________________
પ્રકરણ પંદર
૨૬૧ ગ્રંથકારનો ઉદેશ એ છે કે બધા એકાંતવાદીઓ પોતાના પૂર્વવાદીઓથી સ્વયને શક્તિસંપન્ન સમજે છે અને ઉત્તરવાદીઓના અસ્તિત્વનો ખ્યાલ સરખો કરતા નથી. તટસ્થ વ્યક્તિ ચક્રાંતર્ગત પ્રત્યેક વાદની અપેક્ષિત સબળતા કે નિર્બળતા સમજી શકે છે. તેથી મલવાદીએ આ બધા વાદને પંક્તિબદ્ધ કરવાને બદલે કે ક્રમાનુસાર વર્ણવવાને સ્થાને ચક્રબદ્ધ કરવાનો ઉદ્દેશ રાખ્યો છે. પંક્તિબદ્ધ રચનામાં તો કોઈ એક પંક્તિને પહેલી તથા કોઈ એકને છેલ્લી મૂકવી પડે અને ઉત્તરોત્તર ખંડન કરતાં આખરે છેલ્લી પંક્તિને વિજયી ઘોષિત કરવી રહે. પરંતુ વાદોને જો ચક્રબદ્ધ કરાય તો ચક્રને આરંભાત ન હોવાથી, કોઈ વાદનો આરંભ કે કોઈનો અંત નિર્ણિત કરવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી જ. આ પદ્ધતિમાં તો ખંડન-મંડનનું ચક્ર ચાલ્યા જ કરે છે, ફર્યા જ કરે છે.
આ ચક્રમાં આપણે અવલોકર્યું તેમ બાર આરા છે. દરેક ચાર આરા દીઠ એક નેમિ(માર્ગ) એવા કુલ ત્રણ નેમિ છે. મધ્યમાં સઘળા આરાઓના આધારસ્તંભ જેવું તુમ્બ(નાભિ) છે. પ્રત્યેક આરો એક સ્વતંત્ર નયવાદ છે. આ ચક્રમાંના છ આરાઓ દ્વવ્યાર્થિકદષ્ટિ વિશેષના છે અને શેષ છ આરા પર્યાયાર્થિકદષ્ટિ વિશેષના છે. પ્રસ્તુત ગ્રંથ સંસ્કૃતમાં છે.
નવ પછીના આ વિષયના ગ્રંથોનાં નિરીક્ષણથી સ્પષ્ટ થાય છે કે તેમણે સૌએ જૈનેતર દર્શનોના મતનું ખંડન કર્યું છે; જ્યારે મલવાદીના ગ્રંથમાં બધા મતોની તટસ્થ સમીક્ષા કરવામાં આવી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નવા એ સ્વતઃ જૈન મંતવ્ય નથી, પરંતુ જે જે જૈનેતર મંતવ્ય પ્રચલિત હતાં એને પણ નય ના રૂપે સંગૃહીત કર્યા છે. નયની આવી લાક્ષણિક્તા મલવાદીને અજોડ દાર્શનિક તરીકે ખ્યાતિ સંપડાવી આપે છે. મલ્લવાદીના પૂર્વકાલીન અને સમકાલીન દાર્શનિક ગ્રંથો જે આજે અપ્રાપ્ય છે તેમના મતનો સંગ્રહ અને તેમની સમાલોચના જ્યમાં એકસાથે જોવાં પ્રાપ્ત થાય છે. આથી, મલ્લવાદીનો ગ્રંથ કેવળ જૈનદર્શનનો નહીં પણ સર્વદર્શનનો સર્વગ્રાહી સંગ્રહગ્રંથ છે એમ ખસૂસ સૂચવી શકાય. આ દૃષ્ટિથી આપણા રાષ્ટ્રના સમગ્ર દાર્શનિક વાડ્મયમાં નયનું સ્થાન અવશ્ય મહત્ત્વનું ગણવું જોઈએ.
મલ્લવાદીએ આ ઉપરાંત પારિત નામનો ૨૪000 શ્લોકપ્રમાણયુક્ત ગ્રંથ રચ્યો હોવાનું પ્રભાવકચરિતકારે નોંધ્યું છે. આ કૃતિ મૂળરૂપે લુપ્ત થઈ છે તેમ જ ટીકા રૂપેય ઉપલબ્ધ નથી.
પરિત એટલે “જૈન રામાયણ' એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી; કેમ કે પા=રામ અને વરિતકકથા એટલે કે “રામકથા'. જૈનોમાં “રામકથાની લોકપ્રિયતા એટલી પ્રચારમાં છે કે રામની કીર્તિને નિરૂપતાં અને રામાયણનું વિષયવસ્તુ નિરૂપતાં આશરે પચાસેક પુસ્તક હોવાનું જણાય છે.
અદ્યાપિ એવી માન્યતા રહેલી કે વિમલસૂરિ નામના જૈનાચાર્યે સૌ પ્રથમ પા નામનો રામની કથાને નિરૂપતો કથાગ્રંથ લખીને જૈન રામાયણની સૃષ્ટિ નિર્મિત કરી. લગભગ બધા જ વિદ્વાનો આ મતને અનુસરે છે. વિમલસૂરિએ ગ્રંથરચનાનો સમય વીર નિર્વાણ પ૩૦ હોવાનું જણાવ્યું છે ૯. છતાંય ગ્રંથમાંની સામગ્રીને ધ્યાનમાં રાખીને વિદ્વાનોએ આ ગ્રંથ ઈસુની પહેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org