સાબિત કર્યું છે કે વિમલસૂરિનિર્દિષ્ટ મિતિ વીર નિર્વાણની નહીં પણ વિક્રમ સંવતની હોવી જોઈએ. તદનુસાર એમના પરમવરિય ગ્રંથ વિ. સં. પ૩૦=ઈસ્વી ૪૭૩માં રચાયો હોવાનું સ્પષ્ટ થાય છે
આપણે અગાઉ નોંધ્યું છે કે મલવાદી ઈસુની ચોથી સદીના છેલ્લાં બે કે ત્રણ ચરણમાં વિદ્યમાન હોવા જોઈએ. આથી, એમનું પારિત પુસ્તક પણ ચોથી સદી દરમ્યાન, ખાસ કરીને એના ઉત્તરાર્ધમાં કોઈક તબક્કે, લખાયું હોય. એટલે કે મલવાદીનો ગ્રંથ નિશ્ચિતપણે વિમલસૂરિ પૂર્વેનો ગ્રંથ ગણી શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે પરિત ગ્રંથ જૈન પરંપરામાં રામકથાને સૌ પ્રથમ નિરૂપતો હોવાનો સંભવ સૂચિત થાય છે.
સિદ્ધસેન દિવાકર વિરચિત સન્મતિ પ્રકરણ ગ્રંથ ઉપર મલ્લવાદીએ ટીકા લખી હોવાનું જણાય છેઃ સન્મતિપ્રગટી. આ ગ્રંથ પણ ઉપલબ્ધ નથી. આમ મલ્લવાદીએ ત્રણ ગ્રંથ લખ્યા હોવાનું કહી શકાય. સ્થિરમતિ-ગુણમતિ
આ બંને વિદ્યાપુરુષ વલભી નજીકના એક વિહારમાં ૪૪ રહ્યા હતા અને બૌદ્ધ દર્શનના ગ્રંથો લખ્યા હતા, એવી વિગત યુઆન વાંગની પ્રવાસનો ધમાંથી ૫ જાણવા મળે છે.
સ્થિરમતિ આચાર્ય અસંગના શિષ્ય હતા, જ્યારે ગુણમતિ આચાર્ય વસુબંધુના. કેટલાક બંનેને વસુબંધુના શિષ્ય તરીકે ઓળખાવે છે. સંભવ છે કે ઉત્તરકાળમાં સ્થિરમતિ આચાર્ય વસુબંધુના શિષ્ય રહ્યા હોય છે.
આ બંને વિદ્વાનોએ ઠીક સંખ્યામાં ગ્રંથપ્રદાન કર્યું હોવાનું અનુમાન થઈ શકે, પરંતુ એમના મૂળ ગ્રંથોના ચીની અનુવાદ ઉપરથી એમની રચનાઓનો થોડોક ખ્યાલ પ્રાપ્ત થાય છે. સ્થિરમતિના એક ગ્રંથ મહાયાનમાંfપ્રાવેશિનો ચીની અનુવાદ ઉપલબ્ધ છે. ગુણમતિના એક ગ્રંથ સૂક્ષણાનુસારશાસ્ત્રનો ચીની અનુવાદ પરમાર્થે કર્યો હતો. આ ઉપરાંત સ્થિરમતિએ વસુબંધુના
પધર્મોશ, મધર્મસમુન્વય, વિંશિકા જેવા ઉપર ટીકા લખી હતી. મધ્યાન્તવિમા અને શ્રાશ્યપ પરિવર્ત નામના ગ્રંથોની ટીકા પણ સ્થિરમતિએ કરી હતી અને તે બંને ટીકા ઉપલબ્ધ છે. મહીયાનધર્મધાત્વશિષતશાસ્ત્રમાં સ્થિરમતિએ બૌધિસત્વોની કારકિર્દી વિગતે વર્ણવી છે. ગુણમતિએ વસુબંધુના
મધર્મોશ ઉપર વૃત્તિ લખી ભાવવિવેકના માધ્યમિક મતનું ખંડન કર્યું હતું. યોગાચારવાદના પ્રથમ મુખ્ય પ્રસ્થાપક અસંગ ગણાય છે. આને વિજ્ઞાનવાદ પણ કહેવાય છે. યોગાચારવિજ્ઞાનવાદનો વિકાસ થતાં અસંગની અસરથી વસુબંધુ પણ એનું પ્રતિપાદન કરતાં થયા. આથી ઉભયના શિષ્યદ્રય સ્થિરમતિ-ગુણમતિ ઉપર એમના ગુરુજનોની વૈચારિક અસર થઈ હોય અને તો તેઓએ યોગાચારવાદનો પ્રચાર ગુજરાતમાં કર્યો હોવાનું અનુમાન થઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org