________________
૨૪૨
ક્ષત્રપકાલીન ગુજરાત સુરક્ષિત રીતે મૂક્યા હતા. નાનો સમુદ્ગક બાર સેન્ટીમીટર ઊંચો અને ૧.૮ સેન્ટીમીટર જાડાઈનો છે. આ દાબડો બરછટ અને અણઘડ છે; કેમ કે એના બહારના અને અંદરના ભાગે ટાંકણાનાં નિશાન મોજૂદ છે. આ દાબડામાં ફક્ત ચિતાભસ્મ સુરક્ષિત છે. એના ઉપર કોઈ લખાણ ઉત્કીર્ણ નથી.
પરંતુ અહીંથી પ્રાપ્ત બીજો દાબડો ખૂબ જ ધ્યાનાર્ડ અને રસપ્રદ છે. સમગ્ર દાબડો ત્રણ વિભાગમાં તૈયાર થયેલો છે : ઢાંકણાની મૂઠ (હાથો), ઢાંકણું અને દાબડાનો મુખ્ય ભાગ. મૂઠનો ઉપરનો ભાગ ગોળ છે અને નીચલો ચોરસ. મૂઠ ઢાંકણાથી અલગ છે અને ઢાંકણાના કાણામાં બેસાડી શકાય તેમ છે. ઢાંકણું ગોળ છે અને દાબડાના મુખ્ય ભાગ ઉપર બેસાડી શકાય તેવી તેની રચના છે. દાબડાનો મુખ્ય ભાગ પણ ગોળ છે. દાબડો ભૂંગળા-આકારનો છે. એનો તળિયાનો ભાગ ૧૭ સે.મી.નો છે, ઊંચાઈ સાત સે. મી.ની છે અને ઢાંકણું બેસાડવા માટેની કોર સવા સે.મી.ની છે. આખોય દાબડો બહારની બાજૂએ-ઉપર, તળિયે, બાજુમાં-ઉત્કીર્ણ છે.
આપણને આ દાબડાની અહીં નિસબત છે એના લેખને કારણે; અને તેય દાબડાના મુખ્ય ભાગ ઉપર કોતરેલા ઐતિહાસિક લેખ બાબતે. લેખ બ્રાહ્મી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં છે. સળંગ લખાણ કુલ પાંચ પંક્તિનું છે.
ઐતિહાસિક લેખનો સાર આ મુજબ છે : અગ્નિવર્મા અને સુદર્શન નામના બે બૌદ્ધ સાધુઓએ મહાતૂપના નિર્માણમાં સક્રિય ભાગ લીધો હતો. દશબલના અવશેષો પ્રાપ્ત કરવામાં તેમનો સહયોગ ધ્યાનાર્ય ગણાય છે. કથિક રાજાઓના ૧૨૭મા વર્ષે ભાદ્રપદ મહિનાના પાંચમા દિવસે આ સૂપ બંધાયો. આ કાર્યમાં પાશાન્તિક અને પડી નામના બે શાક્ય ભિક્ષુઓ કાર્મોતિક (દેખરેખ અધિક્ષક) હતા. દશબલ(બુદ્ધ)ના દેહાવશેષ ધરાવતો આ શૈલસમુદ્રગક (પથ્થરનો દાબડો) સેનના પુત્ર વરાહ નામના કુટ્ટિમ (સલાટે) તૈયાર કર્યો હતો. બુદ્ધની કૃપા મેળવવાની આકાંક્ષાવાળા મહાસન ભિક્ષુએ ધર્મ અને સંઘના ઉત્થાનાર્થે આ દાબડો મેળવ્યો હતો.
આ સૂપનું નિર્માણકાર્ય પાંચ વર્ષમાં સંપન્ન થયું હતું. સ્તૂપ આખોય ઈંટરી છે. સૂપમાંથી પ્રાપ્ત બુદ્ધની મૂર્તિઓ ધ્યાનાર્હ છે. ચાષ્ટનના સમયનો વર્ષ ૧૧નો યષ્ટીલેખ
આંધમાંથી આ લેખ ગઈ સદીના સાઠના દાયકાના ઉત્તરાર્ધના પ્રારંભે મળી આવ્યો હતો અને એનું પ્રથમ પૃથક્કરણ શોભના ગોખલેએ કર્યું હતું. આમ તો, આ લેખ કચ્છ મ્યુઝિયમના તત્કાલીન વસ્તુપાલ દિલીપ કે. વૈદ્યના ધ્યાનમાં આવેલો. “શરૂવાલી બાંદી'નામથી ઓળખાતા ટેકરાના પરિસરમાંથી આ લેખ હાથ લાગ્યો હતો. આ ટેકરો મઈયારા તળાવને કાંઠે આવેલો છે. આખોય ટીંબો અગ્નિદાહથી વ્યાપ્ત છે. આ ટીંબો ત્રણથી ચાર કિલ્લો મીટરના ઘેરાવામાં પથરાયેલો છે.
આ લેખમાં ચાર પંક્તિ છે. લેખ ખંડિત છે. પ્રથમ બે પંક્તિના પ્રારંભના ત્રણથી ચાર અક્ષરો નાશ પામ્યા છે, જયારે લેખનો જમણી તરફનો ભાગ અખંડિત છે. લેખની ભાષા પ્રાકૃત છે અને લખાણ ગદ્યમાં છે. લિપિ બ્રાહ્મી છે. લેખ ખૂબ જ નાનો હોવા છતાંય એનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org