________________
૨૪૪
ક્ષત્રપકાલીન ગુજરાત શોભના ગોખલેના મત મુજબ વર્ષનો નિર્દેશ પંક્તિ ચારમાં છે અને તેમના જણાવ્યા પ્રમાણે તે શક વર્ષ ૨૫૪ છે. આ વર્ષ બરોબર ઈસ્વી ૩૩૨-૩૩ થાય, જ્યારે યશોદામાં રજાનું શાસનનું હતું. પરંતુ આ રાજાનું નામ આ લેખમાં નથી.
આ લેખમાં આભીર ઈશ્વરદેવનો ઉલ્લેખ છે પણ એના હોદાનો નિર્દેશ નથી. એણે થોડા સમય માટે સત્તા સંભાળી હોય એવું શોભના ગોખલેનું માનવું છે. પરંતુ મિરાશી આ વાચન યોગ્ય ગણતા નથી; કેમ કે શોભના ગોખલે એ પ્રથમ ત્રણ પંક્તિ યોગ્ય રીતે વાંચી નથી. મિરાશીના મતે ચોથી પંક્તિના અંતેની સંખ્યા વર્ષસૂચક નથી. ક્ષત્રપોનાં લખાણોમાં વર્ષનો ઉપયોગ થયો છે, નહીં કે સંવત્સરેનો. આથી મિરાશીને શોભના ગોખલેનાં વાચન અને અર્થઘટન સ્વીકાર્ય નથી.
વા.વિ.મિરાશીના મતે પ્રથમ પંક્તિમાં...ની અક્ષરો સુરક્ષિત છે અને તે બહુ જ મહત્ત્વના છે. એમના મતે તે અક્ષરો વાષ્ટિનના અંશરૂપ છે. પશ્ચિમી ક્ષત્રપોનાં લખાણોમાં વિષ્ટિનનું નામ અચૂક લેખના આરંભે હોય છે કેમ કે તે બીજા અને મોટા તથા મહત્ત્વના કુળનો સંસ્થાપક હતો. અવલોકન હેઠળના લેખમાં પ્રથમ પંક્તિમાં ચારુનનો નિર્દેશ એટલા વાસ્તુ છે કે આ લેખના નિર્માણ સમયે તે સત્તાધીશ રાજા હતો. મિરાશી અનુસાર પંક્તિ થી ૪નું વાચન સ્પષ્ટ છે. : રાચે વસે ૬.....વગેરે (જુઓ પરિશિષ્ટ દશમાં લેખનો સંપૂર્ણ પાઠ). આનો અર્થ એ છે કે વર્ષ માં ચાટનના શાસન વખતે ગ્રિષ્મના બીજા માસના દશમા દિવસે. કહેવાનું તાત્પર્ય એ છે કે બીજી પંક્તિમાં છેલ્લા અક્ષર વર્ષ જૂના પ્રતીક તરીકે છે અને મિરાશી મુજબ તે અસંદિગ્ધપણે સંખ્યાસૂચક છે.
શોભના ગોખલે ચોથી પંક્તિમાં રવ એવું વાચન કરે છે જ્યારે મિરાશી તે રેશ્વર છે એમ સૂચવે છે. અર્થાત્ દોલતપુરનો લેખ ઈશ્વરદેવના સમયનો નથી પણ ચાષ્ટનના સમયનો છે૨૭.
આ લેખની પ્રાપ્તિ પછી અને એના વાચન-અર્થઘટન પછી હવે તો એ સાબિત થાય છે કે શક સંવતનો પ્રવર્તક રાજા મહાક્ષત્રપ ચાન્ટન હતો. ગુજરાતનું રાષ્ટ્રના નિર્માણમાં આ મોંઘેરું યોગદાન છે. વર્ષ ૩૨૦નો રુદ્રસિંહનો સિક્કો
મુંબઈ સ્થિત શ્રી સદાશંકર શુક્લના અંગત સંગ્રહમાં આશરે ૩૦૦૦ સિક્કાઓ ત્યારે સંગૃહીત હતા, જ્યારે આ ગ્રંથ લેખકે ૧૯૬૧ અને ૧૯૬૨માં શોધકાર્ય અંતર્ગત એમના સિક્કાઓની જાત તપાસ કરી હતી. એમના આ સંગ્રહમાં ચિલિત સંજ્ઞાવાળા સિક્કાઓથી પ્રારંભી વર્તમાન સમય સુધીના લગભગ પ્રત્યેક રાજવંશના, જનપદના, નગર-ગણના અને વિદેશી શાસકોના સિક્કાનો સમાવેશ હતો. આમાં પશ્ચિમી ક્ષત્રપોના ૫૫૫ સિક્કાઓ સુરક્ષિત
હતા.
આ ગ્રંથલેખકે ક્ષત્રપોના બધા જ સિક્કાઓનો વ્યક્તિગત અભ્યાસ કર્યો હતો અને પ્રત્યેક સિક્કાના અગ્રભાગ અને પૃષ્ઠભાગની બધી જ વિગતની નોંધ લીધી હતી. આમાં ઘણા મહત્ત્વના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org