________________
૫૮
ક્ષત્રપકાલીન ગુજરાત વાચનના સમય ઉપરથી સૂચવી શકાય છે. એટલે સ્કંદિલના શિષ્ય વૃદ્ધવાદી અને વૃદ્ધવાદીના શિષ્ય સિદ્ધસેન દિલના ઉત્તર સમકાલીન હોવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે સિદ્ધસેન ઈસ્વીસનની ચોથી સદીના ત્રીજા ચરણમાં કાર્યરત હોવા જોઈએ.
મલવાદીના દ્રશાનિયવમાં સિદ્ધસેના સન્મતિપ્રઝરનો નિર્દેશ છે. તેમણે સિદ્ધસેનના પ્રસ્તુત ગ્રંથ ઉપર ટીકા પણ રચી છે. પ્રભાવકચરિતકાર મલ્યવાદીને વીર નિર્વાણ ૮૮૪ કે વિક્રમ સંવત ૪૧૪ એટલે ઈસ્વી ૩૫૭ની આસપાસ હયાત હોવાનું સૂચવે છે. તદનુસાર સિદ્ધસેન કાં તો મલ્લવાદીના સમકાલીન હોય કે પૂર્વસમકાલીન હોય. કહેવાનું તાત્પર્ય એ કે સિદ્ધસેન વીર નિર્વાણના નવમા સૈકાના પ્રથમ બે ચરણ દરમ્યાન કે વિક્રમના ચોથા સૈકાના છેલ્લા બે ચરણ દરમ્યાન એટલે કે ઈસ્વી ૩૦૦ની આસપાસ વિદ્યમાન હોઈ શકે. એમના ગ્રંથ
એમણે ત્રણ ગ્રંથ રચ્યા હોવાની માહિતી છે : સન્મતિપ્રકરણ, વત્રીસીમો અને ન્યાયાવતાર. આ ત્રણેય કૃતિઓ વર્તમાને ઉપલબ્ધ છે.
સન્મતિyવારા નામનો ગ્રંથ સિદ્ધસેનનો ધ્યાનાર્ય ગ્રંથ છે. સિદ્ધસેનની પહેલાં જૈન દર્શનમાં તર્કશાસ્ત્ર અન્વયે કોઈ સળંગ સિદ્ધાંત પ્રચલિત ન હતો. એટલે કે જૈનદર્શનોમાં તકવિજ્ઞાનના પ્રમેયને સ્થિર કરવા એમણે આ ગ્રંથ રચ્યો હોવાનું સૂચવાયું છે. પ્રસ્તુત ગ્રંથની રચનાનો મૂળ ગ્રંથકારનો શો ઉદેશ હશે તે અંગે પંડિત સુખલાલજી આવી નોંધ રજૂ કરે છે : જૈન દર્શનના પ્રાણરૂપ અને જૈન આગમોની ચાવીરૂપ મન્ત દૃષ્ટિનું વ્યવસ્થિત રીતે નવેસરથી નિરૂપણ કરવું, તર્કશલીએ તેનું પૃથક્કરણ કરી તાર્કિકોમાં તેમની પ્રતિષ્ઠા સ્થાપવી, દર્શનાંતરોનો શો સંબંધ છે તે દર્શાવવું; અનેકાંત દષ્ટિમાંથી ફલિત થતા બીજા વાદોની મીમાંસા કરવી, પોતાના સમય સુધીમાં દાર્શનિક પ્રદેશમાં ચર્ચાતા મુદ્દાઓને અનેકાંતની દૃષ્ટિએ નિરૂપવા અને પોતાને સ્કૂલ નવીન વિચારણાઓને પ્રાચીન તેમ જ પ્રતિષ્ઠિત અનેકાંતની દૃષ્ટિના નિરૂપણનો આશ્રય લઈ વિદ્વાનો સમક્ષ મૂકવી૨૫. ઇતિ.
આ ગ્રંથ પ્રાકૃતમાં રચાયેલો છે, પરંતુ સિદ્ધસેનના સંસ્કૃત અધ્યયનની અસર પણ એની રજૂઆત ઉપર જોવી પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત પુસ્તક પદ્યમાં અને માર્યા છંદમાં લખાયું છે. સદર કૃતિમાં કુલ ૧૬૬ શ્લોક ત્રણ કાંડમાં વહેંચાયેલા છે. દા.ત. પહેલા કાંડમાં ૫૪ શ્લોક છે, બીજામાં ૪૩ શ્લોક અને ત્રીજામાં ૬૯ શ્લોક છે. સુખલાલજી ત્રણેય કાંડમાંના ચર્ચિત વિષયોને આધારે નિયમીમાંસા, જ્ઞાનમીમાંસા અને ફેયમીમાંસા જેવાં નામ પ્રયોજે છે.
સિદ્ધસેન દિવાકરનો બીજો ગ્રંથ છે વત્રીસો. બત્રીસી એટલે બત્રીસ શ્લોક પ્રમાણ અર્થાત્ જે કૃતિમાં ૩૨ શ્લોક હોય તેને બત્રીસી કહેવાય. આ પ્રકારની રચનામાં કાં તો એક સળંગ છંદ ઉપયોગાયો હોય છે, કાં તો આરંભ અને અંતમાં છંદભેદ હોય છે. સિદ્ધસેનની ઉપલબ્ધ વત્રીસીની સંખ્યા ૨૨ છે, જેમાંની છેલ્લી એટલે કે બાવીસમી બત્રીસી અલગ રચના તરીકે સ્વીકારાઈ છે. આ છેલ્લી બત્રીસીનું નામ છે ચાયવતાર. દાર્શનિક અને આલંકારિક પ્રતિભાસંપન્ન વિદ્વાનને છાજે એવી પ્રૌઢ અને સંસ્કૃત પદ્યમાં રચાયેલી આ બાવીસેય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org