________________
૨૫૭
પ્રકરણ પંદર અનુયોગ તથા પ્રકરણગ્રંથ યાદ હતાં તેને લિખિત સ્વરૂપ અપાયું અને આમ એક અન્ય વાચના તૈયાર થઈ, જે વાતમી વાવના કે ના IIળુની વાવના તરીકે ખ્યાત થઈ ૫.
સમકાલીન એવી આ બંને પ્રવૃત્તિઓના આચાર્ય પરસ્પરને નહીં મળી શકવાને કારણે તેમણે બંનેએ તૈયાર કરેલી વાચનાઓમાં પાઠભેદ રહેવા પામે એ બાબત સાહજિક અને સ્વાભાવિક ગણાય. આથી, વીર નિર્માણ ૯૮૮ કે ૯૯૩ અર્થાત્ ઈસ્વી ૪૫૪ કે ૪૬૭માં દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આ બંને વાચના સંકલિત કરી ત્યારે તેમણે માથરી વીનાને મુખ્ય વાચના તરીકે સ્વીકારી, વાતમી વાવનાના પાઠભેદ વાયઅંતર તરીકે નોંધ્યા; અર્થાત જે પાઠોનો સમન્વય ના થઈ શક્યો તે નાળુનીયાસ્તુ પર્વ વન્તિ એ રીતે એનો નિર્દેશ કર્યો. દેવદ્ધિગણિએ સંકલિત કરેલી આ વાચનાપ્રત દેશ સમસ્તના શ્વેતાંબરોમાં અધિકૃત વાચના તરીકે સ્વીકાર પામી.
આમ, વાલભીવાચનાના સંકલન વડે ગુજરાત ક્ષત્રપકાલ દરમ્યાન આગમીય સાહિત્ય પરંપરાને જાળવામાં ઘણો ફાળો નોંધાવ્યો એમ ખસૂસ કહી શકાય. અગાઉ નોંધ્યું તેમ આ વાચના વીરનિર્વાણના ૮૨૭(કે ૮૪૨) ઈસ્વી ૩૦૦માં કે ૩૧૩માં તૈયાર થઈ હોવાનું સ્પષ્ટ
સિદ્ધસેન દિવાકર
એમના વિશે ઐતિહાસિક પ્રત્યક્ષ પ્રમાણ ઉપલબ્ધ ના હોઈ સિદ્ધસેન દિવાકરના જીવન અને કવનની જાણકારી વાસ્તે આપણે જૈનપરંપરાનો આધાર લેવો પડે છે. તેઓ અગ્રણી જૈન તત્ત્વજ્ઞ અને કાન ફિલસૂફીના અગ્રેસર પુરસ્કર્તા હતા. એમની કૃતિઓમાં અવલોકનથી તેમની સ્પષ્ટભાષિતા અને સ્વતંત્ર વિચારક તરીકેની નીડર પણ નિર્દશ ઉપાસના અભિવ્યક્ત થાય છે. પોતાને અભિપ્રેત એવા સ્પષ્ટ વિચારો વ્યક્ત કરવામાં એ કોઈનીયે શરમ રાખતા ન હતા, જેનો પ્રત્યય આપણને જૈન આગમોને સંસ્કૃતમાં અનુદિત કરવાના વિચાર માત્રથી ગુપ્તવેશે રહેવાનું પ્રાયશ્ચિત કરવાની સિદ્ધસેનની તત્પરતામાં દૃષ્ટિગોચર થાય છે. આથી, એમ કહી શકાય કે જૈન પરંપરાને ચુસ્ત રીતે વળગી રહેનાર જૈનાચાર્ય પૈકીના તેઓ ન હતા.
એમનો સમય જાણવા સારુ પ્રત્યક્ષ પ્રમાણો ઉપલબ્ધ નથી. પરંતુ તેમણે રચેલી કૃતિઓ, જૈન પરંપરા અને નિશ્ચિત સમયવાળા એમના અનુગામી લેખકોના ગ્રંથોમાં થયેલા સિદ્ધસેનના નિર્દેશથી એમના સમયને જાણી શકાય છે.
હરિભદ્રના (વિક્રમનો આઠમો સૈકો) પંવવસ્તુમાં અને એની ટીકામાં સમ્ભટ્ટ કે સમ્પતિ એવો ઉલ્લેખ છે તે સાથે એના રચયિતા દિવાકરનોય નિર્દેશ છે. જિનદાસગણિ મહત્તરની નિશીથસૂત્ર પૂfણમાં પણ સન્મતિ અને એના કર્તા તરીકે સિદ્ધસેન વિશેના ત્રણ સંદર્ભ છે. આ લેખકની એક કૃતિ નંતીસૂત્ર પૂરણનો સમય શક સંવત ૧૯૮નો છે ૯. પ્રસ્તુત બે ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કે સિદ્ધસેન વિક્રમના આઠમા સૈકા પૂર્વે કોઈક સમયે વિદ્યમાન હોવા જોઈએ.
પ્રભાવતિ '૦ મુજબ સિદ્ધસેન વૃદ્ધવાદીના શિષ્ય હતા અને વૃદ્ધવાદી સ્કંદિલાચાર્યના શિષ્ય હતા. સ્કંદિલાચાર્ય ઈસ્વીના ચોથા સૈકાના પ્રથમ ચરણમાં વિદ્યમાન હતા એમ માથુરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org